નમસ્તે મિત્રો આજે આપણે ગુલકંદ નો આઈસ્ક્રીમ બનાવવાની રીત – gulkand no ice cream banavani rit શીખીશું. આઈસક્રીમ નું નામ આવતાં જ મનમાં આનંદ આવી જાય ને મૂડ બની જાય ને આજ કાલ તો બજારમાં અલગ અલગ પ્રકારની કેટલી આઈસક્રીમ આવતી થઈ ગઈ છે, do subscribe Sai Cooking – Hindi YouTube channel on YouTube If you like the recipe , એમાંથી જ આજ કલ બધાની પસંદીદા ગુલકંદ આઈસક્રીમ બનાવવાની રીત શીખીએ તો ચાલો જાણીએ gulkand ice cream recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.
ગુલકંદ નો આઈસ્ક્રીમ બનાવવા જરૂરી સામગ્રી
- ફૂલ ક્રીમ દૂધ 1 કપ
- ખાંડ ¼ કપ
- મિલ્ક પાઉડર ¼ કપ
- કોર્ન ફ્લોર 1 ચમચી
- મીઠું 1 ચપટી
- કન્ડ્સ મિલ્ક ¼ કપ
- વ્હિપક્રીમ 1 કપ
- ગુલકંદ 1-2 ચમચી
- ગુલાબ જળ ¼ ચમચી
- ગુલાબી ફૂડ કલર 1-2 ટીપાં
- સૂકા ગુલાબ ની પાંખડી/ ગુલાબ ની પાંખડી 1-2 ચમચી
ગુલકંદ નો આઈસ્ક્રીમ બનાવવાની રીત | gulkand ice cream recipe in gujarati
ગુલકંદ નો આઈસ્ક્રીમ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ફૂલ ક્રીમ દૂધ લ્યો એમાં ખાંડ, કોર્ન ફ્લોર, મિલ્ક પાઉડર અને ચપટી મીઠું નાખી ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર મૂકી ધીમા તાપે મિક્સ કરતા રહી દૂધ ને ઉકળવા દયો નેદુધ ને હલાવતા રહેવું નહિતર કોર્ન ફ્લોર તરીયા માં ચોટી જસે તો આઈસક્રીમ નો સ્વાદ બગાડી નાખશે.
દૂધ ઊકળવા લાગે એટલે ગેસ બંધ કરી નાખો ને ગેસ પરથી ઉતારી ને એમાં કંડેસ મિલ્ક નાખી મિક્સ કરી લ્યો ને ત્યાર બાદ ગરણી વડે ગાળી લ્યો જેથી એમાંથી કોઈ ગાંઠા રહી ગયા હોય તો ગરણી થી ગાળી લ્યો અને એક બાજુ ઠંડુ થવા દયો ત્યાર સુંધી બીજા વાસણમાં વ્હિપક્રીમ લ્યો અને એને બ્લેન્ડર વડે ફેટી લ્યો ( બ્લેન્ડર ના હોય તો મિક્સર જાર માં પણ ફેરવી શકો છો ).
હવે ક્રીમ અને દૂધ ના મિશ્રણ ને બરોબર મિક્સ કરી લ્યો ને બરોબર મિક્સ કરવા એક વખત બ્લેન્ડર થી બ્લેન્ડ કરી લ્યો ત્યાર બાદ એમાં ગુલકંદ અને ગુલાબ જળ નાખી ને મિક્સ કરી લ્યો અને બરોબર મિક્સ કરી લ્યો.
હવે એમાં ગુલાબ ની પાંદડી નાખી મિક્સ કરી લ્યો ને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને ડબ્બો બંધ કરી છ થી આઠ કલાક અથવા આખી રાત ફ્રીઝર માં મૂકી જમાવી લ્યો ત્યાર બાદ મજા લ્યો ઠંડી ઠંડી ગુલકંદ આઈસક્રીમ.
gulkand no ice cream banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sai Cooking – Hindi ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
સોજી મિલ્ક કેક બનાવવાની રીત | Soji milk cake banavani rit
પાણીપુરી ના પાણી નું પ્રિમિક્ષ | pani puri na pani nu premix banavani rit
શલગમ નું શાક બનાવવાની રીત | shalgam nu shaak banavani rit | shalgam nu shaak recipe in gujarati
મોઝરેલા ચીઝ બનાવવાની રીત | mozzarella cheese banavani rit
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે