ગોળ પાપડી બનાવવાની રીત | gol papdi recipe in gujarati | gud papdi recipe in gujarati

ગોળ પાપડી બનાવવાની રીત - gol papdi recipe in gujarati - gud papdi recipe in gujarati - gur papdi recipe in gujarati - gor papdi banavani rit
Image credit – Youtube/Mummy Da Dhaba
Advertisement

 નમસ્તે મિત્રો આજે આપણે ગોળ પાપડી બનાવવાની રીત – gol papdi recipe in gujarati શીખીશું. ગોળપાપડી ને સુખડી પણ કહેવાય છે. આ ગોળપાપડી ને પ્રસાદ માં બનાવી ને ચડાવવા આવતી હોય છે, do subscribe Mummy Da Dhaba YouTube channel on YouTube If you like the recipe , આ ગોળપાપડી બનાવી ને પ્રવાસ માટે બનાવી ને પણ તૈયાર કરી લઈ જઈ શકો છો. આ ગોળપાપડી નાના મોટા બધા ખાઈ શકે છે ને બધા ને પસંદ આવતી હોય છે. અને ખૂબ ઓછી સામગ્રી માંથી તૈયાર થઈ જાય છે. તો ચાલો જાણીએ gur – gud papdi recipe in gujarati – gor papdi banavani rit માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

ગોળ પાપડી બનાવવા જરૂરી સામગ્રી

  • ઘી 1 કપ
  • ઘઉંનો લોટ / ઘઉંનો કરકરો લોટ 2 કપ
  • છીણેલો ગોળ 1 ½ કપ

ગોળ પાપડી બનાવવાની રીત | gol papdi recipe in gujarati

ગોળપાપડી બનાવવા સૌપ્રથમ ગોળ ને બિલકુલ ઝીણો ઝીણો સુધારી ને એક બાજુ મૂકો ત્યાર બાદ ગેસ પર ધીમા તાપે એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય ત્યાં સુંધી ઘઉંનો લોટ ચાળી લ્યો. ઘી થોડું ગરમ થાય એટલે એમાં ચાળી રાખેલ લોટ થોડો થોડો નાખી બરોબર મિક્સ કરી લ્યો. લોટ અને ઘી બરોબર મિક્સ થઈ જાય ત્યાર બાદ ધીમા તાપે હલાવતા રહો ને શેકતા રહો.

ઘી ને લોટ હલાવતા રહી ને શેકતા રહો શેકાઈ ને  લોટ નો રંગ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુંધી શેકો. લોટ ને ગોલ્ડન બ્રાઉન થતાં આશરે પંદર વીસ મિનિટ લાગશે  ( કડાઈ જાડા તરીયા વાળી હસે તો વધારે લાગશે અને જો પાતળા તરીયા વાળી હસે તો ઝડપ થી શેકાઈ શકે છે) લોટ શેકાઈ ને ગોલ્ડન બ્રાઉન થાય એટલે ગેસ બંધ કરી નાખો ને ત્રણ ચાર મિનિટ એમજ હલાવતા રહો.

Advertisement

ચાર મિનિટ પછી એમાં છીણેલો ગોળ થોડો નાખતા જઈ મિક્સ કરતા જાઓ. ગોળ ને લોટ બરોબર મિક્સ થઈ જાય અને ઓગળી જાય ત્યાં સુંધી મિક્સ કરી લ્યો. ગોળ અને લોટ બરોબર મિક્સ થઈ જાય એટલે મિશ્રણ ને થાળી માં નાખી ને એક સરખું ફેલાવી લ્યો.

મિશ્રણ ને વાટકા થી થાબડી લ્યો ને બે મિનિટ એમજ રહેવા દયો. બે મિનિટ પછી ચાકુથી કાપા પાડી ઠંડી થવા દયો. ગોળપાપડી બરોબર ઠંડી થાય ત્યાર બાદ ફરી ચાકુ થી કાપા કરી કટકા અલગ કરી લ્યો અને ડબ્બા માં ભરી ને મહિના સુંધી મજા લ્યો ગોળપાપડી.

gud papdi recipe in gujarati | recipe video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Mummy Da Dhaba ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

વેજીટેબલ સલાડ બનાવવાની રીત | Vegetable salad banavani rit | Vegetable salad recipe in gujarati

સોયા ચંકસ કબાબ બનાવવાની રીત | soya chunks kabab banavani rit

બ્રેડ પકોડા ચાટ બનાવવાની રીત | Bread pakoda chaat banavani rit

આઈસક્રીમ કોન બનાવવાની રીત | Ice cream cone banavani rit

ક્વિનવા ઢોસા વિથ ચટણી બનાવવાની રીત | Quinoa Dosa banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement