ગ્રેવી વાળા સાબુદાણા બનાવવાની રીત | greavy vara sabudana banavani rit

ગ્રેવી વાળા સાબુદાણા બનાવવાની રીત - greavy vara sabudana banavani rit -greavy sabudana recipe in gujarati
Image credit – Youtube/Easy Home Tips
Advertisement

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Easy Home Tips YouTube channel on YouTube આજે આપણે ગ્રેવી વાળા સાબુદાણા બનાવવાની રીત – greavy vara sabudana banavani rit શીખીશું જે તમે વ્રત માં કે વ્રત વગર બનાવી ને ખાઈ શકાય છે અને સાબુદાણા ને પલળ્યા વગર પણ તૈયાર કરી શકાય છે તો ચાલો જાણીએ greavy sabudana recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

ગ્રેવી વાળા સાબુદાણા બનાવવા જરૂરી સામગ્રી

  • સાબુદાણા ½ કપ
  • ઘી / તેલ 2 ચમચી
  • જીરું 1 ચમચી
  • લીલા મરચા સુધારેલા 2-3 સુધારેલ
  • બટકા 1-2 મીડીયમ સુધારેલ
  • શેકેલ સીંગદાણા ¼ કપ
  • ટમેટા 1-2 મિડીયમ સુધારેલ
  • મરી પાઉડર ½ ચમચી / લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી
  • પાણી 500 એમ. એલ્. / બે થી અઢી કપ આશરે

ગ્રેવી વાળા સાબુદાણા બનાવવાની રીત | greavy sabudana recipe in gujarati

ગ્રેવી વાળા સાબુદાણા બનાવવા સૌપ્રથમ સાબુદાણા ને બે ત્રણ પાણી થી ધોઇ ને સાફ કરી લ્યો ને બટાકા ને છોલી ને મીડીયમ સુધારી પાણી માં નાખી દયો ને ટમેટા ને પણ મિડીયમ સુધારી લેવા

હવે ગેસ પર એક કડાઈમાં ઘી / તેલ ગરમ કરવા મૂકો ઘી / તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી તતડાવો ત્યાર બાદ એમાં લીલા મરચા સુધારેલા નાખી શેકો મરચા શેકાઈ જાય એટલે સુધારેલ બટકા પાણી માંથી કાઢી કડાઈમાં નાખી મિક્સ કરી લ્યો ને ત્રણ ચાર મિનિટ શેકી લેવા

Advertisement

બટાકા થોડા શેકાઈ જય એટલે એમા ધોઇ રાખેલ સાબુદાણા ને મરી પાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો ને ધીમા તાપે ઢાંકી ને ત્રણ ચાર મિનિટ શેકી લેવા ( અહી તમે એક ચમચી લીંબુનો રસ ને અડધી ચમચી ખાંડ નાખી ખાટી મીઠી ને તીખી ગ્રેવી બનાવી શકો

ત્યાર બાદ એમાં સુધારેલ ટમેટા અને શેકેલ સીંગદાણા નાખો ને બરોબર મિક્સ કરી લ્યો ને ત્યાર બાદ એમાં પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ત્યાર બાદ ઢાંકી ને ત્રણ ચાર મિનિટ ઢાંકી ને ફૂલ તાપે ચડાવો ( જો તમારે વધારે ગ્રેવી જોઈએ તો થોડું પાણી વધારે નાખી શકો છો પાણી બને તો ગરમ કરી ને નાખવું)

ચાર મિનિટ પછી ઢાંકણ ખોલી ફરી બરોબર મિક્સ કરી લ્યો ને ફરી ઢાંકી ને ચાર પાંચ મિનિટ ધીમા તાપે ચડવા દયો પાંચ મિનિટ પછી ગેસ બંધ કરી ને છેલ્લે એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરો ગ્રેવી વાળા સાબુદાણા.

greavy vara sabudana banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પરEasy Home Tips  ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

વેજ કટલેસ બનાવવાની રીત | veg cutlet recipe in gujarati | veg cutlet banavani rit

મેથીના ચીઝ સ્ટફડ પકોડા બનાવવાની રીત | methi na cheese stuffed pakoda banavani rit

કુરકુરી ભીંડી બનાવવાની રીત | kurkuri bhindi banavani rit | kurkuri bhindi recipe in gujarati

ગુલકંદ બનાવવાની રીત | gulkand recipe in gujarati | gulkand banavani rit

મગદાળ ની મંગોળી બનાવવાની રીત | મગદાળ ની વળી | mag ni dal ni vadi banavani rit | mangodi banavani rit

પકોડી બનાવવાની રીત | pakodi banavani rit | પાણીપુરી ની પુરી બનાવવાની રીત

કટોરી ચાટ બનાવવાની રીત | katori chaat banavani rit | katori chaat recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement