નમસ્તે મિત્રો આજે આપણે ગુલકંદ શેક બનાવવાની રીત – Gulkand shake banavani rit શીખીશું. ઉનાળા ની ગરમી માં ઠંડુ ઠંડુ ખાવા પીવાની ખૂબ મજા આવી જાય છે, do subscribe शिव संसार YouTube channel on YouTube If you like the recipe ,પણ બધા ઠંડા સ્વાસ્થ્ય માટે પણ સારા હોય એ જરૂરી તો ના હોય પણ આજ આપણે જે ઠંડુ બનાવશું એ ઠંડક તો આપશે સાથે સ્વાસ્થ્ય પણ ખૂબ સારું છે તો ચાલો જાણીએ Gulkand shake recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.
ગુલકંદ શેક બનાવવા જરૂરી સામગ્રી
- ફૂલ ક્રીમ દૂધ 1-2 ગ્લાસ
- પલાળેલા કાજુ 8-10
- પલાળેલી બદામ 8-10
- ગુલકંદ 3-4 ચમચી
- ખાંડ 1 ચમચી
- બરફ ના કટકા
- પિંક કલર 1 -2 ચપટી
- રોઝ સીરપ 1 +1 ચમચી
- ગુલાબ ના પાંદડા 1-2
- ડ્રાય ફ્રુટ ની 1 ચમચી
ગુલકંદ શેક બનાવવાની રીત | Gulkand shake recipe in gujarati
ગુલકંદ શેક બનાવવા સૌપ્રથમ ફૂલ ક્રીમ દૂધ ને ગરમ કરી ukadi ને ઠંડુ કરી ફ્રીઝ માં મૂકી ઠંડુ કરી લ્યો ત્યાર બાદ કાજુ ને એક કપ પાણી માં નાખી પાંચ છ કલાક પલાળી મુકો અને બદામ ને પણ એક કપ પાણી માં પલાળી મુકો ને બરોબર પલાળી લીધા બાદ એના ફોતરા કાઢી નાખવા અને એક કાજુ, એક બદામ, બે પિસ્તા ની કતરણ કરી એક બાજુ મૂકો અને ગુલાબ ના પાંદડા ને પણ ધોઇ ને સાફ કરી લ્યો.
હવે મિક્સર જાર માં ઠંડુ કરેલ ફૂલ ક્રીમ દૂધ નાખો સાથે એમાં પલાળેલા કાજુ અને પલાળેલા ફોતરા વગરની બદામ નાખી ને બરોબર પીસી લ્યો ત્યાર બાદ એમાં ખાંડ, ગુલકંદ, પિંક ફૂડ કલર, એક ચમચી રોઝ સીરપ અને બે ત્રણ બરફ ના કટકા નાખી ને બરોબર પીસી લ્યો.
હવે સર્વિંગ ગ્લાસ માં તૈયાર કરેલ શરબત નાખો સાથે બે ટુકડા બરફ ના કટકા નાખી ને ઉપર થી ડ્રાય ફ્રુટ ની કતરણ, રોઝ સિરપને ગુલાબ ની પાંદડી થી ગાર્નિશ કરો ઠંડો ગુલકંદ શેક.
Gulkand shake banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર शिव संसार ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
દૂધ વાળી બ્રેડ બનાવવાની રીત | Dudh vari bread banavani rit
તરબૂચ ની છાલ ની ચટણી | Tarbuch ni chal ni chutney
ટામેટા ની ગ્રેવી બનાવવાની રીત | Tameta ni greavy banavani rit
દહીં પાપડી ચાટ બનાવવાની રીત | Dahi papdi chat banavani rit
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે