ગોખરુ ના ફાયદા | ગોખરુ નો ઉપયોગ ઘરેલું ઉપચારમા | gokhru na fayda

ગોખરુ ના ફાયદા - ગોખરુ નો ઉપયોગ - gokhru na fayda - bindii benefits in gujarati
Advertisement

આજ ના આર્ટીકલ ની અંદર માહિતી મેળવીશું ગોખરું વિશે  જેમાં ગોખરુ નો ઉપયોગ ઘરેલું ઉપચારમા કરવાની રીત, ગોખરુ ના ફાયદા વિવિધ સમસ્યામાં , ગોખરુ ચૂર્ણ વિશે માહિતી, gokhru na fayda, bindii benefits in gujarati

ગોખરુ | gokhru | bindii

ગોખરું એ એક આયુર્વેદિક જડીબુટ્ટી છે, જે ગોખરૂના ઝાડમાંથી પ્રાપ્ત થાય છે. ગોખરું ના પાંદડા, ડાળખી અને મુળિયા બધું ઔષધી તરીકે વાપરી શકાય છે. ઉભા ગોખરું એટલેકે બોડા ગોખરું ને વેળા ગોખરું ઈ બે જાતના ગોખરું જોવા મળે છે. ઉભા ગોખરું ના છોડ થાય છે. તેને તલના છોડ જેવા પાન થાય છે અને જમીનથી એક ફૂટ જેટલો ઉચો છોડ હોય છે. તેના ફળ પર ત્રણ બાજુ કાંટા હોયછે. તેને ‘ત્રીકેટક’ પણ કહે છે.

વેલ ગોખરું કાળી જમીનમાં ખુબ ફેલાયેલા વેળા રૂપે થાય છે. તેના પાંદડા ચણાના પાંદડા જેવા હોય છે. તેની ચારેબાજુ કાંટાવાળા અનેક ગોખરું જોવા મળે છે.

Advertisement

ગોખરું વરસાદની સિઝનમાં ખુબ જ થાય છે તે ઠંડા અને ગરમ બન્ને તાપમાનમાં થાય છે. તેના સુકા ફળ ને ઔષધી તરીકે વાપરવામાં આવે છે. પ્રાચિનકાળ થી ગોખરુંનો ઉપયોગ હર્બલ ઔષધી તરીકે કરવામાં આવે છે. ગોખરું શક્તિવર્ધક ધાતુપુષ્ટિકારક મનાય છે. તેનો ઉપયોગ પેશાબ લાવવામાં પણ થાય છે. પથરીને તોડવા માટે પણ તે વપરાય છે. શીતળા, ઓરી, અછબડાની ગરમી કાઢવામાં પણ તે વાપરવામાં આવે છે.

પેશાબ સબંધિત સમસ્યાઓમાં ગોખરુ નો ઉપયોગ | Gokhru na fayda pesab ni samsya ma

પેશાબ કરતી વખતે બળતરા થવી, પેશાબ રોકાઈ રોકીને આવવો, ઓછો પેશાબ આવવો વગેરે જેવી સમસ્યાઓમાં ગોખરુંનો ઉપયોગ કરીને મટાડી શકાય છે. ગોખરું ના ૨૦-૩૦ મિલી ઉકાળામાં મધ મિલાવીને(લગભગ એક ચમચી) દિવસમાં બે થી ત્રણ વાર પીવાથી પેશાબ સબંધિત સમસ્યા માં લાભ થય છે.

પથરીના રોગમાં ગોખરુ નો ઉપયોગ | Gokhru no upyog pathrima

ગોખરુ ના ફાયદા આજની જીવનશૈલીમાં ખરાબ ખાણ પાન ને કારણે અનેક ઈમારીઓ થતી હોય છે. એવામાં પથરી ની બીમારી પણ સામાન્ય થઇ ગઈ છે. ગોખરું નું નિયમિત સેવન થી પથરી ને બહાર નીકળી શકાય છે. ૫ ગ્રામ ગોખરું ના ચૂર્ણમાં ૧ ગ્રામ મધ મિલાવીને દિવસમાં ત્રણ વાર લેવાથી અને તેના ઉપર બકરીનું દૂધ પીવાથી પથરી તૂટીને બહાર નીકળી જાય છે.

ત્વચાના રોગોમાં ગોખરુ ના ફાયદા અને ઉપયોગ :-

ગોખરું ને પાણીમાં નાખીને પીસીને તેનો લેપ લગવાવથી ખંજવાળ, ત્વચાની સુજન, ઘાવ, દાદર વગેરે જેવી સમસ્યાઓમાંથી છુટકારો મળી જાય છે.

તાવમાં ગોખરું નો ઉપયોગ :-

બદલતા જતા મૌસમ માં તાવ અને શરદી સામાન્ય સમસ્યા બની જાય છે. તાવ આવતો હોય ત્યારે ૧૫ ગ્રામ ગોખરુંમાં ૨૫૦ મીલી પાણી નાખીને તેનો ઉકાળો બનાવીને પીવાથી તાવમાં ફાયદો થાય છે.

હૃદયરોગમાં ગોખરુ નો ઉપયોગ :-

ગોખરું હૃદય ને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તે કોલેસ્ટ્રોલ ના લેવલને પણ ઓછું કરે છે. બ્લડ શુગર, હાઈ બ્લડ પ્રેશર અને બ્લડ પ્રેશર ને લેવલમાં રાખવાનું કામ કરે છે. ગોખ્રૂમાં એન્ટી ટ્યુમર અને એન્ટી બાયોટીક ગુણો હોય છે.

પાચનશક્તિ વધારવામાં ગોખરુ ના ફાયદા અને ઉપયોગ :-

ગોખરુ ના ફાયદા જો પાચનશક્તિ કમજોર હોય તો ગોખરુંનો ઉકાળો બનાવીને પીવાથી લાભ થાય છે. ગોખરુંના ૩૦-૪૦ મિલી ઉકાળામાં પીપળી મૂળના ચૂર્ણને મિલાવીને થોડું થોડું પીવાથી પાચન શક્તિ મજબુત બને છે.

માથાના દુખાવામાં ગોખરુ ના ફાયદા અને ઉપયોગ :-

આજકાલ ના તણાવ ભર્યા જીવન માં માથાનું દુખવું સામાન્ય થઇ ગયું છે. માથાના દુખાવામાં ગોખરુંનો બનાવેલો ઉકાળો પીવાથી લાભ થાય છે. ૧૦-૨૦ મિલી ગોખરુંના ઉકાળા ને સવાર-સાંજ પીવાથી પિત્ત વધી જવાને કારણે જે માથામાં દુખે છે તે તદ્દન મટી જાય છે.

શ્વાસ/દમના રોગોમાં ગોખરું :-

શ્વાસ અને દમની બીમારીમાં ગોખરું નો ઉપયોગ કરી શકાય છે. ૨ગ્રામ ગોખરું ના ચૂર્ણ ને સુકેલા અંજીર સાથે ખાવાથી ખુબ જ ફાયદો થાય છે. આ પ્રયોગ દિવસમાં ત્રણ વખત કરવો.

ગોખરું અને અશ્વગંધા ને સરખા ભાગે લઈને તેનું બારીક ચૂર્ણ બનાવી લો. આ ચૂર્ણમાં બે ચમચી મધ નાખીને દિવસમાં ૨-૩ વાર ચાટવાથી ફાયદો થાય છે. ઉપર થી ગરમ દૂધ પીવું.

ઝાડા બંધ કરવામાં ગોખરુ નો ઉપયોગ :-

મસાલેદાર ભોજન કર્યા પછી જો પેટ ગરમ થઈગયું છે અને ઝાડા થઇ ગયા છે તો ગોખરુંના ચૂર્ણને દહીં સાથે લેવાથી ફાયદો થાય છે. દિવસ માં બે વખત લેવું.

ગર્ભાશયના દુખાવામાં :-

૫ ગ્રામ ગોખરું ના ફળ, ૫ ગ્રામ કાળી દ્રાક્ષ, અને બે ગ્રામ મુલેઠી લઈને આ બધું પીસીને સવાર સાંજ આ ચૂર્ણ નું સેવન કરવાથી રાહત મળે છે.

આમવાત/ સાંધા ના દુઃખાવામાં ગોખરું | gokharu no upyog sandha na dukhavama :-

વધતી ઉમર સાથે હાડકા પણ નબળા થતા જાય છે અને આમવાત કે સંધીવા ની સમસ્યા થઇ જાય છે. તેવામાં ગોખરું ના ફળમાં સુંઠ નાખીને તેનો ઉકાળો બનાવીને પીવાથી કમરના દુખાવા, સંધના દુખાવા, હાડકા નબળા પડી જવા વગેરેમાં ખુબ જ લાભ થાય છે. ગોખરું અને સુંઠ ની માત્રા સરખી લેવી.

ગોખરુ ના ફાયદા અને ગોખરુ ના અન્ય ઉપયોગો | Bindii benefits in Gujarati

૧૦ગ્રામ ગોખરું ને ૨૫૦ મિલી દુધમાં નાખીને ઉકાળીને દૂધ પીવાથી લાભ થાય છે.

ગોખરૂ ને  પાણીમાં નાખીને ઉકાળીને તેના કોગળા કરવાથી દાંતના દુખાવામાં રાહત મળે છે.

ગોખરૂના લીલા ફળ ને મસળીને આંખો પર બાંધવાથી આંખ ની લાલાશ દૂર થાય છે

ગોખરુંને ઉકાળા સ્વરૂપે બનાવીને વાગ્યા પર અથવા જખમ પર તે ઉકાળા વડે ધોવાથી ફાયદો થાય છે.

ગોખરૂને પીસીને તેનો લેપ બનાવીને શરીર પર સોજા આવી ગયા છે તો તે જગ્યા પર બાંધવાથી સુજન દૂર થાય છે.

ગોખરું નું સેવન કરવાથી લોહી શુધ્ધ થાય છે.

ગોખરું ના પંચાંગને રાત્રે પલાળીને પછી સવારે મસળીને ગાળીને તેમાં સાકર નાખીને પીવાથી પેશાબમાં થતી બળતરા મટી જાય છે.

બકરીના દૂધમાં ગોખરું નું ચૂર્ણ અને મધ નાખીને પીવાથી પથરી દૂર થાય છે.

ગોખરું નો પાવડર :-

ગોખરુંનો પાવડર તેના ઝાડ ના સુકેલા ફૂલ માંથી પ્રાપ્ત થાય છે. તે પાવડરને દૂધ અથવા પાણી સાથે લઇ શકાય છે. ૨૫૦mg પાવડર દિવસમાં બે વખત જમ્યા પછી લઇ શકાય છે.

ગોખરુ ચૂર્ણ :-

gokhru – ગોખરુ ચૂર્ણ એક પ્રકાર નું હર્બલ મિશ્રણ છે જેનો ઉપયોગ વાત્ત-પિત્ત, કફ ના દોષોને દૂર કરવા માટે થાય છે. ગોક્ષુરાદી ચૂર્ણમાં આદું અને હરીતકીનું મિશ્રણ તેને વધુ ઉપયોગી બનાવે છે.

ગોખરું ચૂર્ણ ની માત્રા:-  ૧-૨ ગ્રામ ચૂર્ણને દિવસમાં બે વખત મધ સાથે લઇ શકાય છે.

ગોખરું ના નુકસાન :-

ગોખરુંનો જો વધારે માત્રામાં સેવન થઇ જાય તો પેટ ખરાબ થઇ શકે છે, માટે તેનો ઉપયોગ દરરોજ ના કરવો હિતાવહ છે.

જે લોકોને સ્કીન એલર્જી છે તેઓએ ગોખરું નું સેવન કરવું નહિ.

જો તમે કોઈ સર્જરી કરાવી હોય તો પણ ગોખરુંનું સેવન બિલકુલ કરવું નહિ.

ગોખરું ને સંબંધિતલોકો ને મુજ્વતા પ્રશ્નો

ગોખરું ને અંગ્રેજીમાં શું કહેવાય ?

અંગ્રેજીમાં ગોખરું ને tribulus terrestris , Bindii કહેવાય છે.

ગોખરું નો ઉકાળો ક્યારે પીવો જોઈએ ?

ગોખરું નો ઉકાળો સવારે અને રાત્રે પીવો જોઈએ.

ગોખરું કેટલા પ્રકારના હોય છે ?

બે પ્રકારના ગોખરું હોય છે. ઉભા ગોખરું અને વેલા સ્વરૂપે ગોખરું.

ગોખરું ની તાસીર કેવી હોય છે?

ગોખ્રુની તાસીર ઠંડી હોય છે.

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

આયુર્વેદિક ઉપચાર ગુજરાતી | ઘરેલુ ઉપચાર | ઘરેલુ નુસ્ખા | દાદીમાં નું વૈદું | health tips in Gujarati | હેલ્થ ટીપ્સ વાંચવા અહી ક્લિક કરો જ્યાં ઘણી બધી માહિતી છે

કરમદા ના ફાયદા | કરમદા નો ઉપયોગ ઘરેલું ઉપચારમા | Karmada na fayda | carissa carandas benefits in gujarati

ફણગાવેલા ચણા ના ફાયદા અને નુકશાન | Fangavela chana na fayda ane nukshan

ભોરીંગણી ના ફાયદા અને ઉપયોગ | ભોયરીંગણી ના ફાયદા | Bhoringani na fayda | thorny nightshade benefits in gujarati

કંટોલા ના ફાયદા | કંકોડા ના ફાયદા અને ઘરેલું ઉપચાર | Kantola na fayda | spiny gourd benefits in gujarati

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,

કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement