નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું નવીજ રીતે મંચુરિયન જે છે ગોબી મંચુરિયન બનાવવાની રીત, Gobhi Manchurian Recipe in Gujarati.
ગોબી મંચુરિયન બનાવવાની રીત
ગોબી મંચુરિયન બનાવવા નીચે મુજબ નો સામગ્રી જોઈશે
- ફૂલ ગોબી ૧ નંગ
- કોર્ન ફ્લોર ૧ કપ
- મેંદો ૩-૪ ચમચી
- લસણ ની પેસ્ટ ૩-૪ ચમચી
- કેપ્સિકમ ૧
- લીલી ડુંગળી/ સૂકી ડુંગળી
- લીલા ઘણા પા કપ
- આદુ નાનો ટુકડો છીણેલો
- સોયા સોસ ૧-૨ ચમચી
- ખાંડ ૧ ચમચી
- ટામેટા સોસ ૧ ચમચી
- મરી ૧-૨ ચપટી
- સ્વાદ મુજબ મીઠું
- તેલ તરવા માટે
- રેડ ચીલી સોસ ૧ ચમચી
Gobhi Manchurian Recipe in Gujarati
ગોબી મંચુરિયન બનાવવા સૌ પ્રથમ ગોબી ને પાણી મા બરોબર સાફ કરી લ્યો ત્યાર બાદ તેના મોટા મોટા કટકા કે ફૂલ અલગ કરી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં ૧થી ૨ ગ્લાસ પાણી ગરમ મૂકો પાણી ગરમ થાય એટલે તેમાં ગોબી ના કટકા નાખો ને જરૂર મુજબ મીઠું નાખી મિક્સ કરી ઢાંકણ ઢાંકી ચાર પાંચ મિનિટ ચળાવો,
ગોબી ચડી જાય એટલે તેને પાણીમાંથી કાઢી તેનું પાણી નિતારી લો અને કોરી કરી લો ત્યારબાદ તેમાં એક ચમચી મેંદો છાંટી હાથ વડે મિક્સ કરી લઇ એક બાજુ મૂકો
હવે એક વાસણમાં પા કપ કોર્ન ફ્લોર નાખો ને બે ચમચી મેંદો ને સ્વાદ મુજબ મીઠું એક બે ચપટી મરીનો ભૂકો નાખી બરોબર મિક્સ કરો,
ત્યારબાદ તેમાં થોડું થોડું પાણી નાખી ગઠ્ઠા ન પડે તેમ ( ભજીયા ના મિશ્રણ જેવું)ઘટ્ટ મિશ્રણ તૈયાર કરી લો
તૈયાર થયેલા મિશ્રણમાંથી ગોબી નાખી બધી જ ગોબી ના કટકા પર મિશ્રણ બરોબર ચડી જાય તે રીતે મિક્સ કરો
ત્યારબાદ ગેસ પર એક કડાઈ માં તેલ ગરમ મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં એક એક કરી ગોબી ના કટકા ને તરી લો ગોબી ના કટકા થોડાક ગોલ્ડન થાય એટલે તેને તેલ માંથી કાઢી લો ફરી ને ફરી તેલ પ મિનિટ ફુલ તાપે ગરમ કરો,
ગોબી મંચુરિયન બનાવવાની રીત
ફરી એક વખત ગોબી ના કટકા તેલમાં તળવા માટે નાખો અને ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો બધા જ કટકા તરી લીધા પછી કટકા એક વાસણમાં અલગ કાઢી એક બાજુ મૂકી દો
ત્યારબાદ તેમાં એક વાટકા માં ૨ ચમચી કોન ફ્લોર માં એક ચમચી પાણી નાખી બરોબર મિક્સ કરી તૈયાર મિશ્રણને એક બાજુ મૂકો
હવે એક કડાઈમાં બે-ત્રણ ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં લસણના કટકા અને આદુના કટકા લીલી ડુંગળી કેપ્સિકમ નાખી ફુલ તાપે બેથી ત્રણ મિનિટ સાંતળો,
ત્યારબાદ તેમાં સોયા સોસ ખાંડ ચીલી સોસ સ્વાદ મુજબ મીઠું નાખી બરાબર મિક્સ કરો ને ૨ કપ જેટલું પાણી નાખી ઉકાળો,
હવે તેમાં પહેલા તૈયાર કરે કોર્ન ફ્લોર નું મિશ્રણ નાખી બરોબર મિક્સ કરો ને ૨-૩ મિનિટ ચડાવો,
તેમાં તરેલ ગોબી નાખી મિક્સ કરો ને છેલ્લે તેમાં લીલા ઘણા ને જો લીલી ડુંગરી ના પાંદ હોય તો નાખી બરોબર મિક્સ કરી ગરમ ગરમ પીરસો ગોબી મંચુરિયન.
Gobhi Manchurian Recipe Video
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
મેંગો જેલી બનાવવાની રીત | Mango Jelly recipe in Gujarati
ડ્રાય ફ્રુટ ચીકી બનાવવાની રીત | Dry fruit chikki recipe in Gujarati
મિક્ષ વેજ રાયતું બનાવવા ની રીત | Mix vej raita recipe Gujarati
આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં.
તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે