ઘરે બનાવો સ્વાદિષ્ટ ગુજરાતી હાંડવો

Gujarati Handvo - Gujarati handvo recipe in Gujarati - handvo banavani rit Gujarati ma - ગુજરાતી હાંડવો બનાવવાની રીત - હાંડવો બનાવવાની રીત
Image - Youtube - FOOD COUTURE by Chetna Patel
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું Yummy ગુજરાતી હાંડવો, Gujarati handvo recipe in Gujarati, Handvo banavani rit Gujarati ma, હાંડવો બનાવવાની રીત.

ગુજરાતી હાંડવો – Gujarati handvo recipe in Gujarati

હાંડવો બનાવવા નીચે મુજબ ની સામગ્રી જોઈશે

  • દોઢ કપ ચોખા
  • અડધો કપ તુવેર દાળ
  • 1 કપ ચણાની દાળ
  • અડધો કપ અડદની દાળ
  • અડધો કપ મગની દાળ
  • પા કપ દેશી ચણા
  • પા કપ પૌવા ૧૦-૧૫ મિનિટ પલાળેલા
  • પા કપ દહીં
  • 1 ગાજર છીણેલું
  • એક મીડીયમ દુધી છીણેલી (પાન કોબી,બટાકા કે તમને ભાવતા શાક ઉમેરી સકો છો)
  • લીલા ધાણા
  • અડધો કપ મકાઈના દાણા
  • અડધી ચમચી પીસેલું લસણ
  • ૧ચમચી આદુ મરચાની પેસ્ટ
  • સ્વાદ અનુસાર નમક
  • અડધી ચમચી હિંગ
  • ૧ ચમચી હળદર
  • ૨-૩ ચમચી ખાંડ
  • ૩-૪ દાડી મીઠો લીમડો
  • ૩-૪ ચમચી આખા ધાણા
  • ૩-૪ ચમચી સફેદ તલ
  • તેલ જરૂરત મુજબ
  • ૨-૩ ચમચી ઈનો(મીઠા સોડા)

હાંડવો બનાવવાની રીત – Handvo banavani rit Gujarati ma 

ગુજરાતી હાંડવો બનાવવાની રીત માટે સૌપ્રથમ બધી દાળ ને મિક્સ કરી પાણી વડે બે ત્રણ વાર ધોઈ તેમાં પૂરતું પાણી નાખી પાંચથી છ કલાક પલાળવા મૂકી દો દાળ બરોબર પકડી જાય ત્યારબાદ તેનું બધું પાણી નિતારી મિક્સર જારમાં બધી દાળ તથા પૌવા નાખી તેમાં દહીં ને જરૂર મુજબ પાણી નાખી ઘટ્ટ દદરો પેસ્ટ બનાવી લો ત્યાર બાદ તૈયાર આ પેસ્ટને છથી સાત કલાક ગરમ જગ્યા એ  આથો આવવા રાખી મૂકો

મિશ્રણમાં બરોબર આથો આવી જાય એટલે તેને ચમચા વડે બરાબર મિક્સ કરી લો ત્યારબાદ તેમાં છીણેલી દૂધી,ગાજર, મકાઈ (તમારા મનપસંદ શાકભાજી) લીલા ધાણા આદુ મરચાની પેસ્ટ, લસણની પેસ્ટ, મીઠું સ્વાદ પ્રમાણે હળદર, હિંગ, નાખીને આ મિશ્રણને બરાબર મિક્સ કરો બરોબર મિક્સ થઇ ગયા બાદ મિશ્રણના બેથી ત્રણ ભાગ કરી લો જેથી તમે તેમાંથી મીડીયમ જાડો હાંડવો તૈયાર કરી શકો હવે જે મિશ્રણમાં વઘાર કરવો છે તેમાં એક ચમચી જેટલો ઈનો(મીઠા સોડા) નાખી બરોબર મિક્સ કરો

Advertisement

હવે વઘાર માટે કડાઈમાં બધી બાજુ ફેલાવી ને  ૨ થી ૩ ચમચી તેલ રેડી તેની ગરમ કરી લો તેલ બરાબર ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો ત્યાર બાદ આખા સૂકા ધાણા, જીરું, મીઠો લીમડો ને તલ નાખી તતડાવો વઘાર તતડી જાય એટલે  તેમાં તૈયાર મિશ્રણ નાખી દો મિશ્રણ નાખ્યા બાદ તેને કડાઈમાં બરોબર ફેલાવી ધીમા તાપે આઠથી દસ મિનિટ ઢાંકણ ઢાંકી ચડાવો નીચે થી હાંડવો ગોલ્ડન થઇ જાય ત્યાર બાદ તવિથા વડે હંડવાનાં બેટર ને ઉથલાવી બીજી બાજુ પણ ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લો તો તૈયાર છે ,ગુજરાતી હાંડવો.

ગુજરાતી હાંડવો રેસીપી વિડીયો

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર FOOD COUTURE by Chetna Patel ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

ઘરે બનાવો ફરાળી બદામ હલવો – Badam Halwa

ઘરે સ્વાદિષ્ટ બનાવો ફરાળી ઢોકળા – Faradi Dhokra

ઘરે બનાવો સ્વાદિષ્ટ ગુજરાતી હાંડવો – Gujarati Handvo

આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement