જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે ઘઉં ના લોટ ના પોકેટ ચીઝ પકોડા બનાવવાની રીત – Ghau na lot na pocket cheese pakoda banavani rit શીખીશું, do subscribe Suvidha Net Rasoi YouTube channel on YouTube If you like the recipe , ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને બનાવું પણ ખૂબ જ સરળ છે. જે લોકો સમોસા કે પકોડા ખાવા ના શોખીન છે તે લોકો એક વાર જો આ પકોડા ખાઈ લીધા તો એ તમારા વખાણ કરતા નહીં થાકે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. તો ચાલો આજે આપણે ઘરે ઘઉં ના લોટ ના પોકેટ ચીઝ પકોડા બનાવતા શીખીએ.
ઘઉં ના લોટ ના પોકેટ ચીઝ પકોડા બનાવવા જરૂરી સામગ્રી
- ઘઉં નો લોટ 1 કપ
- મીઠું સ્વાદ પ્રમાણે
- ફિલીંગ બનાવવાની સામગ્રી
- બાફેલા બટેટા 2
- ઝીણા સુધારેલા લીલાં ધાણા 2 ચમચી
- જીરું ½ ચમચી
- આખા લાલ મરચાં કૂટેલા ½ ચમચી
- આમચૂર પાવડર ½ ચમચી
- ઝીણા સુધારેલા લીલાં મરચાં 1
- મીઠું સ્વાદ પ્રમાણે
- ઝીણી સુધારેલી ડુંગળી 1
- પકોડા કોટિંગ કરવાની સામગ્રી
- મેંદો 4 ચમચી
- સફેદ તલ 1 ચમચી
- આખા લાલ મરચાં કુટેલાં ½ ચમચી
- ઝીણા સુધારેલા લીલાં ધાણા 1 ચમચી
- પાણી જરૂર મુજબ
- ચીઝ ક્યૂબ 2
- ટોમેટો કેચઅપ
- ગ્રીન ચટણી
ઘઉં ના લોટ ના પોકેટ ચીઝ પકોડા બનાવવાની રીત
ઘઉં ના લોટ ના પોકેટ ચીઝ પકોડા બનાવવા માટે સૌથી પેહલા આપણે લોટ ગુંથી લેશું.
સૌથી પેહલા એક બાઉલ માં ઘઉં નો લોટ લ્યો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં થોડું થોડું પાણી નાખતા જાવ અને સરસ થી ટાઈટ લોટ ગુંથી લ્યો. ત્યાર બાદ તેને ઢાંકી ને સેટ થવા દયો.
ફિલીંગ બનાવવાની રીત
ફિલીંગ તૈયાર કરવા માટે સૌથી પેહલા એક બાઉલ માં બાફેલા બટેટા લ્યો. હવે તેને સરસ થી મેસ કરી લ્યો. હવે તેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા, આખા લાલ મરચાં કુટેલા, જીરું, આમચૂર પાવડર, ઝીણા સુધારેલા લીલાં મરચાં, ઝીણી સુધારેલી ડુંગળી અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તૈયાર છે આપણું પોકોડા માટેનું ફિલીંગ.
પકોડા ને કોટીંગ તૈયાર કરવાની રીત
સૌથી પેહલા એક બાઉલ માં મેંદો લ્યો. હવે તેમાં થોડું થોડું પાણી નાખતા જાવ અને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. એક સ્લરી તૈયાર કરી લ્યો. હવે તેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા, સફેદ તલ અને આખા લાલ મરચાં કુટેલા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તૈયાર છે આપણું પકોડા નું કોટીગ.
ઘઉં ના લોટ ના પૉકેટ ચીઝ પકોડા બનાવવાની રીત
ઘઉં ના લોટ ના પૉકેટ ચીઝ પકોડા બનાવવા માટે સૌથી પેહલા સેટ કરવા માટે રાખેલા લોટ ને ગુંથી ને એક લુવો બનાવી લ્યો. બધો જ લોટ લઈ લેવો.
હવે તેને કોરો લોટ લગાવી ઓવેલ સેપ માં વણી લ્યો. હવે ચાકુ ની મદદ થી તેની ચારે બાજુ ને થોડી કટ કરી લ્યો. હવે તેની ઉપર બટેટા ના ફિલીંગ નાખો. હવે તેને સરસ થી ચારે બાજુ ફેલાવી દયો. હવે તેની ઉપર ટોમેટો કેચઅપ લગાવી લ્યો. ત્યાર બાદ તેની ઉપર ગ્રીન ચટણી લગાવો.
ત્યારબાદ હવે તેને ઊભા બે કટ લગાવો અને આડા ત્રણ કટ લગાવી લ્યો. હવે આપણે ચોરસ પીસ મળશે. હવે દરેક ની ઉપર ચીઝ ક્યૂબ માંથી ચીઝ ની સ્લાઈસ કરી ને મૂકો. હવે તેને ફોલ્ડ કરી ને કિનારી દબાવી દયો. આવી રીતે બધા પોકેટ બનાવી ને તૈયાર કરી લ્યો.
હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે પોકેટ ને સ્લરી માં ડૂબવી ને સરસ થી કોટ કરી લ્યો. ત્યાર બાદ તેને તળવા માટે તેલ માં નાખો. હવે તેને બને તરફ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સરસ થી તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. આવી રીતે બધા પકોડા બનાવી ને તૈયાર કરી લ્યો.
હવે તૈયાર છે આપણા ટેસ્ટી ઘઉં ના લોટ ના પોકેટ ચીઝ પકોડા. હવે તેને સોસ કે ગ્રીન ચટણી સાથે સર્વ કરો અને ગરમા ગરમ ઘઉં ના લોટ ના પોકેટ ચીઝ પકોડા ખાવા નો આનંદ માણો.
Ghau na lot na pocket cheese pakoda notes
- ફિલીંગ ઉપર ટોમેટો કેચઅપ ની જગ્યા એ તમે સેઝવન સોસ કે પીઝા પાસ્તા સોસ લગાવી શકો છો.
- ફિંલ્લિંગ માં તમે બાફેલા કે ફ્રોઝેન વટાણા નાખી શકો છો.
Ghau na lot na pocket cheese pakoda banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Suvidha Net Rasoi ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
દાળ પાલક નું શાક અને મટર પુલાવ બનાવવાની રીત | Daal palak nu shaak ane matar pulav banavani rit
લીલા મરચાં નું શાક બનાવવાની રીત | Lila marcha nu shaak banavani rit
અંબે દાલ બનાવવાની રીત | Ambe daal banavani rit | Ambe daal recipe in gujarati
સફરજન ચાટ બનાવવાની રીત | Safarjan chat banavani rit
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે