ઘઉં ના લોટ ના બિસ્કીટ બનાવવાની રીત | Ghau na lot na Biscuit banavani rit

ઘઉં ના લોટ ના બિસ્કીટ બનાવવાની રીત - Ghau na lot na Biscuit banavani rit
Image credit – Youtube/Ghar Ka Zayka
Advertisement

જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે ઘઉં ના લોટ ના બિસ્કીટ બનાવવાની રીત – Ghau na lot na Biscuit banavani rit શીખીશું, do subscribe Ghar Ka Zayka YouTube channel on YouTube If you like the recipe , આને ઘઉં ના લોટ ની મઠરી પણ કહી શકાય. આજે આપણે વગર બેક કરીએ ઘઉં ના લોટ ના બિસ્કીટ બનાવીશું. એકદમ ખસ્તા અને ટેસ્ટી બને છે. સાથે ખૂબ જ ઓછી સામગ્રી થી તૈયાર થઈ જાય છે. એક વાર બનાવ્યા પછી તમે આ બિસ્કીટ ને પંદર દિવસ સુધી સ્ટોર કરી ને પણ રાખી શકો છો. તો ચાલો આજે આપણે ઘરે ઘઉં ના લોટ ના બિસ્કીટ બનાવતા શીખીએ.

ઘઉં ના લોટ ના બિસ્કીટ બનાવવા જરૂરી સામગ્રી

  • ખાંડ ૧/૨ કપ
  • સોજી ૧/૪ કપ
  • દૂધ ૧/૨ કપ
  • ઘી ૩ ચમચી
  • એલચી ની પાવડર ૧/૨ ચમચી
  • મીઠું ૧ ચપટી
  • ઘઉં નો લોટ ૨ કપ
  • સફેદ તલ ૨ ચમચી

ઘઉં ના લોટ ના બિસ્કીટ બનાવવાની રીત

ઘઉં ના બિસ્કીટ બનાવવા માટે સૌથી પહેલા એક મિક્સર જાર લ્યો. હવે તેમાં ખાંડ અને સોજી નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો. ત્યાર બાદ તેને એક મોટા બાઉલમાં માં કાઢી લ્યો.

હવે તે બાઉલમાં દૂધ નાખો. હવે તેને  વિસ્ક ની મદદ થી સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર પછી તેમાં એલચી નો પાવડર અને એક ચપટી મીઠું નાખો. હવે ફરી થી તેને મિક્સ કરી લ્યો.

Advertisement

હવે તેમાં સફેદ તલ અને ઘઉં નો લોટ નાખી. સરસ થી લોટ ને ગુંથી લ્યો. લોટ ટાઈટ ગુંથવો. જેથી બિસ્કીટ સરસ થી તૈયાર થઈ શકે. ત્યાર બાદ ગૂંથેલા લોટ પર તેલ લગાવી તેને ઢાંકી ને પાંચ થી સાત મિનિટ રેસ્ટ કરવા દયો.

ત્યારબાદ  પાંચ થી સાત મિનિટ પછી લોટ ને ફરી થી ગુંથી લ્યો. હવે બે હાથ ની મદદ થી તેનો એક લાંબો રોલ બનાવી લ્યો. ત્યાર પછી અને પાટલા ઉપર રાખી હાથ થી થોડું પ્રેસ કરી ને ચપટું કરી લ્યો. એક ઇંચ જેટલી થીકનેસ રહે એટલું ચપટું કરી લેવું.

ત્યાર બાદ ચાકુ ની મદદ થી વચ્ચે એક કટ લગાવી લ્યો. આ રીતે તેના બે ભાગ કરી દયો. હવે એક ભાગ ને સાઈડ પર રાખો. હવે એક ભાગ ને પાટલા ઉપર સરસ થી રાખી ને ચાકુ ની મદદ થી ક્રોસ માં કટ લગાવતા જાવ. ત્યાર બાદ તે બધા પીસ ને એક પ્લેટ માં રાખી લ્યો. આ રીતે બીજા ભાગ ના પણ પીસ કરી ને એક પ્લેટ માં રાખી લ્યો.

હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તળવા માટે તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં પીસ કરી ને રાખેલા બિસ્કીટ ને તેમાં નાખો. હવે તેને ધીમા તાપે બને બાજુ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સરસ થી તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. આવી રીતે બધા જ બિસ્કીટ તળી ને તૈયાર કરી લ્યો.

હવે તૈયાર છે ઘઉં ના લોટ ના બિસ્કીટ. હવે તેને એર ટાઈટ કન્ટેનર માં સ્ટોર કરી ને રાખી શકો છો. અને સાંજ ન સમયે ચાય સાથે કે ક્યારે પણ હરતા ફરતા ઘઉં ના લોટ ના બિસ્કીટ ખાવાનો આનંદ માણી શકો છો.

Ghau na lot na Biscuit recipe notes

  • આ બિસ્કીટ ને લાંબા સમય માટે સ્ટોર કરી ને રાખવા હોય તો દૂધ ની જગ્યા એ પાણી નો ઉપયોગ કરવો.
  • આ બિસ્કીટ ના મિશ્રણ માં તમે નારિયલ નો ચૂરો પણ નાખી શકો છો.
  • ઘી  ની જગ્યા એ તમે તેલ કા તો બજાર માં મળતું વનસ્પતિ ઘી નો પણ ઉપયોગ કરી શકો છો.
  • આ બિસ્કીટ ને તમને તળવા ની જગ્યા એ બેક કરવું હોય તો અડધા કપ ઘી ની જગ્યા એ એક કપ ઘી અને અડધી ચમચી બેકિંગ પાઉડર નાખવો.

Ghau na lot na Biscuit banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Ghar Ka Zayka ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

ટામેટા ની પ્યુરી બનાવવાની રીત | Tameta ni Puree banavani rit | Tameta Puree recipe in gujarati

સોજી બટાકા ના પરોઠા બનાવવાની રીત | Soji bataka na parotha banavani rit

ફણગાવેલ મગ અને સીંગદાણા નો સલાડ | Fangavel mag ane Singdana no salad

કાચા કેળા ની ફ્રેંચ ફ્રાઈસ બનાવવાની રીત | Kacha kela na french fries banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement