ગીસોડા નું શાક બનાવવાની રીત | ગીશોડા નું શાક | gisoda nu shaak banavani rit

gisoda nu shaak banavani rit - ગીસોડા નું શાક બનાવવાની રીત - ગીશોડા નું શાક બનાવવાની રીત - gisoda nu shaak recipe in gujarati
Image credit – Youtube/Bhusanur.cooking
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે gisoda nu shaak banavani rit – ગીસોડા નું શાક બનાવવાની રીત શીખીશું. આજ આપણે ડુંગળી લસણ વગર ગિશોડા નું શાક બનાવશું. do subscribe Bhusanur.cooking YouTube channel on YouTube  If you like the recipe . જે સ્વાદમાં ખૂબ ટેસ્ટી લાગશે ને એક વખત બનાવ્યા પછી બીજી વખત ચોક્કસ બનાવશો તો ચાલો ગીશોડા નું શાક બનાવવાની રીત – gisoda nu shaak recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

ગીસોડા નું શાક બનાવવા જરૂરી સામગ્રી

  • ગીશોડા 2-3
  • તેલ 2-3 ચમચી
  • રાઈ ½ ચમચી
  • અડદ દાળ ½ ચમચી
  • સૂકા લાલ મરચા 1-2
  • હળદર ½ ચમચી
  • લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • ગોળ 1 ચમચી
  • પાણી 2-3 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • છીણેલું નારિયેળ ¼ કપ

ગીસોડા નું શાક બનાવવાની રીત | gisoda nu shaak recipe in gujarati

ગિશોડા નું શાક બનાવવા માટે સૌ પ્રથમ ગીશોડા ને ધોઇ સાફ કરી છોલી ને ચાર ભાગ કરી કટકા કરી લ્યો ( ગીશોડા નું શાક બનાવતા પહેલા હમેશા ચાખી લેવા કેમ કે ક્યારેક ગિશોડા કડવા હોય છે)

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, સૂકા લાલ મરચા અને અડદ દાળ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં સુધારેલ ગિશોડા, મીઠું, હળદર, લાલ મરચાનો પાઉડર અને ગોળ નાખી મિક્સ કરી ને ચાર પાંચ મિનિટ ચડાવી લ્યો

Advertisement

હવે શાક પર થોડું પાણી છાંટી ને ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો સાત મિનિટ પછી ઢાંકણ ખોલી એમાં છીણેલું નારિયેળ નાખી મિક્સ કરી બે ત્રણ મિનિટ ચડાવી લ્યો તો તૈયાર છે શાક ને ગરમ ગરમ રોટલી પરોઠા સાથે સર્વ કરો ગિશોડા નું શાક

ગીશોડા નું શાક બનાવવાની રીત | gisoda nu shaak banavani rit video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Bhusanur.cooking ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement