
નમસ્તે મિત્રો જ્યારે ઘર માં પુલાવ બન્યો હોય ને વિચાર આવે કે સાથે કાઢી હોય તો કેવી મજા આવે. તો ચાલો બનાવી લઈએ મસ્ત ખાટી મીઠી ગુજરાતી કઢી, ઘણા બધા લોકો ને ગુજરાતી કઢી બનાવવાની રીત તે ખ્યાલ હોતી નથી તો ચાલો જોઈએ, Gujarati kadhi recipe in Gujarati
Kadhi recipe in Gujarati
ખાટી મીઠી ગુજરાતી કઢી બનાવવા નીચે મુજબ ની સામગ્રી જોઇશે
- ખાટી છાશ ૩.૫ કપ
- બેસન ૩ ચમચા
- મીઠા લીમડા ના પાન ૧૦-૧૨
- મીઠું સ્વાદાનુસાર
- ૨ લીલા મરચાં
- આદું નો ટૂકડો ૧ ઇંચ
- આખું લાલ મરચું ૨ સૂકું
- ૩ લવિંગ
- તજ ૧ ટૂકડો
- ૨ ચમચા ખાંડ
- મેથી દાણા ૧ ચમચી
- જીરૂ ૧ ચમચી
- ૩-૪ ચમચા લીલા ધાણા સમારેલા ઘી ૧ ચમચો
Gujarati kadhi recipe in Gujarati
ખાટી મીઠી ગુજરાતી કઢી માટે પહેલા મિક્સર જારમાં આદુ અને મરચા ની પેસ્ટ બનાવી લેવી.હવે એક બાઉલ માં ખાટી છાશ લઈ એમાં બેસન નો લોટ અને આદુ મરચા ની પેસ્ટ નાખી ને હેન્ડ બ્લેન્ડર થી મિક્સ કરી લેવી.
જો તમને છાશ જેરવાની ની જેની થી પણ મિક્સ કરી શકો છો.
એક કઢાઈ ને ગેસ પર મૂકી એમાં છાશ- બેસન વારું મિશ્રણ નાખી એક ઉકાળો આવે પછી તેમાં વઘાર નાખો. કાઢી ઉકળે ત્યાં સુધી તમે વઘાર ની તૈયારી કરી લો.
હવે ગેસ પર એક કડાઈ મૂકી એમાં ૧ મોટો ચમચો ઘી ગરમ કરીને તેમાં ૧ ચમચી મેથી દાણા નાખી ને હલાવો પછી તેમાં તજ, લવિંગ, સૂકું આખું લાલ મરચું, અને જીરૂ નાખીહલાવી તેમાં લીમડા ના પાન નાખી હલાવી ને તેને છાશ – બેસન વારી કઢાઈ માં વઘાર નાખી ને હલાવી લો.
વઘાર નાખ્યા પછી કઢી ને ૩-૪ વાર ઉકાળો આવે ત્યાં સુધી ચડાવો. પછી તેમાં ખાંડ અને મીઠું નાખી કઢી હલાવી લો અને એમાં એક ઉકાળો આવે પછી ગેસ બંધ કરી દો અને લીલા ધાણા થી ગાર્નિશ કરીને પીરસો મસ્ત ચટાકેદાર કઢી.
મિત્રો ખાંડ ની જગ્યા એ જો ગોળ નાખવા માં આવે તો સ્વાદ વધારે સરસ લાગે છે.
અમારા પુલાવ ની રેસિપી પણ તમને જરૂર ગમશે.જેની રેસિપી ની લીંક અમે નીચે આપેલ છે તે અચૂક જોજો
ખાટી મીઠી ગુજરાતી કઢી બનાવવાની રીત
આશા છે અમારા દ્વારા ગુજરાતી કઢી બનાવવાની રીત | ખાટી મીઠી ગુજરાતી કઢી બનાવવાની રીત | Gujarati kadhi recipe તમને ગમી હશે.
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
હેલ્ધી મકાઈ પુલાવ – કોર્ન પુલાવ જે ઘર ના દરેક સભ્યને પસંદ આવશે | Corn Pulao recipe in Gujarati
સ્વાદિષ્ટ ગુજરાતી હાંડવો બનાવવવા ની રીત | Handva Recipe in Gujarat
ગુજરાતી દાળ ઢોકરી બનાવવાની રીત | Daal Dhokri Recipe in Gujarti
દુધી ના હેલ્ધી મુઠીયા બનાવવાની રીત | Dudhi na Mithiya Recipe
આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે