નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Hebbars Kitchen YouTube channel on YouTube હવે તહેવારો આવી રહ્યા છે ત્યારે ઘણા વ્યક્તિઓ બહાર મીઠાઈ લાવવાનું ટાળે છે તો તેમના માટે આજે શીખીશું, ઘેવર રેસીપી, Ghevar Recipe In Gujarati.
Ghevar Recipe In Gujarati
ઘેવર બનાવવા નીચે મુજબની સામગ્રી જોઈશે
- અડધો કપ ઘી
- અડધો કપ ઠંડું દૂધ
- ૩ કપ ઠંડુ પાણી
- ૧ લીંબુ
- ૨ કપ મેંદો
- ૧ કપ ખાંડ
- પા કપ પાણી
- તરવા માટે ઘી/તેલ
- અડધો કપ કાજુ, બદામ, પિસ્તા,ના જીના કટકા
- જરૂર મુજબ એલચી નો ભૂકો
- ચાંદી ની વરખ(ઓપ્સ્શનલ)
ઘેવર રેસીપી
ઘેવર( Ghevar Recipe ) બનાવવા સૌપ્રથમ એક વાસણમાં અડધો કપ ઘી લઈ તેમાં થોડા ટુકડા બરફ નાખી હાથ વડે બરોબર મિક્સ કરો ૮-૧૦ મિનિટ જ્યાં સુધી સફેદ રંગનું થઈ જાય ત્યાં સુધી બરફથી તેને મિક્સ કરતા રહો ત્યારબાદ તેમાંથી બરફ કાઢી લો ,
ત્યારબાદ ઘીના મિશ્રણમાં ૨ કપ મેંદો નાખી હાથ વડે બરાબર મિક્સ કરો ઘી અને મેંદો બરોબર મિક્સ થઇ જાય એટલે તેમાં અડધો કપ ઠંડું દૂધ નાખી હાથ વડે બરાબર મિક્સ કરો ત્યારબાદ તેમાં એક એક વાટકી કરી ૩ વાટકી ઠંડુ પાણી નાખતા જાવ અને મિશ્રણને બરોબર હલાવતા જાવ જેથી તે ગાંઠા થા ન પડે ત્યાર બાદ તેમાં લીંબુ નાખી તેને બરોબર મિક્સ કરી લો.
હવે એક સમતળ તરીયા વળી કડાઈમાં તેલ અથવા ઘી ગરમ કરવા મુકો તેમાં વચ્ચે એક કાંઠો મૂકી દો(અથવા નાની સાઈઝ ની કડાઈ લ્યો) ઘી અથવા તેલ બરાબર ગરમ થઈ જાય એટલે ગેસ ધીમો કરી તેમાં તૈયાર કરેલું મિશ્રણ થોડું થોડું ૧૦-૧૫ વખત નાખતા જાવ.
એક મિડીયમ ઝાડા પડવાળું વચ્ચે જગ્યા રહે તે રીતે ઘેવર તૈયાર કરી લો ઘેવર નો રંગ ગોલ્ડન થાય એટલે ચાકુ વડે તેને કડાઈ માં મુકેલ કાંઠા છોડાવી તેલ ની બહાર કાઢી લો આ રીતે બધા જ ઘેવર તૈયાર કરી ચારણીમાં તેલ/ઘી નિતારવા મૂકી દો.
ઘેવર ની ચાસણી બનાવવા હવે એક વાસણમાં 1 કપ ખાંડ તે મા પા કપ જેટલું પાણી નાખી એકતારી ચાસણી કરી લ્યો ચાસણી તૈયાર થઇ જાય એટલે તેમાં એલચીનો ભૂકો નાખી ચાસણીને ઘેવર ઉપર રેડી નાખો ઘેવર ચાસણી માં બરોબર મિક્સ થઈ જાય ત્યારબાદ તેના પર ડ્રાયફ્રુટ ની કતરણ છાંટી ચાંદીની વરખ થી ગાર્નીશ કરી લો તૈયાર ઘેવર ને રબડી સાથે પણ કહી શકો છો તો તૈયાર છે, ઘેવર રેસીપી – Ghevar Recipe in Gujarati.
Ghevar recipe વિડીયો
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Hebbars Kitchen ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
ડ્રાયફ્રૂટ ફરાળી લાડુ બનાવવાની રીત | Dry fruit faradi ladu recipe in Gujarati
ફરાળી બદામ નો હલાવો બનાવવાની રીત | faradi badam halvo recipe in Gujarati
પનીર ની જલેબી બનાવવાની રીત | paneer ni jalebi banavani rit
ભરેલા ભીંડા નું શાક બનાવવાની રીત | bharela bhinda nu shaak banavani rit
પૌવા ના પરોઠા બનાવવાની રીત | pauva na paratha banavani rit |pauva paratha recipe in gujarati
દાલ બાટી ચુરમા બનાવવાની રીત | dal bati churma banavani rit | dal bati churma recipe in gujarati
આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે