નમસ્તે મિત્રો આજે આપણે ઘી ના ખૂર્ચન માંથી બરફી બનાવવાની રીત – Ghee na khurchun mathi barfi banavani rit શીખીશું, do subscribe Sangeeta’s Corner YouTube channel on YouTube If you like the recipe , ઘી બનાવ્યા બાદ બચેલ માવા ને ઘણા ખુર્ચન કહે છે ઘણા કીટુ પણ કહે છે તો ઘણા ઘી નો બચેલ માવો પણ કહે છે આપણે ઘરે ઘી બનાવી લીધા બાદ બચેલ કીટુ કે ખૂર્ચન ને ફેંકી દેતા હોઈએ છીએ પણ આજ આપણે એમાંથી ખૂબ સ્વાદિષ્ટ મીઠાઈ બનાવશું તો ચાલો જાણીએ Ghee na khurchun mathi barfi recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.
ઘી ના ખૂર્ચન માંથી બરફી બનાવવા જરૂરી સામગ્રી
- બેસન / ઘઉં નો લોટ ½ કપ
- ઘી ની ખૂર્ચન 1 કપ
- દૂધ ½ કપ
- ખાંડ ½ કપ
- એલચી પાઉડર 2-3 ચપટી
- ઘી 1 ચમચી
- કાજુ, બદામ અને પીસ્તા ની કતરણ 2-3 ચમચી
ઘી ના ખૂર્ચન માંથી બરફી બનાવવાની રીત | Ghee na khurchun mathi barfi recipe in gujarati
ઘી ના ખૂર્ચન માંથી બરફી બનાવવા સૌપ્રથમ આઠ થી દસ દિવસ ની મલાઈ માંથી ઘી બનાવ્યા બાદ ઘી ને ગાળી લ્યો ને જે ખુરચન બચે એને એક બાજુ મૂકો ( આ ખુરચન તમે દસ દિવસ થી વધારે મુકેલ મલાઈ કે ખાટી લાગતી ખૂર્ચન માંથી ના બનાવજો ) હવે એક કડાઈમાં એક ચમચી ઘી લ્યો એમાં બેસન / ઘઉંનો લોટ લઈ ધીમા તાપે હલાવી ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લ્યો
શેકેલ લોટ ને બીજા વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ એજ કડાઈમાં દૂધ નાખો ને સાથે ખૂરચન અને ખાંડ નાખી મિક્સ કરી પાંચ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ એમાં શેકેલ બેસન / ઘઉંનો લોટ નાખી ધીમા તાપે મિક્સ કરી લ્યો
બધી સામગ્રી બરોબર મિક્સ થઈ જાય ત્યાર બાદ ધીમા તાપે હલાવતા રહો ને પાંચ સાત મિનિટ શેકી લ્યો મિશ્રણ કડાઈ મુકવા લાગે ત્યાં સુંધી હલાવતા રહી શેકો બરફી નું મિશ્રણ બરોબર શેકાઈ જાય ને કડાઈ મૂકે એટલે ગેસ બંધ કરી નાખો
બરફી ના મિશ્રણ ને એક થાળી માં કાઢી એક સરખું ફેલાવી ને થોડી દબાવી લ્યો ને ઉપર થી કાજુ, બદામ અને પીસ્તા ની કતરણ છાંટી થોડી દબાવી લ્યો ને ઠંડી થવા એક બે કલાક મૂકો બે કલાક બાદ ચાકુથી ચોરસ કે ડાયમંડ કાપા પાડી લ્યો તો તૈયાર છે ઘી ની ખૂર્ચન માંથી બરફી
Ghee na khurchun mathi barfi banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sangeeta’s Corner ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
બ્રોકલી બેસન નું શાક બનાવવાની રીત | Broccoli besan nu shaak banavani rit
લાલ મરચા નુ અથાણુ | lal marcha nu athanu banavani rit | lal marcha nu athanu recipe in gujarati
કોબી ગાજર નો સંભારો બનાવવાની રીત | kobi gajar no sambharo banavani rit
દલીયા ખીચડી બનાવવાની રીત | daliya khichadi banavani rit | daliya khichadi recipe in gujarati
કુલેર બનાવવાની રીત | kuler banavani rit | kuler recipe in gujarati
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે