નમસ્તે મિત્રો આજે આપણે ગાંઠ ગોબી નું શાક બનાવવાની રીત – ગટ્ટા ગોબી નું શાક બનાવવાની રીત શીખીશું. આ ગાંઠ ગોબી ને કોહલરાબી, કનોલ ખોલ ખલન, કાશ્મીરી લાલ કદમ, નવલકોળ પણ કહેવાય છે, do subscribe NishaMadhulika YouTube channel on YouTube If you like the recipe , આનો સ્વાદ પાન કોબી જેવોજ લાગે છે અને એમાંથી શાક અને સલાડ બનાવતા હોય છે ને શાક તમે ભાત, રોટલી પરોઠા સાથે સર્વ કરી શકો છો તો ચાલો જાણીએ ગાંઠ gatta gobi nu shaak banavani rit – gatta gobi nu shaak recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.
ગટ્ટા ગોબી નું શાક બનાવવા જરૂરી સામગ્રી |Ganth gobi nu shaak banava jaruri samgri
- ગાંઠ ગોબી 3-4
- ટમેટા 2-3 ઝીણા સુધારેલા
- તેલ 4-5 ચમચી
- જીરું ½ ચમચી + ½ ચમચી
- હિંગ ¼ ચમચી
- આદુ પેસ્ટ 1 ચમચી
- લીલા મરચા સુધારેલા 1-2
- હળદર ¼ ચમચી
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- લાલ મરચાનો પાઉડર ½ ચમચી
- લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
- સ્વાદ મુજબ મીઠું
ગટ્ટા ગોબી નું શાક બનાવવાની રીત | gatta gobi nu shaak recipe in gujarati
ગાંઠ ગોબી ના કાચા કાચા પાંદડા ને સાફ કરી ધોઈ ને ઝીણા ઝીણા સુધારી લ્યો અને ગાંઠ ગોબી ને છોલી ધોઇ ને મિડીયમ સાઇઝ ના કટકા કરી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી તતડાવો ત્યાર બાદ એમાં ગાંઠ ગોબી ના કટકા અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી બે ચાર મિનિટ શેકી લ્યો,
ત્યાર બાદ એમાં એક કપ પાણી નાખી મિક્સ કરી ઢાંકી ને દસ મિનિટ ચડાવી લ્યો ( અહી તમે કુકર માં પણ ચડાવી શકો છો ) દસ મિનિટ પછી ચેક કરો ને જરૂર મુજબ પા કપ પાણી નાખી ને બીજા દસ બાર મિનિટ ઢાંકી ને ચડાવી લ્યો અને સાવ નરમ થાય એટલે ગેસ બંધ કરી એક બાજુ મૂકો
બીજા ગેસ પર બીજી કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં આદુ પેસ્ટ, લીલા મરચા સુધારેલા, હળદર, ધાણા જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર અને વરિયાળી પાઉડર નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ટમેટા અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો ને ટમેટા ગરી જાય ત્યાં સુધી ચડાવો
ટમેટા બરોબર ચડી જાય ને તેલ અલગ થવા લાગે એટલે એમાં ઝીણા સુધારેલ પાંદડા નાખી મિક્સ કરી લ્યો ને બે ચાર મિનિટ ચડાવી લ્યો પાંદડા ચડી જાય એટલે એમાં ચડાવેલ ગાંઠ ગોબી નાખો ને બરોબર મિક્સ કરી પા કો પાણી નાખી ધીમા તાપે બે ચાર મિનિટ ચડાવી લ્યો છેલ્લે ગેસ બંધ કરી લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો તો તૈયાર ગાંઠ ગોબી નું શાક
ગોબી ગટ્ટા નું શાક | gatta gobi nu shaak banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર NishaMadhulika ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
બાજરા ના લોટના નૂડલ્સ બનાવવાની રીત | bajra na lot na noodles banavani rit
રાજભોગ બનાવવાની રીત | Rajbhog banavani rit | Rajbhog recipe in gujarati
ગાજર ની ખીર બનાવવાની રીત | gajar ni kheer banavani rit | gajar ni kheer recipe gujarati
પાણી ના પકોડા બનાવવાની રીત | pani na pakoda banavani rit
અફલાતુન મીઠાઈ બનાવવાની રીત | aflatoon mithai banavani rit | aflatoon recipe in gujarati
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે