ઘઉંના લોટના પાસ્તા બનાવવાની રીત | Ghu na lot na pasta banavani rit

ઘઉંના લોટના પાસ્તા બનાવવાની રીત - Ghu na lot na pasta banavani rit - wheat flour pasta recipe in gujarati
Image credit – Youtube/Daily New Recipe
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે ઘઉંના લોટના પાસ્તા બનાવવાની રીત – Ghu na lot na pasta banavani rit શીખીશું. અત્યાર સુંધી આપણે બજારમાંથી તૈયાર પાસ્તા નું પેકેટ લઈ આવતા ને ઘરે બનાવતા હતા, do subscribe Daily New Recipe YouTube channel on YouTube If you like the recipe , પણ એ પાસ્તા પણ બાળકો ને આપતા આપણે થોડો ખચકાટ આવતો હતો પણ આજ આપણે બાળકોના પસંદીદા પાસ્તા ઘરે ઘઉંના લોટ માંથી તૈયાર કરી વઘારી ને આપશું તો બાળકો પણ ખુશ થઈ ખાસે અને આપણે પણ બિન્દાસ આપી શકીશું તો ચાલો જાણીએ wheat flour pasta recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

ઘઉંના લોટના પાસ્તા બનાવવા જરૂરી સામગ્રી

  • સોજી 1 ચમચી
  • ઘઉંનો લોટ ½ કપ
  • લીલા મરચા 1-2
  • આદુનો ટુકડો ½ ઇંચ
  • ટમેટા 2 સુધારેલ
  • જીરું ½ ચમચી
  • ઝીણી સુધારેલી ડુંગળી 1
  • લાલ મરચાનો પાવડર ½ ચમચી
  • મરી પાઉડર ¼ ચમચી
  • તેલ જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી

ઘઉંના લોટના પાસ્તા બનાવવાની રીત | wheat flour pasta recipe in gujarati

ઘઉંના લોટના પાસ્તા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ઘઉંનો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં સોજી, સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ પાણી નાખી મિડીયમ કઠણ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ ને ઢાંકી ને દસ મિનિટ એક બાજુ મૂકો.

દસ મિનિટ પછી લોટ ને ફરી બરોબર મસળી લ્યો ને નાની રોટલી થાય એ સાઇઝ ના લુવા બનાવી લ્યો ને એક લુવો લ્યો એને કોરા લોટ ની મદદ થી પાતળી રોટલી બનાવી લ્યો હવે રોટલી ના ત્રિકોણ થાય એમ સરખા છ કે આઠ ભાગ કરી લ્યો ને એક ભાગ ને વેલણ કે સ્ટ્રઓ માં ગોળ ફેરવી ને આકાર આપી દયો.

Advertisement

 આમ બધા લોટ માંથી રોટલી બનાવી એના કટકા કરી રોલ બનાવી લ્યો ને એક બાજુ મૂકો હવે ગેસ પર એક તપેલીમાં બે ત્રણ ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થઇ ઉકળવા લાગે એટલે બે ચમચી તેલ નાખો ને સાથે રોલ કરેલ પાસ્તા નાખી બે ચાર મિનિટ પાણીમાં ઉકાળી લ્યો ત્યાર બાદ ચારણી માં કાઢી એક બાજુ મૂકો.

હવે ડુંગળી ને ઝીણી સુધારી લ્યો ને મિક્સર જાર માં સુધારેલ ટમેટા, લીલા મરચા અને આદુ નાખી એની પેસ્ટ બનાવી લ્યો હવે ગેસ પર એક કડાઈમાં બે ચાર ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવો ત્યાર બાદ એમાં સુધારેલ ડુંગળી નાખી મિક્સ કરી ગોલ્ડન શેકી લ્યો.

ડુંગળી ગોલ્ડન થાય એટલે એમાં પીસી રાખેલ ટમેટા ની પ્યુરી નાખી મિક્સ કરી લ્યો અને એમાં સ્વાદ મુજબ મીઠું, લાલ મરચાનો પાઉડર, મરી પાઉડર નાખી મિક્સ કરી ફૂલ તાપે ગ્રેવી થોડી ઘટ્ટ થાય ત્યાં સુંધી અથવા તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો,

 ત્યાર બાદ એમાં બાફી રાખેલ પાસ્તા નાખો ને બરોબર મિક્સ કરી લ્યો ને બે ચાર મિનિટ ધીમા તાપે ઢાંકી ને ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગરમ ગરમ સોસ સાથે મજા લ્યો ઘઉંના લોટ ના પાસ્તા.

Ghu na lot na pasta banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Daily New Recipe ને Subscribe કરજો

 નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

વઘારેલ ઇડિયપમ બનાવવાની રીત | Vagharel Idiyappam banavani rit

ક્વિનવા ઢોસા વિથ ચટણી બનાવવાની રીત | Quinoa Dosa banavani rit

ચીકુ મિલ્ક શેક બનાવવાની રીત | Chiku milk shake banavani rit

બેલ નો મુરબ્બો બનાવવાની રીત | Bel no murrabo banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement