ગોરસ આંબલી ના ફાયદા અને છાલ અને પાંદ ના વિવિધ ઉપયોગો | Goras ambli

ગોરસ આંબલી ના ફાયદા - Goras ambli na fayda - મીઠી આંબલી ના ફાયદા
Advertisement

આજ ના આર્ટીકલ ની અંદર ઊનાળા મા જોવા મળતી ગોરસ આંબલી વિશે માહિતી આપીશું જેમાં ગોરસ આંબલી ના ફાયદા અને ગોરસ આંબલી ની છાલ અને પાંદ ના વિવિધ ઉપયોગો જણાવીશું,મીઠી આંબલી ના ફાયદા, Goras ambli na fayda.

Estimated reading time: 7 minutes

Table of contents

ગોરસ આંબલી

કુદરતે આપણને એવા ઘણા બધા ફળ ફૂલ ઝાડ અને જડી બુટ્ટીઓ આપી છે જે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભકારી હોય છે અને આપણા સ્વાસ્થ્ય ને લગતી બધી સમસ્યાઓનું નિવારણ પણ હોય છે.

Advertisement

એવું જ એક ફળ, એવું જ એક ઝાડ છે. “મીઠી આંબલી” જેને “ગોરસ આંબલી” પણ કહેવામાં આવે છે.

અલગ અલગ વિસ્તાર પ્રમાણે તેના અલગ અલગ નામો છે. કોઈક જગ્યા ઈ તેને “ જલેબી ફ્રુટ ” તરીકે તો વળી કોઈક જગ્યા ઈ તેને “ ગંગા આંબલી ” પણ કહે છે.

મીઠી આંબલીમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, કેલ્શિયમ, ફોસ્ફરસ, લોહતત્વ, જેવા ખનીજ તત્વો ની સાથે સાથે વિટામીન ઈ, B1, B2,B3 વગેરે ભરપૂર માત્ર માં મળી રહે છે.

તેની છાલ નો તેના પાન નો અને તેના ફળ બધા નો ઉપયોગ વિવિધ રોગોં કરવામાં આવે છે.

ત્વચા ના રોગો હોય, ડાયાબીટીશ હોય કે પછી આંખ નેલાગતા રોગો હોય ઘણા બધા દર્દો માં ગોરસ આંબલી નો ઉપચાર તરીકે ઉપયોગ કરવામાં આવે છે.

મીઠી આંબલીના ફાયદા તે રોગપ્રતિકારક શક્તિ વધારે છે

મીઠી આંબલીમાં વિટામીન સી ની માત્રા સારા એવા પ્રમાણ માં હોય છે. વિટામીન સી આપણા શરીર માં એન્ટી ઓક્સીડેન્ટ નું કામ કરે છે. તેથી આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મીઠી આંબલી નું સેવન કરવું જોઈએ.

ગોરસ આંબલી ડાયાબીટીશ ના દર્દી માટે લાભકારક છે

ડાયાબીટીશ ના દર્દીઓ માટે મીઠી આંબલી ખુબ જ ફાયદેમંદ છે.

મીઠી આંબલીમાં ઘણા બધા એન્ટી ઓક્સીડેન્ટ તત્વો હોય છે જે શરીર ને અનેક રીતે લાભ પહોચાડે છે.

ટાઈપ ૨ ડાયાબીટીશ ના દર્દીઓ માટે મીઠી આંબલીનું સેવન કરવું ખુબ જ ફાયદેમંદ સાબિત થાય છે. મીઠી આમ્લ્બીનું જ્યુસ પણ બનાવીને પી શકાય છે.

આયુર્વેદ માં કહેવામાં આવ્યું છે કે ડાયાબીટીશ ના દર્દીઓ જો લગાતાર એક મહિના સુધી મીઠી આંબલીનું કે તેના જ્યુસ નું સેવન કરે તો ડાયાબીટીશ માંથી છુટકારો મેળવી શકે છે.

ગોરસ આંબલી ના ફાયદા હાડકા અને માંસપેશીઓ મજબૂત બનાવે છે

મીઠી આંબલીમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ સારી એવી માત્ર માં હોય છે જે આપણા શરીર ને જરૂરી લોહ તત્વો પૂરા પડે છે.

ગોરસ આંબલી નું સેવન કરવાથી હાડકા અને દાંત મજબૂત થાય છે.

પાચન ક્રિયા મજબૂત બનાવે છે મીઠી આંબલી

મીઠી આંબલી ખાવાથી પાચનશક્તિ મજબૂત બને છે અને પેટ સ્વસ્થ રહે છે, મતલબ કે કબજીયાત થતી નથી.

સ્કીન માટે ખુબ જ સારી છે ગોરસ આંબલી

મીઠી આંબલી આપણી ત્વચા માટે ખુબ જ સારી છે. તેને ખાવાથી તો ફાયદો થાય જ છે પણ તેને ચહેરા પર પેક ની જેમ લગાવવાથી પણ ફાયદો થાય છે, જેમકે મીઠી આંબલીના ઝાડ ની છાલ ને પીસીને તેનો ફેસ પેક લગાવવાથી ફાયદો થાય છે.

માથાના દર્દો માં મીઠી આંબલીનો ઉપયોગ

માથાના દુખાવામાં મીઠી આંબલીના છાલ નો ઉકાળો ૧૫ થી ૨૦ મિલી જેટલો પીવાથી તરત જ રાહત થઇ જાય છે.

કાન ના દુખાવામાં ગોરસ આંબલી નો ઉપયોગ

મીઠી આંબલીના પાંદડાના રસ નો ઉપયોગ કાન ના દર્દો માં કરવાથી ખુબ જ ફાયદો થાય છે.

મીઠી આંબલીના પાંદડાને મસળીને તેમાંથી રસ કાઢી લો. હવે આ રસ ના ૧-૨ ટીપાં કાન માં નાખવાથી કાન ના દુખાવામાં ખુબજ જલ્દી રાહત મળી જાય છે.

દાંત ના દરેક રોગો માં કરો મીઠી આંબલી નો ઉપયોગ

જો તમને દાંત માં દુખાવો છે તો મીઠી આંબલીનો અ પ્રયોગ કરવાથી ખુબ જ ફાયદો થશે.

મીઠી આંબલીના બીજ ને પીસીને તેનો ઉકાળો બનાવી લો. હવે આ પાણીના કોગળા કરવાથી દાંત ના દુખાવામાં તો રાહત થશે જ સાથે સાથે પેઢા પણ મજબૂત બનશે.

અસ્થમા ના દર્દીઓ માટે ગોરસ આંબલી ના ફાયદા

અસ્થમા, દમ ના રોગ માં મીત્જી આંબલીનો ઉપયોગ કરવાથી ખુબ જ ફાયદો થાય છે.

૧-૨ મીઠી આંબલી ના ફળ અને તેના ગર્ભ ના ચૂર્ણ નું સેવન કરવાથી શ્વાસ ના રોગો માં ખુબ જ ફાયદો થાય છે.

મીઠી આંબલીના પાંદડા અને તેના ફૂલ નો ઉકાળો બનાવીને ૧૦-૧૫ મિલી જેટલો ઉકાળો પીવાથી શ્વાસ ને લગતી લગભગ બધી જ સમસ્યાઓ માં રાહત મળી જાય છે.

ઝાડા રોકવામાં ગોરસ આંબલી નો ઉપયોગ

મીઠી આંબલી ના બીજદા કાઢીને તેનો એક પ્રકાર નો ઠંડો જ્યુસ બનાવી લો. તે જ્યુસ પીવાથી બ્લડ પ્રેશર અને ઝાડા માં જલ્દી જ રાહત થઇ જાય છે.

૧-૩ ગ્રામ જેટલા મીઠી આંબલીના પાંદડા ના ચૂર્ણ બનાવીને તેનું સેવન કરવાથી ઝાડા રોકવામાં મદદ મળે છે.

પેશાબ સબંધિત સમસ્યાઓમાં મીઠી આંબલી નો ઉપયોગ

૧૫-૨૦ મિલી જેટલી મીઠી આંબલી બી છાલ નો ઉકાળો બનાવીને તેમાં ૬૦ મિલી ગ્રામ જેટલું યાવ્ખાર મિલાવીને પીવાથી પેશાબ ની સમસ્યામાં રાહત મળે છે.

સાંધા ના દુખાવામાં ગોરસ આંબલી નો લેપ નો ઉપયોગ

સાંધાના દુખાવા, સંધી વા, ગઠીયો વા વગેરેમાં મીઠી આંબલીના પાંદડા ને પીસીને તેનો લેપ બનાવીને ઘુટણ પર લગાવીને રાખવાથી રાહત મળે છે.

વાગ્યા પર મલમ ની જેમ કરો ઉપયોગ મીઠી આંબલીના પાંદ નો

શરીર માં કોઈ પણ જગ્યાએ વાગ્યું છે તો મીઠી આંબલી ના ઝાડ નું ગુંદ નીકાળીને તેના ફળ ની સાથે આ ગુંદ ને મિક્ષ કરીને ઘાવ પપર લગાવવાથી ખુબ જ ફાયદો થાય છે

જો રસી થઇ ગઈ હોય તો આ લેપ લગાવવાથી રસી ઝડપ થી સુકાઈ જાય છે.

ગોરસ આંબલી ના ફાયદા તે શરીર માં સોજા દૂર કરે છે

મીઠી આંબલીના પાંદડા નો ઉકાળો બનાવીને તે પાણી થી સોજા વાળી જગ્યા એ લગાવવાથી સોજા ઉતરી જાય છે.

તાવ મા કરો મીઠી આંબલીનો ઉપયોગ

મીઠી આંબલી નો ઉપયોગ તાવ ને દૂર કરવામાં પણ કરી શકો છો. ૧-૩ ગ્રામ મીઠી આંબલીના છાલ ના ચૂર્ણ નું સેવન કરો. તેના સેવન કરવાથી તાવ ઉતરી જાય છે.

ગોરસ આંબલી ના ફાયદા તે પસીના ની દુર્ગંધ દૂર કરે છે

મીઠી આંબલીના પાંદડા ને એકદમ બારીક પીસીને ભુક્કો કરી લો. હવે આ ભુક્કાને પસીનો થતો હોય એ જગ્યા એ લગાવવાથી પસીના ની બદ્બૂઆવ્તિ નથી.

શરીર ની બળતરા માં ગોરસ આંબલી નો ઉપયોગ

શરીર માં થતી બળતરા માં મીઠી આંબલી નો ઉપયોગ કરવાથી ખુબ જ રાહત મળે છે. તેના માટે મીઠી આંબલીના ફળ નો શરબત બનાવી લો. આ શરબત ને ૧૫-૨૦ મિલી જેટલું જ પીવાનું રાખવું.

ગોરસ આંબલી ને સંબંધિત લોકો ને મુજવતા પ્રશ્નો

ગોરસ આંબલી ને અંગ્રેજી મા શું કહેવાય? | Goras amli in English

ગોરસ આંબલી ને અલગ અલગ સ્થાન પ્રમાણે Pithecellobium dulce, Manilla Tamarind, Madras Thorn, Sweet tamarind, Jungle Jalebi, જેવા વિવિધ નામે ઓળખવામાં આવે છે

આંબલી ના કેટલા પ્રકાર છે?

આંબલી બે પ્રકાર ની આવે છે. મીઠી આંબલી અને ખાટી આંબલી.

શું ગોરસ આંબલીનો ઉપયોગ ડાયાબીટીશ ના દર્દીઓ કરી શકે છે?

હા, મીઠી આંબલીના ગર્ભ નો ઉપયોગ ડાયાબીટીશ ના દર્દીઓ કરી શકે છે. પરંતુ તેના બીજ નો ઉપયોગ કે તેનું સેવન કરવું નહિ.

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

ખાટી આંબલી ના ફાયદા | આંબલી નો ઘરેલું ઉપચાર મા ઉપયોગ કરવાની રીત | khati ambli na fayda

તરબૂચ ના ફાયદા | તરબૂચ ના બીજ અને છાલ ના ફાયદા | તરબૂચ ની વાનગીઓ | tarbuch na fayda

ગુંદા ના ફાયદા અને ઘરેલું ઉપચાર મા ઉપયોગ કરવાની રીત | Gunda na fayda

શેરડી ના ફાયદા | શેરડીનો રસ પીવાના ફાયદા વિવિધ સમસ્યામાં | Serdi na ras na fayda

મીઠા ના ફાયદા | મીઠા ના પ્રકાર 5 વિશે માહિતી | મીઠા ના ઘરેલું ઉપાય | મીઠા ના નુકશાન | mitha na fayda | Salt Benefits in Gujarati

આવીજ સ્વાસ્થ્ય માટે ઉપયોગી બીજી માહિતી વાંચવા અહી ક્લિક કરો.

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,

કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement