ગુલકંદ બનાવવાની રીત | gulkand recipe in gujarati | gulkand banavani rit

ગુલકંદ બનાવવાની રીત - gulkand recipe in gujarati - gulkand banavani rit
Image credit – Youtube/Madhuris kitchen recipes
Advertisement

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Madhuris kitchen recipes  YouTube channel on YouTube આજે આપણે ગુલકંદ બનાવવાની રીત – gulkand banavani rit – gulkand recipe in gujarati શીખીશું. ગુલકંદ એ ઠંડુ કહેવાય ને  પેટમાં ઠંડક આપે છે એટલે ગરમીમાં ઘણા ગુલકંદ ખાતા હોય છે બજારમાં તો તૈયાર મળે જ છે પણ ઘરે બનાવવું ખૂબ સરળ ને જડપી છે ને એક વાર બનાવી બાર મહિના સુધી સાચવી શકાય છે તો ચાલો ગુલકંદ બનાવવા માટેની સામગ્રી જોઈએ.

ગુલકંદ બનાવવા જરૂરી સામગ્રી | gulkand recipe ingredients

  • દેશી ગુલાબ 40-50 નંગ /દેશી ગુલાબ ની પાંખડી 100 ગ્રામ
  • ખડી સાકર 120 ગ્રામ
  • મધ 1 ચમચી

Gulkand recipe in gujarati

ગુલકંદ બનાવવા સૌપ્રથમ ગુલાબની પાંદડી ને  ગુલાબ ની દાડી થી અલગ કરી લ્યો ત્યાર બાદ પાંદડી ને મોટા વાસણમાં પાણી ભરીને ધોઇ ને સાફ કરી લ્યો અને ચારણીમાં કાઢી પાણી નિતારી લ્યો

હવે પાંદડી ને કોટનના કપડા પર ફેલાવી ને સૂકવી કોરી કરી લ્યો ધ્યાન રાખવું કે પાણી બિલકુલ ન રહે

Advertisement

ખડી સાકાર ને પીસી ને ભૂકો કરી લેવો

હવે એક વાસણમાં થોડી ગુલાબની પાંદડી લ્યો એના પર બે ત્રણ ચમચી પીસેલી સાકાર નાખી મેસર થી કે હાથ થી બરોબર મસળો ત્યાર બાદ ફરી થોડી ગુલાબની પાંદડી લ્યો એના પર ફરી ત્રણ ચાર ચમચી પીસેલી સાકાર નાખી બરોબર મસળીને મિક્સ કરો

 બધી પાંદડી ને સાકાર મિક્સ થઈ જાય એટલે એમાં એક ચમચી મધ નાખી મિક્સ કરો (મધ નાખવું ઓપ્શનલ છે) આઠ દસ કલાક ઢાંકી ને એક બાજુ મૂકો દસ કલાક કે આખી રાત મૂક્યા પછી મિશ્રણ ને એક કાચની બરણી કે સ્ટીલ ના ડબ્બા માં ભરી લ્યો

બરણી કે ડબ્બા ને કોટન ના પાતળા કપડા થી બંધ કરી તડકે મૂકો સાંજે ઘરમાં લઈ ચમચા થી મિક્સ કરો બીજે દિવસે સવારે ફરી બરણી તડકે મૂકો ને સાંજે ઘરમાં લઈ મિક્સ કરી લ્યો આમ ઓછામાં ઓછું છ સાત દિવસ તડકે મૂકવું ને ઘરમાં લઈ ને મિક્સ કરવું

તૈયાર છે ગુલકંદ

ગુલકંદ બનાવવાની રીત | gulkand banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Madhuris kitchen recipes ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

ફરસી પુરી બનાવવાની રીત | farsi puri recipe in gujarati | farsi puri banavani rit

પાણીપુરી નું પાણી બનાવવાની રીત | panipuri nu pani recipe in gujarati

ઠંડક આપતું સાબુદાણા ફાલુદા બનાવવાની રીત | sabudana falooda recipe

હેલ્ધી મકાઈ પુલાવ | કોર્ન પુલાવ બનાવવાની રીત | Corn Pulao recipe Gujarati

કટોરી ચાટ બનાવવાની રીત | katori chaat banavani rit | katori chaat recipe in gujarati

સાબુદાણા ટામેટા ના પાપડ બનાવવાની રીત | sabudana tameta na papad banavani rit | sabudana tameta na papad recipe in gujarati

ભરેલા ભીંડા નું શાક બનાવવાની રીત | bharela bhinda nu shaak banavani rit

આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement