ઘઉં ના જવારા નો જ્યુસ અનેક બીમારીઓ નો રામબાણ – Ghau na javara juice

ghau na javara na juice na fayda in Gujarati - જવારા નો રસ પીવાના ફાયદા - ઘઉં ના જવારા નો જ્યુસ ના ફાયદા
Advertisement

આપણે ઘઉં ના લોટ ની રોટલી તો ખાઈએ જ છીએ. પરંતુ ક્યારેય ઘઉં ને જ્યુસ ના સ્વરૂપ માં ઉપયોગ કર્યો છે? હા જ્યુસ ના રૂપ માં. ઘઉં નો જ્યુસ નહિ પરંતુ ઘઉં ના જવારા નો જ્યુસ. હા જવારા નો જ્યુસ,આજે અમે તમને, જવારા રસ પીવાના ફાયદા, ઘઉં ના જવારા નો જ્યુસ ના ફાયદા,Ghau na javara na juice na fayda in Gujarati  વિશે મહતવપૂર્ણ માહિતી આપીશું.

ઘઉં ના જવારા નો જ્યુસ ના ફાયદા – Ghau na javara na juice na Fayda 

આજકાલ દરેક આયુર્વેદિક સ્ટોર માં ઘઉં ના આ જવારા નો જ્યુસ મળે છે. આયુર્વેદ માં તો તેને સંજીવની નામ આપવામાં આવ્યું છે. નાના થી લઇ ને મોટા મોટા રોગો માં જવારા નો જ્યુસ લાભકારક નીવડે છે. ચાલો જણાવીએ તમને કે ઘઉં ના જવારા નો જ્યુસ પીવાથી કઈ કઈ બીમારીઓ માં ફાયદો થાય છે.

કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદરૂપ થાય છે.

આપણા શરીર માં કોલેસ્ટ્રોલ હોવું જરૂરી છે, પણ એવું કોલેસ્ટ્રોલ નહિ કે જે આપણા લોહી ના પ્રવાહ ને રોકે. લોહી ને જાડુ કરે. જેનાથી હૃદય રોગ નો ખતરો રહે.જે વ્યક્તિઓ ને આ હૃદયરોગ ની બીમારી છે તેવી વ્યક્તિઓ એ આ ઘઉં ના જવારા નો જ્યુસ નિયમિત સવારે પીવો જોઈએ.

Advertisement

કેન્સર માટે છે રામબાણ ઈલાજ.

જવારા ના જ્યુસ માં એન્ટી ઓક્સીડેન્ટ ભરપૂર માત્ર માં હોય છે. માટે જ કહેવામાં આવે છે કે આ જ્યુસ કેન્સર ની કોશિકાઓ ને મારવામાં મદદરૂપ સાબિત થાય છે. મોઢા ના કેન્સર માં પણ આ જ્યુસ અસર કરે છે.

ડાયાબીટીસ માં ફાયદો કરે છે – Ghau na javara juice fayda

જો આપણા શરીર માં લાંબા સમય સુધી હાઈ બ્લડ શુગર ની તકલીફ રહે છે તો તે આપણા  શરીર ની સીસ્ટમ ને નુકસાન પહોચાડી શકે છે. ડાયાબીટીસ વાળી વ્યક્તિઓએ ઘઉં ના જવારા નો જ્યુસ નિયમિત પીવો જોઈએ. જેનાથી જરૂર ફાયદો કરે છે.

સંધી વા માં જરૂર થી સેવન કરો.

જવારા ના જ્યુસ માં સંધી વા ને કારણે થયેલા સોજા ને ઘટાડવાની ક્ષમતા રહેલી છે.સાથે  જ તેના રસ ને સોજા વારી જગ્યા એ બાંધવાથી દુખાવમાં અને સોજા માં ખુબ જ રાહત મળે છે,Ghau na javara na juice na fayda.

જવારા રસ પીવાના ફાયદા – વજન ઓછું કરવામાં મદદરૂપ થાય છે

ઘઉં ના જવારા નો જ્યુસ પચવામાં સરળ હોય છે. જેથી તમે જેટલું ખાસો એ જલ્દી થી પછી જાય છે. આ જ્યુસ માં થાઈલાકોઈડસ નામનું તત્વ હોય છે. જે વ્યક્તિ ની ભૂખ ને સંતોષવાનું કામ કરે છે.

વધારે પડતો ચરબી યુક્ત આહાર  જો લેવાઈ ગયો હોય તો તેને પણ પચાવવામાં મદદ કરે છે.આ જ્યુસ માં કેલેરી ની માત્રા સાવ જ ઓછી હોય છે એટલે જ ફેટ વધતો નથી અને મેટાબોલીઝમ વધારે છે અને વજન ઘટાડવામાં સરળતા રહે છે.

બ્લડ પ્રેશર ને જલ્દી થી ઓછું કરે છે.

નિયમિત આ જ્યુસ પીવાથી બ્લડ પ્રેશર ઓછુ કરી શકો છો. આ જ્યુસ લોહી ને શુધ્ધ કરવામાં મદદ કરે છે.ઘઉં ના જવારા ના જ્યુસ માં ક્લોરોફીલ મોલીક્યુલ નામનું તત્વ શરીર માં રહેલા હિમોગ્લોબીન જેવું જ હોય છે. જે તમારા બ્લડ સેલ્સ વધારવા માં મદદ કરે છે.

લીવર સંબંધિત સમસ્યા માં ફાયદાકારક – Ghau na javara juice Fayda

જેવું કે ઉપર જ જોયું કે આ જ્યુસ માં ક્લોરોફીલ નામનું તત્વ હોય છે. ઘઉં ના જવારા નું જ્યુસ લીક્વીડ ફોમ માં હોય છે જેનાથી એ આપણી શરીર ની નસે નસે માં જાય છે અને શરીર માં રહેલા નક્કામાં તત્વો ને જલ્દી થી બહાર ફેકી દે છે.

ક્લોરોફીલ લીવર ની સફાઈ અને તેને શુધ્ધ કરવામાં મદદ કરે છે. માટે જ આ જ્યુસ પીવો ખુબ જ ફાયદાકારક છે.

જવારા રસ પીવાના ફાયદા સ્કીન અને વાળ માટે.

જવારા ના જ્યુસ માં વિટામીન- કે વિટામીન- ઈ પ્રોટીન ભરપૂર માત્રા માં હોય છે. દરરોજ એક ગ્લાસ ઘઉંના જવારા નો જ્યુસ પીવાથી ખરતા વાળ ની સમસ્યા માં ફાયદો થાય છે.

આ જ્યુસ પીવાથી સ્કીનમાં પણ ગ્લો આવે છે. તમેં જવારા ના જ્યુસ માં થોડુક મધ નાખી ને ચહેરા પર લગાવી શકો છો. 

ધ્યાન મા લેવા જેવી બાબત

આમ તો આ એક આયુર્વેદિક ઔષધી છે, તેથી તેની  કોઈ સાઈડ ઈફેક્ટ નથી હોતી, પરંતુ જો જાણકારી ના અભાવે ઉપયોગ કરવામાં આવે તો નુકસાન થઇ શકે છે.

જેવી કે જો તમને જ્યુસ પીધા પછી ઉલટી જેવું લાગે, માથામાં દુખાવો થવા લાગે, ઝાડા જેવું થાય તો તમારે આ જ્યુસ પીવું જોઈએ નહિ,, અથવા તો આયુર્વેદિક ડોક્ટર ની સલાહ લઇ ને પીવું જોઈએ.

ગર્ભવતી મહિલાઓ અને બાળક ને દૂધ પીવડાવતી મહિલાઓ એ ઘઉં ના જવારા નો જ્યુસ પીવો જોઈએ નહિ.

જવારા નો જ્યુસ કેટલા પ્રમાણ માં અને ક્યારે પીવો જોઈએ?

જો તમે ઘરે જ ઉગાડેલા ઘઉં ના જવારા નો જ્યુસ પીવો છો તો મતલબ કે તાજો જ્યુસ પીવો છો તો. જ્યુસ  કાઢ્યા પછી ઘુટળે ઘુટળે પીવો.

શરૂઆત ૨૫ થી ૫૦ મિલી થી કરવી.

સાધારણ દિવસ માં ૧૦૦મિલિ રસ પીવો.

ગંભીર બીમારી માં માત્રા વધારી ને ૨૫૦ થી ૩૦૦મિલિ કરવી.

વહેલી સવારે ભૂખ્યા પેટે જ્યુસ પીવો.

જ્યુસ પીધાના એક કલાક પછી જ નાસ્તો કરવો.

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

આયુર્વેદિક ઉપચાર ગુજરાતી | ઘરેલુ ઉપચાર | ઘરેલુ નુસ્ખા | દાદીમાં નું વૈદું | health tips in Gujarati | હેલ્થ ટીપ્સ વાંચવા અહી ક્લિક કરો જ્યાં ઘણી બધી માહિતી છે

ગાજર ના ફાયદા | ગાજર ખાવાના ફાયદા | gajar na fayda | gajar khavana fayda | carrot benefits in gujarati

પપૈયાના પાનનો રસ નો ઉપયોગ | પપૈયાના પાન ના ફાયદા | પપૈયાના પાનનો ઉપયોગ | papaya na pan no ras no upyog | papaya na pan na fayda

મીઠા લીમડા ના ફાયદા | મીઠા લીમડા ના જ્યુસ ના ફાયદા | મીઠા લીમડા વિશે માહિતી | mitha limda na fayda

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,

કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement