નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Cook with sarabjit YouTube channel on YouTube આજે આપણે ઘઉં ના લોટ ની મઠરી બનાવવાની રીત – ghau na lot ni mathri banavani rit શીખીશું. મઠરી ઓમ તો મેંદા ના લોટ માંથી બનતી હોય છે પણ આજ મઠરી નું હેલ્થી બનાવવાની રીત શીખીએ તો ચાલો જાણીએ ઘઉંના લોટની મઠરી – ghau na lot ni mathri recipe in gujarati બનાવવા કઈ કઈ સામગ્રી જોઈશે.
ઘઉં ના લોટ ની મઠરી બનાવવા જરૂરી સામગ્રી | ghau na lot ni mathri ingredients
- ઘઉંનો લોટ 2 કપ
- સોજી ½ કપ
- મીઠું સ્વાદ મુજબ
- મરી ½ ચમચી
- કસુરી મેથી 2-3 ચમચી
- અજમો 1 ચમચી
- તેલ 6-7 ચમચી
- તરવા માટે તેલ
- પાણી જરૂર મુજબ
ઘઉં ના લોટ ની મઠરી બનાવવાની રીત | ghau na lot ni mathri recipe in gujarati
ઘઉંના લોટની મઠરી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ઘઉંનો લોટ ચારી ને લ્યો એમાં સોજી સાફ કરી ને લ્યો હવે એમાં મેથી ને હાથ થી મસળી ને નાખી દયો ત્યાર બાદ અજમો હાથથી મસળી ને નાખો ત્યાર બાદ સ્વાદ મુજબ મીઠું ને અધ કચરી પીસેલી મરી નાખી ને બરોબર મિક્સ કરી લ્યો
હવે એમા પાંચ છ ચમચી તેલ નાખી ને લોટ બરોબર મિક્સ કરી બને હાથ થી મસળી લ્યો ત્યાર બાદ થોડું થોડુ પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ ને ચાર પાંચ મિનિટ બરોબર મસળી લ્યો ત્યાર બાદ ઢાંકણ ઢાંકી ને કે પછી ભીનું કરી નીચોવેલ કપડું ઢાંકી ને પંદર વીસ મિનિટ સુધી એક બાજુ મૂકો
વીસ મિનિટ પછી લોટ માંથી જે સાઇઝ ની મઠરી બનાવવી હોય એ સાઇઝ ના લુવા બનાવી લ્યો ને લુવા ને બે હાથ ની હથેળી વચ્ચે બરોબર દબાવી લ્યો ને ફોક ચમચી કે ટૂથ પિકથી કાણા કરી લ્યો આમ બધી મઠરી ને હથેળી વચ્ચે દબાવી એક સરખી ચપટી કરી લ્યો ને કાણા કરી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી નાખો હવે એમાં જેટલી એક સાથે આવી શકે એટલી મઠરી નાખો ને મઠરી નાખ્યા ને બે ત્રણ મિનિટ પછી ઝારા ની મદદ થી મઠરી ને ઉથલાવી લ્યો ને મિડીયમ તાપે બને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તરી લ્યો
મઠરી ગોલ્ડન તરી લીધા બાદ એને કાઢી લ્યો ને બીજી મઠરી ને તરવા માટે નાખો ને એને પણ બને બાજુ ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તરી લ્યો આમ બધી મઠરી ને તરી લ્યો ને તૈયાર મઠરી ને ઠંડી થવા દયો મઠરી ઠંડી થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લેવી ને ગરમ ગરમ ચા દૂધ સાથે સવાર સાંજ ના નાસ્તામાં કે પ્રવાસમાં મજા લ્યો ઘઉંના લોટની મઠરી
ghau na lot ni mathri banavani rit video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Cook with sarabjit ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
મેંગો સુજી કેક બનાવવાની રીત | mango suiji cake banavani rit | mango suji cake recipe in gujarati
પ્રોટીન સલાડ બનાવવાની રીત | protein salad banavani rit | protein salad recipe in gujarati
વઘારેલી રોટલી બનાવવાની રીત | vaghareli rotli banavani rit | vaghareli rotli recipe in gujarati
બેસન ના પુડલા બનાવવાની રીત | besan na pudla banavani rit | besan na pudla recipe in gujarati
બટેકા ના ભજીયા બનાવવાની રીત | batata na bhajiya banavani rit | batata na bhajiya recipe in gujarati
કચ્છી સમોસા બનાવવાની રીત | kutchi samosa banavani rit | kutchi samosa recipe in gujarati
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે