નમસ્તે મિત્રો આજે આપણે રેસ્ટોરેન્ટ સ્ટાઈલ ઘઉં ના લોટ ની તંદુરી રોટલી બનાવવાની રીત – ghau na lot ni tandoori rotli banavani rit શીખીશું. do subscribe Hebbars Kitchen YouTube channel on YouTube If you like the recipe આપણે બહાર જઈ તંદુર રોટી જરૂર મંગાવતા હોઈએ છીએ પણ આજ આપણે ઘરે એજ તંદૂરી રોટી બનાવશું પણ આજ આપણે ઘઉં ના લોટ માંથી એ તૈયાર કરીશું જે ખાવા માં ટેસ્ટી તો લાગશે સાથે હેલ્થી પણ છે તો ચાલો જાણીએ ઘઉં ના લોટ માંથી તંદૂરી રોટી બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.
ઘઉં ના લોટ ની તંદુરી રોટલી બનાવવા જરૂરી સામગ્રી
- ઘઉંનો લોટ 2 ½ કપ
- ખાંડ 1 ચમચી
- બેકિંગ પાઉડર 1 ચમચી
- બેકિંગ સોડા ¼ ચમચી
- મીઠું સ્વાદ મુજબ દહી ½ કપ
- પાણી જરૂર મુજબ
- તેલ 2-3 ચમચી
ઘઉં ના લોટ ની તંદુરી રોટલી બનાવવાની રીત
ઘઉં ના લોટ માંથી તંદૂરી રોટી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ઘઉંનો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા અને દહી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડુ પાણી નાખી નરમ લોટ બાંધી લ્યો
બાંધેલા લોટ માં બે ચમચી તેલ નાખી ફરી મસળી લ્યો ત્યાર બાદ તેલ લગાવી અડધા થી એક કલાક ઢાંકી ને એક બાજુ મૂકો એક કલાક પછી ફરી લોટ ને મસળી લઈ એમાંથી લુવા કરી એક બાજુ મૂકો
હવે ગેસ પર એક તવી ને ગરમ કરવા મૂકો તવી ગરમ થાય ત્યાં સુધી એક લુવો લ્યો ને ત્યાર બાદ કોરા લોટ સાથે રોટલી થી થોડી જાડી વણી લ્યો ત્યાં બાદ પાણી લગાવો અને પાણી વારો ભાગ તવી પ્ર મૂકી હલકા હાથે દબાવી ને મિડીયમ તાપે ચડવા દયો
રોટી નીચે ના ભાગે થોડી ચડી જાય ને ઉપર ના ભાગ માં ફુગ્ગા થવા લાગે એટલે તવી ને હાથા વડે કે સાણસી વડે ઉથલાવી ને ગેસ પર ફેરવી ફેરવી ને ચડાવી લ્યો ત્યાર બાદ તવી સીધી કરી લ્યો અને તવીથા થી ઉખાડી લ્યો અને ઘી લગાવી લ્યો
બીજી રોટી ને વણી પાણી લગાવી એને પણ થોડી ચડાવી ઉથલાવી શેકી લ્યો ને એને પણ ઉખાડી ઘી લગાવી લ્યો આમ ગરમ ગરમ તંદૂરી રોટી તૈયાર કરો ને ઘી લગાવી સર્વ કરો ઘઉં ના લોટ માંથી તંદૂરી રોટી.
ghau na lot ni tandoori rotli banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Hebbars Kitchen ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
કોળા નો સૂપ બનાવવાની રીત | kola nu soup banavani rit | kola nu soup recipe in gujarati
રીંગણ ના ભજીયા બનાવવાની રીત | ringan na bhajiya banavani rit | ringan na bhajiya recipe in gujarati
મીઠી મઠરી બનાવવાની રીત | meethi mathri banavani rit | meethi mathri recipe in gujarati
મમરા ના પૌવા બનાવવાની રીત | mamra na pauva banavani rit | mamra na pauva recipe in gujarati
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે