Ghau mathi banto khato lot | ઘઉં માંથી બનતો ખાટો લોટ

Ghau mathi banto khato lot - ઘઉં માંથી બનતો ખાટો લોટ
Image credit – Youtube/Nigam Thakkar Recipes
Advertisement

મિત્રો ચોખા ના લોટ નું ખીચું તો બધા ના ઘરમાં સાંજે નાસ્તા માં બનતું જ હશે .પરંતુ આજે આપડે કંઈક નવું એટલે કે ઘઉં ના લોટ માંથી બનતો એક દમ સવાદિષ્ટ અને હેલ્થી અને બાળકો થી લઈ અને મોટા લોકો સુધી બધા ને ભાવે તેવો Ghau mathi banto khato lot – ઘઉં માંથી બનતો ખાટો લોટ બનાવતા શીખીશું.

Ingredients

  • ઘઉં નો કરકરો લોટ 1 કપ
  • સિંગ તેલ 3-4 ચમચી
  • મીડીયમ ખાટું દહીં ½ કપ
  • પાણી 2 ½
  • રાઈ ½ ચમચી
  • અજમો ½ ચમચી
  • જીણા સુધારેલા લીલા મરચાં 3 નંગ
  • હિંગ ¼ ચમચી
  • હળદર પાવડર ¼ ચમચી
  • લાલ મરચું પાવડર ¼ ચમચી / જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ
  • લીલા ધાણા જીણા સુધારેલા 1 ચમચી
  • અથાણાં નો મસાલો સ્વાદ મુજબ

Ghau mathi banto khato lot banavani recipe

 ખાટો લોટ બનાવવા માટે સૌ પ્રથમ એક બાઉલ માં ઘઉં નો કરકરો લોટ નાખી વચે થોડો ખાડો કરી અને 1 ચમચી તેલ નાખી અને બરાબર હાથ વડે મસળી લેશું જેથી લોટ સેજ પણ કોરો ના રહે . ત્યાર બાદ બીજા બાઉલ માં મિડીયમ ખાટું દહીં લઈ અને તેને હેન્ડ બીટર વડે સારી રીતે વલોવી લેશું જેથી દહીં ના બિલકુલ પણ ગાંઠા ના રઈ જાય ત્યાર બાદ તેમાં 1 કપ પાણી નાખી અને ફરીથી બિટર વડે હલાવી પાતળી છાશ તૈયાર કરી લેશું.

ત્યાર બાદ હવે ગેસ પણ એક કડાઈ માં 2 ચમચી તેલ નાખી અને ગરમ કરવા મૂકીશું . તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ ½ ચમચી , અજમો ½ ચમચી , હિંગ ¼ ચમચી , લીલા મરચા સુધારેલા 3 નંગ , હળદર પાવડર ¼ ચમચી , લાલ મરચું પાવડર ¼ ચમચી અને મસાલા બળી ના જાય તેના માટે 1 ½ પાણી નાખી કડાઈ ઉપર ઢાંકણ ઢાંકી અને 2-3 મિનિટ સુધી પાણી ને ઉકાળવા દેશું .પાણી ઉકળી જાય એટલે જે છાશ તૈયાર કરી હતી તે છાશ નાખી અને છાશ ફાટી ના જાય તેના માટે સ્વાદ મુજબ મીઠું નાખી અને બરાબર હલાવી દેશું અને તેને પણ 2 મિનિટ ઉકાળી લેશું.

Advertisement

હવે  જે ઘઉં નો લોટ તૈયાર કર્યો હતો તે ઘઉં નો લોટ તેમાં નાખી અને વેલણ ની મદદ થી એકજ દિશા માં સતત હલાવતા જઇશું જેનાથી તેમાં એક પણ ગાંઠા ના રઈ જાય . થોડી વાર માંજ છાશ માં લોટ બરાબર મિક્સ થઇ જશે એક સરખું મિશ્રણ તૈયાર થઈ જાય એટલે ઢાંકણ ઢાંકી અને 8-10 મિનિટ સુધી બરાબર ચડાવી લેશું 10 મિનિટ બાદ આપડો લોટ સારી રીતે બફાઈ જસે જેમ જેમ બેટર ઠંડું થશે તેમ તેમ ઘાટું થઈ જશે ત્યાર બાદ તેમાં 1 ચમચી સિંગ તેલ નાખી અને લીલા ધાણા નાખી બરાબર મિક્સ કરી લેશું.

તો તૈયાર છે આપડો ગરમા ગરમ ખાટો લોટ જેને સર્વિંગ બાઉલ માં લઈ અને તેના પર અથાણાં નો મસાલો નાખી અને સર્વ કરીશું.

નીચે પણ આવીજ સ્વાદિષ્ટ રેસીપી આપી છે તે પણ જુઓ

Advertisement