ગ્રીન પાવભાજી બનાવવાની રીત | green pav bhaji banavani rit | green pav bhaji recipe in gujarati

ગ્રીન પાવભાજી બનાવવાની રીત - green pav bhaji recipe in gujarati - green pav bhaji banavani rit - લીલી પાવભાજી બનાવવાની રીત
Image credit – Youtube/CookingShooking Hindi
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે સુરત ની ફેમસ ગ્રીન પાવભાજી બનાવવાની રીત – green pav bhaji banavani rit શીખીશું, do subscribe CookingShooking Hindi YouTube channel on YouTube If you like the recipe ,આ પાઉંભાજી વધારે પડતી શિયાળા માં બનતી હોય છે કેમ કે શિયાળા માં લીલા શાકભાજી સારા મળતા હોય છે અને આ ભાજી લીલા રંગ ની બનતી હોય એને ગ્રીન પાઉંભાજી કહેવાય છે તો ચાલો લીલી પાવભાજી બનાવવાની રીત – green pav bhaji recipe in gujarati માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

ગ્રીન પાવભાજી બનાવવા જરૂરી સામગ્રી | green pav bhaji ingredients

  • તેલ 1-2 ચમચી
  • પાલક 2 ઝૂડી
  • કેપ્સીકમ 2 ઝીણા સમારેલા
  • લીલી ડુંગળી નો સફેદ ભાગ 1 કપ અને પાંદડા 1 કપ ઝીણા સમારેલા
  • વટાણા ½ કપ
  • આદુ લસણ ની પેસ્ટ 1 ચમચી
  • લીલા મરચા 1-2 સુધારેલ
  • ફણસી ¼ કપ ઝીણી સુધારેલી
  • લીલા ટમેટા / લાલ ટમેટા  3-4 ઝીણા સમારેલા
  • બાફેલા બટાકા 2-3 મેસ કરેલા
  • પાઉંભાજી મસાલો 1 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • કસુરી મેથી 1 ચમચી
  • માખણ 2 +3 ચમચી
  • લીંબુનો રસ 1-2 ચમચી
  • લીલા ધાણા સુધારેલા ¼ કપ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

લીલી પાવભાજી ગાર્નિશ કરવાની સામગ્રી | lili pav bhaji garnish ingredients

  • પાઉં
  • માખણ
  • ઝીણી સુધારેલી ડુંગળી
  • લીંબુ

ગ્રીન પાવભાજી બનાવવાની રીત | green pav bhaji recipe in gujarati

ગ્રીન પાવભાજી બનાવવા સૌપ્રથમ બધા શાક ને ઝીણા ઝીણા સુધારી લ્યો એક બાજુ વાસણમાં અડધો ગ્લાસ પાણી ગરમ કરો પાણી ગરમ થાય એટલે એમાં સાફ કરેલ પાલક નાખી ઉકાળી લ્યો અને પાલક નરમ થાય એટલે પાણી માંથી કાઢી ઠંડી કરી લ્યો અને ત્યાર બાદ મિક્સર જાર માં નાખી પીસી લ્યો

બીજા ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં ઝીણા સમારેલા કેપ્સીકમ, લીલી ડુંગળી નો સફેદ ભાગ, વટાણા ને બે મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં આદુ લસણ ની મદદ, લીલા મરચાં સુધારેલ, ફણસી અને કાચા ટમેટા, લીલી ડુંગળી ના પાંદડા, લીલું લસણ, બાફેલા બટાકા મેસ કરી નાખો

Advertisement

 ભાજી મેસ કરી લીધા બાદ એમાં પાઉંભાજી મસાલો, લાલ મરચાનો પાઉડર, કસુરી મેથી અને  સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં માખણ નાખી ફરી મિક્સ કરી દસ બાર મિનિટ ધીમા તાપે ઢાંકી ને ચડાવી લ્યો અને વચ્ચે વચ્ચે હલાવતા રહેવું હવે શાક ચડી ગયું હોય તો મેસર વડે શાક ને બરોબર મેસ કરી લ્યો ને બરોબર મેસ કરી લીધા બાદ પીસેલી પાલક નાખી બરોબર મિક્સ કરી લ્યો

શાક ને બરોબર મિક્સ કરી લીધા બાદ એમાં લીંબુનો રસ, માખણ અને લીલા ધાણા સુધારેલા નાખો અને પા કપ ગરમ પાણી નાખી  મિક્સ કરી લ્યો ને બીજી ચાર પાંચ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો

ગ્રીન ભાજી તૈયાર થઈ જાય એટલે ગરમ ગરમ ભાજી પર માખણ, સાથે ઝીણી સુધારેલી ડુંગળી અને પાઉં લીંબુના કટકા સાથે સર્વ કરો લીલી પાવભાજી

લીલી પાવભાજી બનાવવાની રીત | green pav bhaji banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર CookingShooking Hindi ને Subscribe કરજો

 નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

લીલી ડુંગળી ના પરોઠા બનાવવાની રીત | Lili dungri na parotha banavani rit

ડુંગળી ની ચટણી બનાવવાની રીત | dungri ni chutney banavani rit | dungri ni chutney recipe in gujarati

ગોળ ની ચા બનાવવાની રીત | gol ni cha banavani rit | gol ni cha recipe in gujarati

શક્કરિયા ની વેફર બનાવવાની રીત | shakkariya ni vefar banavani rit

ગાજરનો કેક બનાવવાની રીત | gajar no cake banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement