મેથી બેસન નું શાક બનાવવાની રીત | methi besan nu shaak banavani rit

મેથી બેસન નું શાક બનાવવાની રીત - gujarati methi besan nu shaak - methi besan nu shaak banavani rit - methi besan nu shaak recipe in gujarati
Image credit – Youtube/Krishna's Cuisine
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે આવેલ રીક્વેસ્ટ how to make methi besan nu shaak ? તો આપણે મેથી બેસન નું શાક બનાવવાની રીત – gujarati methi besan nu shaak banavani rit શીખીશું. do subscribe Krishna’s Cuisine YouTube channel on YouTube  If you like the recipe આ શાક ખૂબ ઝડપથી તૈયાર થાય છે ને ખાવા માં ખુબ ટેસ્ટી લાગે છે અને શિયાળા માં આ શાક ચોક્કસ બનાવી ને ખાવું જોઈએ તો ચાલો જાણીએ methi besan nu shaak recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

મેથી બેસન નું શાક બનાવવા જરૂરી સામગ્રી

  • મેથી 400 ગ્રામ
  • બેસન 1 કપ
  • ઝીણા સમારેલા ટામેટા 1-2
  • તેલ 3-4 ચમચી
  • જીરું 1 ચમચી
  • લીલા મરચા સુધારેલા 1 -2
  • આદુ પેસ્ટ ½ ચમચી
  • હિંગ ¼ ચમચી
  • હળદર ½ ચમચી
  • સફેદ તલ 1 ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • પાણી ¼ કપ
  • સ્વાદ મુજબ મીઠું

મેથી બેસન નું શાક બનાવવાની રીત | gujarati methi besan nu shaak

મેથી બેસન નું શાક બનાવવા સૌપ્રથમ મેથી ને સાફ કરી બે ત્રણ પાણી થી ધોઇ લ્યો ને નિતારી લ્યો ત્યાર બાદ ઝીણી ઝીણી સુધારી લ્યો હવે  ગેસ પર એક કડાઈમાં ચાળી ને બેસન લ્યો ને એને ધીમા તાપે હલાવી હલાવી ને શેકી લ્યો  બેસન બરોબર શેકાઈ જાય એટલે એક વાસણમાં કાઢી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી તતડાવો ત્યાર બાદ એમાં આદુ પેસ્ટ, લીલા મરચા સુધારેલા અને હિંગ નાખી શેકી લ્યો આદુ બરોબર શેકાઈ જાય એટલે એમાં સફેદ તલ અને હળદર નાખી મિક્સ કરો

Advertisement

હવે એમાં ઝીણી સુધારેલી મેથી નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ઢાંકી ને ત્રણ ચાર મિનિટ ચડાવી લ્યો ચાર મિનિટ પછી ઢાંકણ ખોલી બરોબર મિક્સ કરી લ્યો ને એમાં ઝીણા સમારેલા ટામેટા, ધાણા જીરું, લાલ મરચાનો પાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો ને ફરી ઢાંકી ને ચાર પાંચ મિનિટ ચડાવી લ્યો

પાંચ મિનિટ પછી મસાલા અને ટમેટા બરોબર ચડી જસે ત્યાર બાદ એમાં પા કપ પાણી નાખી મિક્સ કરી ગરમ કરી લ્યો પાણી ઉકળવા લાગે એટલે એમાં શેકી રાખેલ બેસન નાખી બરોબર મિક્સ કરી લ્યો

હવે કડાઈ ને ઢાંકી નાખો ને શાક ને બે ત્રણ મિનિટ ધીમા તાપે ચડવા દયો ત્રણ મિનિટ પછી શાક બરોબર હલાવી લ્યો તો તૈયાર છે મેથી બેસન નું શાક.

methi besan nu shaak banavani rit | methi besan nu shaak recipe in gujarati

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Krishna’s Cuisine ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

શેકી રીંગણનો ઓળો બનાવવાની રીત | Sheki ringan no olo banavni rit

બદામ કુકી ચોકલેટ બનાવવાની રીત | Badam cookie chocolate banavani rit

ચુરમુર બનાવવાની રીત | churmur banavani rit | churmur recipe in gujarati

સોજી નો હલવો બનાવવાની રીત | suji no halvo banavani rit | suji no halvo recipe in gujarati

કાચા કેળાનું શાક બનાવવાની રીત | kacha kela nu shaak banavani rit | kacha kela nu shaak recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement