આજ ના આર્ટીકલ ની અંદર મેળવો માહિતી ગુલાબ જળ વિશે જેમાં ગુલાબજળ ના ફાયદા,ઘરેલું ઉપચાર મા ગુલાબજળ નો ઉપયોગ કરવાની રીત, ઘરે ગુલાબજળ બનાવવાની રીત, gulab jal na fayda, gulab jal banavani rit.
ગુલાબજળ
ગુલાબજળ એક એવું સુગંધિત દ્રવ્ય છે જે લાલ, સફેદ અને ગુલાબી રંગ ના ગુલાબ થી બનાવવા માં આવે છે. ઉનાળા ની ઋતુ માં તો તેનો વિશેષ ઉપયોગ કરવામાં આવતો હોય છે.
પછી ભલે એ ત્વચા માટે હોય, વાળ માટે હોય, ધાર્મિક વિધિ માટે હોય, ભારતમાં ખાસ કરી ને અલગ અલગ રીતે ગુલાબ અને ગુલાબ જળ નો ઉપયોગ કરવામાં આવે છે ,
ખાદ્ય ચીજ વસ્તુઓમાં પણ ગુલાબ જળ નો ઉપયોગ કરવમાં આવે છે જેમકે ગુલાબજાંબુ. તેની ચાસણી માં ગુલાબ જળ નાખવાથી સુગંધ અનેરી થઇ જાય છે.
ગુલાબ નું શરબત, જે ગુલાબ માં ખાંડ નાખીને બનાવવામાં આવે છે. જે ખુબ જ પ્રચલિત છે અને સ્વાદિષ્ટ પણ લાગે છે.
આજ ના આ લેખ માં અમે તેમણે ગુલાબ જળ ના ફાયદા ત્વચા માટે, વાળ માટે, તેની ઉપયોગ કરવાની વિધિ, ચિકિત્સા ના રૂપ માં ગુલાબ જળનો ઉપયોગ કરવાની રીત, ઘરે ગુલાબ જળ બનાવવાની પદ્ધતિ વિષે જણાવીશું.
ઘરે ગુલાબજળ બનાવવાની રીત | Gulab jal banavani rit
બે વાસણ લ્યો. એક નાનું અને એક મોટું. એવી રીતના કે મોટા વાસણ ની અંદર નાનું વાસણ સમાઈ જાય. હવે મોટા વાસણ માં એક સ્ટેન્ડ રાખી ને તેમાં લગભગ ૨-૩ ગ્લાસ પાણી અને ૧૫-૨૦ જેટલા ગુલાબ નાખી દો.
હવે જે સ્ટેન્ડ રાખ્યું છે તેના ઉપર એક ખાલી નાનું વાસણ રાખો. હવે ગેસ ચાલુ કરીને આ પાણી ને આશરે ૨૦-૨૫ મિનીટ સુધી ઉકાળો.
હવે જેવું પાણી ગરમ થવા લાગે તેવું જ નાના વાસણ પર એક ઢાકાન ઢાકી દો. તેમાં જે વરાળ ના સ્વરૂપે પાણી ભેગું થશે તે ગુલાબજળ હશે.
જયારે ઢાંકણઢાંકો છો તેના ઉપર બરફ રાખવો. એટલે વરદ ના સ્વરૂપ નું ગુલાબજળ વધારે પ્રમાણ માં મળે. પછી તેને ગેસ પર થી ઉતારી લો, અને ઠંડુ થવા દો.
આ રીતે ઘરે જ કોઈપણ પ્રકાર ના રસાયણિક તત્વો વગર નું એકદમ નેચરલ ગુલાબજળ તૈયાર થશે.
ગુલાબ જળ નો ઉપયોગ અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે કરવામાં આવે છે. એમાંથી અમુક રીતો આજે જણાવવામાં આવી છે.
ત્વચા માટે ગુલાબજળ નો ઉપયોગ
સૌથી વધારે ગુલાબજળ નો ઉપયોગ જેમાં થતો હોય તો તે છે ત્વચા માં, સ્કીન ના પ્રકાર પ્રમાણે ગુલાબજળ નો ઉપયોગ કરવામાં આવે છે. જેમકે,
ગુલાબજળ ના ફાયદા કોમળ ત્વચા માટે | Gulab jal na fayda Skin mate
કોમળ ત્વચા માટે ગુલાબજળ એક ઉત્તમ ઔષધી રૂપ પાણી છે.
ગુલાબ માં એન્ટી ઓક્સીડેન્ટ તત્વ હોય છે જે ત્વચા ને રક્ષણ આપે છે. ડલ થઇ ગયેલી ત્વચા માં નીખર લાવે છે ગુલાબજળ.
જો ત્વચા ના કોઈપણ ભાગ પર બળતરા થતી હોય છે તો ગુલાબ જળ અને ગ્લીસરીન બન્ને ને સરખા ભાગે મિક્ષ કરીને લગાવ્યા તો આરામ મળે છે.
ગુલાબજળ ના ફાયદા સુકી ત્વચા માટે
સુખી અને બરછટ ત્વચા ને ગુલાબજળ નમી પ્રદાન કરે છે.
ગુલાબજળ લગાવવાથી ત્વચા ને ઠંડક મળે છે, સુકી ત્વચા ને ગુલાબજળ હાઈડ્રેટ કરે છે. ગુલાબ માં કુદરતી ખાંડ નું પ્રમાણ હોય છે. જે ત્વચા ને સાફ પણ રાખે છે અને મુલાયમ પણ બનાવે છે.
ગુલાબજળ ના ફાયદા તૈલીય ત્વચા માટે
તૈલી ત્વચા મટે ગુલાબજળ એકદમ સરળ રીતે વાપરવામાં આવે છે. ગુલાબજળ માં લીંબુનો રસ મિલાવીને લગાવવાથી ત્વચા મારહેલું તૈલીયપણું નીકળી જાય છે અને ત્વચા મુલાયમ બને છે.
ત્વચાના PH સ્તર ને જાળવી રાખવા માટે ગુલાબ જળ નો ઉપયોગ
ત્વચા ના પી એચ સ્તર ને જાળવી રાખવા માટે કોઈપણ પ્રકાર ની ત્વચા માટે ગુલાબ જળ બેસ્ટ છે.
પી એચ સ્તર જાળવવું ત્વચા માટે ખુબ જ જરૂરી છે કારણક કે તેનાથી જ ત્વચા હાઈડ્રેટ થાય છે અને તેનાથી જ ત્વચા ના બંધ થઇ ગયેલા રોમ છિદ્રો ખુલે છે.
કરચલીઓ માટે ગુલાબજળ નો ઉપયોગ
ગુલાબજળ ત્વચા માં પડેલી કરચલીઓ ને પડતા અટકાવે છે. ગુલાબ ની વિશેષતા જ એ છે કે તે કળા ડાઘા, કરચલીઓ, વગેરે ને દૂર કરે છે અને ત્વચા ને સાફ બનાવે છે.
ગુલાબ જળ ને દિવસમાં બે કે ત્રણ વાર લગાવવાથી આ બધી પરેશાનીયો માંથી છુટકારો મળી જાય છે.
ત્વચા માં ખીલ ને દૂર કરવા માટે ગુલાબ જળ નો ઉપયોગ
ગુલાબજળ ના ઉપયોગ થી ખીલ અને કળા ધાબા ને આરામ થી દૂર કરી શકાય છે.
ગુલાબજળ માં એક લીંબૂ નો રસ મિક્સ કરીને ચહેરા ઉપર લગાવવાથી ખીલ થોડાક જ દિવસ માં દૂર થઇ જાય છે મટી જાય છે.
અઠવાડિયામાં બે વાર તેનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ. જો લીંબૂ માફક નથી આવતું તો ફક્ત ગુલાબ જળ લગાવવાથી પણ ફાયદો થાય છે.
ગુલાબજળ ના ફાયદા આંખો નીચે ના કાળા કુંડાળા(ડાર્ક સર્કલ્સ) ને દૂર કરવા
આંખો નીચે ડાર્ક સર્કલ્સ થઇ જવાથી ચહેરા ની રોનક બગડી જાય છે, તેના ઉપાય સ્વરૂપે ગુલાબજળ માં રૂં બોડી ને રૂં ની મદદ થી આંખોની આસપાસ ૧૫ મિનીટ સુધી દરરોજ લગાવવું.
દરરોજ ગુલાબજળ નો ઉપયોગ કરવાથી ધીમે ધીમે ફાયદો જણાશે.
ગુલાબજળ ના ફાયદા વાળ માટે
જેમ ત્વચા ના પ્રકાર છે તેમ વાળ ના પણ પ્રકાર હોય છે. વાળ ના પ્રકાર પ્રમાણે ગુલાબ જળ નો ઉપયોગ કરવાથી વાળ મુલાયમ, ચમકીલા અને સારા બની જાય છે.
ગુલાબ જળ નો ઉપયોગ ડ્રાય હૈર માટે
Rose water ગુલાબજળ અને ગ્લીસરીન ને સરખા પ્રમાણ માં મિક્સ કરીને વાળ ના મૂળ માં લગાવવાથી વાળ હાઈડ્રેટ થાય છે અને વાળ ને પોષણ મળે છે અને વાળ માં ચમક આવે છે.
ગુલાબજળ ના ફાયદા વાળ ને મુલાયમ બનાવવા માટે
શેમ્પૂ કર્યા પછી વાળ ને મુલાયમ રાખવું ખુબ જ જરૂરી બની જાય છે. કારણ કે શેમ્પૂ માં ઘણા બધા કેમિકલ્સ હોય છે. જે વાળ ને બેજાન બનાવી દે છે. તેના માટે ગુલાબ નું તેલ નો ઉપયોગ કરવો જોઈએ.
વાળ ધોઈ લીધા પછી અને સુકાઈ જાય પછી નારિયેળ તેલ માં ૧૦ ટીપાં ગુલાબ ના તેલ ના નાખીને વાળ માં લગાવવાથી વાળ મુલાયમ બને છે.
ગુલાબજળ નો ઉપયોગ વાળ નો ગ્રોથ વધારવા માટે
બહાર નું વાતાવરણ અને ધૂળ માટી ઉડવાને કારણે વાળ ખુબ જ ખરાબ થઇ જાય છે. તેવામાં માત્ર વાળ ને શેમ્પૂ વડે ધોવા જ પર્યાપ્ત નથી, તેની કેયર કરવી પણ જરૂરી બની જાય છે.
તેના માટે ગુલાબજળ માં વિટામીન ઈ ની કેપ્સ્યુલ અને તેલ મિક્સ કરીને વાળ માં લગાવવું. વાળ નું ઉતરવું અને તૂટવું બંધ થઇ જશે અને વાળ ચમકદાર અને ઘાટા પણ બનશે.
ખોડા ને દૂર કરવા માટે ગુલાબજળ નો ઉપયોગ
વાળ ના મુળિયા માં નમી ઓછી થઇ જવાને કારણે ખોડા ની સમસ્યા ઉભી થાય છે. ખોડો વાળ ને સુસ્ક અને બેજાન બનાવી દે છે અને વાળ તુટવા લાગે છે.
આના થી છુટકારો મેળવવા માટે ગુલાબજળમાં મેથીના દાણા ને અમુક કલાક સુધી પલાળીને રાખવા મેથી ના દાણા ફૂલી ને મોટા થઇ જાય પછી તેને પીસીને વાળ ના મુળિયા માં લગાવવું,
આમ કરવાથી ખોડા માં ત્વરિત રાહત થાય છે અને વાળ મુલાયમ બને છે.
કોસ્મેટીક વસ્તુઓ બનાવવા માટે ગુલાબ જળ નો ઉપયોગ
ગુલાબજળ નો ઉપયોગ કોસ્મેટીક વસ્તુઓ બનાવવા માટે કરવામાં આવે છે. જેમ કે કોલ્ડ ક્રીમ, ભારત માં પણ તેનો ઉપયોગ મહદઅંશે ઘરેલું સુંદરતા પ્રસાધનો મા પણ કરવામાં આવે છે.
ગુલાબ નું ઈત્તર બનાવવા માટે પણ ઉપયોગ થાય છે.
આયુર્વેદી ઔશ્ધીતરીકે ગુલાબજળ
ગુલાબજળ નો ઉપયોગ આયુર્વેદિક ઔષધી તરીકે હેલ્થ માટે પણ કરવમાં આવે છે. જેમકે તેનો મલ્હમ બનાવી ને વાગ્યા પર લાગવવા માટે, ફેસ પર કોઈ પણ પ્રકાર ની એલર્જી થઇ હોય તો તેને શાંત કરવા માટે.
ધાર્મિક ચીજવસ્તુ માટે ગુલાબ જળ નો ઉપયોગ
ગુલાબ ના તેલ માંથી ઈત્તર બનાવવા માં આવે છે. આ ઈત્તર ને ધાર્મિક કાર્યક્રમો માં વાપરવામાં આવે છે.
પૂજા ની સામગ્રીમાં ગુલાબ નો ઉપયોગ કરવામાં આવે છે. ભગવાન ને ફૂલચડાવવા માટે પણ ગુલાબ નો ઉપયોગ સૌ પ્રથમ કરવામાં આવે છે.
મુસ્લિમ અને ઈસાઈ ધર્મ માં તો ગુલાબ નું ખુબ જ મહત્વ છે.
ગુલાબજળ ને સંબંધિત કેટલાક મુજ્વતા પ્રશ્નો
ચહેરો ધોઈ ને જ ગુલાબજળ ને ચહેરા પર લગાવવું જોઈએ, રાત્રેસુતા પહેલા પણ ગુલાબ જળ લગાવી શકાય છે.
હળદર અને ગુલાબજળ મિક્સ કરીને ચહેરા પર લગાવવાથી ખીલ તેના ડાઘા, કરચલીઓ વગેરે જેવી સમસ્યા માંથી છુટકારો મળે છે. તમે હળદર સાથે ચંદન પાવડર પણ મિક્સ કરીને લગાવી શકો છો. ગરમીની સીઝન માં આ ફેસ પેક લગાવવાથી ખુબ જ ફાયદો થાય છે.
લીંબૂ સાથે ગુલાબજળ મિક્સ કરીને લગાવાય છે, સંતરા ના પાવડર માં ગુલાબજળ મિક્સ કરીને તેની પેસ્ટ બનાવીને લગાવી શકાય છે, ચંદન પાવડર માં ગુલાબજળ મિક્સ કરીને લગાવી શકાય છે, મુલતાની માટી માં ગુલાબજળ મિક્ષ કરીને લગાવી શકાય છે.
ગ્લીસરીન અને ગુલાબજળ ને સરખી માત્રા માં મિક્સ કરીને દરરોજ રાત્રે સુતા પહેલા ચહેરો ધોઈ ને લગાવવાથી ખુબ જ ફાયદો થાય છે.
ગુલાબ જળ અને એલોવેરા જેલ આ બન્ને ને સરખા ભાગે લઈને એકદમ સારી રીતે મિક્સ કરીને એક નાની ડબ્બી માં ભરી લો. તમે તેને ઉનાળા માં કોલ્ડ ક્રીમ તરીકે ઉપયોગ કરી શકો છો. હાથ, પગ, અને ચહેરા પર લગાવી શકાય છે. એલોવેરા જેલ ઉનાળા માં સનસ્ક્રીન લોશન નું કામ કરે છે.
મધ ત્વચા ને હાઈડ્રેટ કરવાનું કામ કરે છે. બે મોટા ચમચા મધમા તારણ મોટી ચમચી ગુલાબજળ મિલાવી લો. આ મિશ્રણ ને ફેસ પેક ની જેમ ચહેરા પર લગાવો. ૧૫ મિનીટ પછી ચહેરો પાણી વડે સાફ કરી લો.
Rose water benefits in Gujarati | Gulab jal na fayda
નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો
ડુંગળી ના રસ ના ફાયદા વાળ માટે અને વિવિધ રીતે ઉપયોગ કરવાની રીત | Dungari na ras na fayda
વાળ ખરવાના કારણો | ખરતા વાળ રોકવાના ઉપાયો | vad kharvan karan
માથાનો ખોડો દુર કરવાના 13 ઘરગથ્થું ઉપાય | khodo dur karvana upay
ડ્રાય સ્કીન થવાના કારણો અને તેના ઘરેલું ઉપાયો | Dry Skin Solutions Gujarati
આવીજ સ્વાસ્થ્ય માટે ઉપયોગી બીજી માહિતી વાંચવા અહી ક્લિક કરો.
નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,
કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે