ઇન્સ્ટન્ટ ગુલાબ જામુન રેસિપી | ગુલાબ જાંબુ બનાવવાની રીત | Gulab jamun recipe

ઇન્સ્ટન્ટ ગુલાબ જામુન રેસિપી - ગુલાબ જાંબુ બનાવવાની રીત - gulab jamun recipe in gujarati
Image – Youtube/Chef Ranveer
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે બનાવતા શીખીશું ઇન્સ્ટન્ટ ગુલાબ જાંબુ બનાવવાની રીત, ગુલાબ જામુન બનાવવાની રેસિપી, Gulab jamun recipe in Gujarati , Gulab jamun banavani rit.

ગુલાબ જામુન બનાવવાની રેસિપી

ઇન્સ્ટન્ટ ગુલાબ જાંબુ બનાવવા નીચે મુજબ ની સામગ્રી જોઈશે.

  • મિલ્ક પાઉડર ૯ ચમચી
  • મેંદો ૩ ચમચી
  • સોજી ૧ ચમચી
  • પા ચમચી બેકિંગ પાઉડર
  • ખાંડ ૧ કપ
  • દૂધ ૨ ચમચી
  • દહીં ૨ ચમચી
  • ઘી ૧ ચમચી
  • એલચી ૨-૩
  • ગુલાબ જળ ૨-૩ ચમચી
  • ગુલકંદ ૧-૨ ચમચી (ઓપસ્શનલ)
  • પિસ્તા ની કતરણ ૮-૧૦ નંગ
  • પાણી જરૂર મુજબ

Gulab jamun recipe in Gujarati

ઇન્સ્ટન્ટ ગુલાબ જાંબુ બનાવવા સૌ પ્રથમ એક વાસણમાં નવ ચમચી મિલ્ક પાઉડર (દૂધ નો પાવડર) ,ત્રણ ચમચી મેંદો,એક ચમચી સોજી ને પા ચમચી બેકિંગ પાઉડર નાખી બધું બરોબર મિક્સ કરો,

ત્યાં બાદ તેમાં ૧-૨ ચમચી દૂધ ને ૧-૨ ચમચી દહીં નાખી હાથ વડે જેમ લોટ બાંધી એ તેમ નરમ લોટ બાંધી લ્યો,

Advertisement

ત્યાર બાદ તેમાં એક ચમચી જેટલું ઘી નાખી લોટ બાંધી તૈયાર કરી લ્યો ત્યાર બાદ બાંધેલા લોટ ને ૪-૫ મિનિટ ઢાંકી ને એક બાજુ મૂકો

હવે ગુલાબ જાંબુ ની ચાસણી માટે ગેસ પર એક તપેલી માં એક કપ ખાંડ ને એક કપ પાણી નાખી ખાંડ ની ચાસણી બનાવો,

ખાંડ ઓગળી જાય એટલે તેમાં બે ત્રણ એલચી ને ગુલાબ જળ નાખી ને મિક્સ કરી ગેસ બંધ કરી તૈયાર ચાસણી ને એક બાજુ મૂકો

હવે જાંબુ ને તરવા માટે એક કડાઈ માં ઘી અથવા તેલ ધીમા તાપે ગરમ મૂકો ઘી ગરમ થાય ત્યાં સુધી માં બાંધેલા લોટ ને મસળી લ્યો ને તેમાં થી નાની નાની ગોળીઓ વાળી લ્યો,

ગોળી બનાવતા સમયે વચ્ચે એક પિસ્તા કે એલચી ના દાણા કે ગુલકંદ નાખો જેથી જ્યારે ત્રેલી ગોળી ચાસણી માં નાખશું ત્યારે ચાસણી અંદર સુંધી જસે ને ગોળી વચ્ચે થી કોરી કે કઠણ નહી રહે

તૈયાર કરેલા ગોળીઓ ને ધીમા તાપે ઘી માં બધી બાજુ થી ગોલ્ડન થાય ત્યાં સુધી તળો તરેલી ગોળીઓ ને ઘી માંથી કાઢી ગરમ ચાસણી માં નાખો ને ૧-૨ કલાક એક બાજુ મૂકી દયો,

૨ કલાક બાદ ગુલાબ જાંબુ ને ચાસણી માંથી કાઢી ને સર્વિંગ ડીશ માં મૂકી ઉપર થી પિસ્તા ની કતર થી ગાર્નિશ કરી પીરસો ગુલાબ જાંબુ.

Gulab jamun banavani rit

 

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Chef Ranveer Brar ને Subscribe કરજો

અમારા દ્વારા બતાવવામાં આવેલ ગુલાબ જાંબુ બનાવવાની રીત કેવી લાગી અચૂક જણાવજો.

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

સ્વાદિષ્ટ બાલુંસાહી મીઠાઈ રેસીપી | Balushahi recipe in Gujarati

મગદાળ નો હલવો બનાવવાની રીત 

મેથી મટર મલાઈ રેસીપી બનાવવાની રીત | matar malai recipe in Gujarati

આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement