નમસ્તે મિત્રો આજે આપણે ઘઉં ના લોટ ની ખારી બનાવવાની રીત – ghau na lot ni khari banavani rit શીખીશું. do subscribe Food Connection YouTube channel on YouTube If you like the recipe આ ખારી બનાવવા આપણે વનસ્પતિ ઘી કે માખણ નો ઉપયોગ નહિ કરીએ છતાં પણ ખારી ઘણા બધા પડ વારી બનશે અને આજ ઓવેન અને કડાઈ માં બને રીતે ખારી બનાવવાની રીત શીખીએ તો ચાલો જાણીએ ghau na lot ni khari recipe in gujarati – ઘઉંના લોટની ખારી બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.
ઘઉં ના લોટ ની ખારી બનાવવા જરૂરી સામગ્રી
- ઘઉંનો લોટ 1 ½ કપ
- અજમો ½ ચમચી
- ઘી 2 +3 -4 ચમચી
- લીંબુનો રસ ½ ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- કોર્ન ફ્લોર / મેંદા નો લોટ/ ઘઉંનો લોટ 2-3 ચમચી
- પાણી જરૂર મુજબ
ઘઉં ના લોટ ની ખારી બનાવવાની રીત | ghau na lot ni khari recipe in gujarati
ઘઉંના લોટની ખારી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ઘઉં નો લોટ ચાળી ને લ્યો એમાં હાથ થી મસળી અજમો , સ્વાદ મુજબ મીઠું, લીંબુનો રસ અને ઘી બે ચમચી નાખી મસળી બરોબર ઘી ને લોટ મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડું પાણી નાખી રોટલીના લોટ જેવો નરમ લોટ બાંધી લ્યો
બાંધેલા લોટ ને બે ત્રણ મિનિટ બરોબર મસળી લ્યો ત્યાર બાદ એને ઢાંકી ને દસ પંદર મિનિટ સુધી એક બાજુ મૂકો અને બીજા વાટકામાં કોર્ન ફ્લોર/ ઘઉંનો લોટ/ મેંદા નો લોટ લ્યો એમાં ત્રણ ચાર ચમચી ઘી નાખી મિક્સ કરી સ્લડી બનાવી લ્યો
પંદર મિનિટ પછી ફરી લોટ ને બે મિનિટ મસળી લ્યો અને એના એક સરખા છ થી આઠ ભાગ કરી લુવા બનાવી લ્યો
ત્યાર બાદ કોરો લોટ અથવા તેલ લગાવી સાવ પાતળી રોટલી બનાવી લ્યો આમ બધી રોટલી બનાવી ને તૈયાર કરો ને રોટલી એક બીજામાં ચોંટે નહિ એ માટે વચ્ચે કોરો લોટ છાંટી દેવો
હવે એક રોટલી લ્યો એના પર તૈયાર સ્લડિ લગાવો એના પર બીજી રોટલી મૂકો અને એના પર પણ સ્લડી લગાવો આમ એક ઉપર એક રોટલી મૂકીને સ્લડી લગાવો અને છેલ્લે બુક ફોલ્ડ જેમ ફોલ્ડ કરી સ્લડી લગાવો ને ચોરસ ફોલ્ડ તૈયાર કરી ફ્રીઝ માં એક કલાક મૂકો
કલાક પછી વેલણ વડે હલકા હાથે રોટલા જેટલી જાડી વણી લ્યો અને એની ચારે બાજુ ચાકુ કે પીઝા કટર થી કટ કરો ને ત્યાર બાદ એના કટકા કરી લ્યો અને ગ્રીસ કરેલ પ્લેટ કે પ્લેટ માં બટર પેપર મૂકી એમાં ખારી ના પીસ મૂકો ને બચેલ પીસ ફ્રીઝ માં મૂકી દયો
હવે ગેસ પર એક કડાઈમાં કાંઠો મૂકી ઢાંકી દસ મિનિટ ગરમ કરો કડાઈ ગરમ થાય એટલે એમાં પ્લેટ મૂકી દસ મિનિટ મિડીયમ તાપે વીસ મિનિટ બેક કરી ચડાવો
ત્યાર બાદ ઉથલાવી બીજી દસ મિનિટ બેક કરી ચડાવી લ્યો અને ત્યાર બાદ કઢીનલ્યો ને બીજી ખારી ને બેક કરવા મૂકો આમ બધી ખારી બેક કરી લ્યો
અથવા જો ઓવેન માં મૂકવી હોય તો ઓવેનને 180 ડિગ્રી માટે દસ મિનિટ પ્રિ હિટ કરો ત્યાર બાદ ટ્રે માં ખારી ના પીસ મૂકી ટ્રે ને ઓવેન માં મૂકી વીસ મિનિટ બેક કરી લ્યો અને ખારી બરોબર ચડી જાય એટલે બહાર કાઢી લ્યો અને ઠંડી થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લેવી તો તૈયાર છે ઘઉંના લોટની ખારી
ghau na lot ni khari banavani rit | ghau na lot ni khari recipe
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Food Connection ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
નાનખટાઈ બનાવવાની રીત | Nankhatai recipe in Gujarati | nankhatai banavani rit
ખોબા રોટી બનાવવાની રીત | khoba roti banavani rit | Khoba roti recipe in gujarati
અંજીર હલવો બનાવવાની રીત | anjir halvo banavani rit | anjir halva recipe in gujarati
મોતીચુર લાડુ બનાવવાની રીત | motichur na ladu banavani rit
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે