નમસ્તે મિત્રો આજે આપણે ગન પાઉડર બનાવવાની રીત શીખીશું. આ ગન પાઉડર ને મિલગપોડી પાઉડર કે પોડી પાઉડર પણ કહેવાય છે આ એક પ્રકારની સૂકી ચટણી છે, do subscribe YouTube channel on YouTube If you like the recipe જે સાઉથ માં ઈડલી ઢોંસા સાથે સર્વ થતી હોય છે અને આ ચટણી સાથે ઘી ખૂબ ટેસ્ટી લાગે છે તો ચાલો જાણીએ મિલગપોડી પાઉડર બનાવવાની રીત – Gun powder recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.
મિલગપોડી પાઉડર બનાવવા જરૂરી સામગ્રી
- તેલ 1-2 ચમચી
- સૂકા કાશ્મીરી લાલ મરચા 20-25
- ચણા દાળ ⅔
- અડદ દાળ ½ કપ
- મેથી દાણા ¼ ચમચી
- હિંગ 1-2 ચપટી
- મરી 1 ચમચી
- આખા ધાણા 1-2 ચમચી
- જીરું ½ ચમચી
- રાઈ ½ ચમચી
- સફેદ તેલ 1 ચમચી
- આમચૂર પાઉડર 2 ચમચી
- મીઠા લીમડાના પાન 15-20
- મીઠું સ્વાદ મુજબ
ગન પાઉડર બનાવવાની રીત | Gun powder recipe in gujarati
ગન પાઉડર બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં સૂકા લાલ મરચા નાખી ને ધીમા તાપે શેકી લેવા મરચા શેકાઈ ને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકવા,
ત્યાર બાદ એક વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ એજ કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં ચણા દાળ નાખી બે ચાર મિનિટ શેકી લ્યો
હવે એમાં અડદ દાળ નાખી અડદ ને પણ બે મિનિટ શેકી લ્યો બને દાળ બરોબર શેકી લીધા બાદ એમાં મેથી દાણા નાખી મિક્સ કરી લેશું સાથે મરી, હિંગ, આખા ધાણા નાખી ને બીજા ત્રણ ચાર મિનિટ શેકી લેવા ચાર મિનિટ પછી એમાં જીરું અને મીઠા લીમડાના પાન નાખી ને મિક્સ કરી મીઠા લીમડાના પાન ને શેકી સૂકવી ને ક્રિસ્પી કરી લ્યો ( મીઠા લીમડાના પાન ને પાણી થી ધોઈ કપડા માં સાવ કોરા કરી ને લેવા )
મીઠા લીમડા ના પાંદડા ને તમે અલગ કડાઈ માં શેકી ને સાવ ક્રિસ્પી કરી ને પણ લઈ શકો છો મીઠા લીમડા ના પાન સુકાઈ સાવ સુકાઈ જાય એટલે એમાં સફેદ તલ, સ્વાદ મુજબ મીઠુ નાખી મિક્સ કરી બે મિનિટ શેકી લ્યો ( મસાલા ને ધીમા તાપે જ શેકવા નહિતર બરી જસે તો એનો સ્વાદ સારો નહિ લાગે)
બધા મસાલા બરોબર શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી ઠંડા કરી લ્યો ત્યાર બાદ મિક્સર જાર માં શેકેલ લાલ મરચા પીસી લ્યો ત્યાર બાદ એમાં શેકી રાખેલ મસાલા નાખી ને પીસી ને પાઉડર કરી લ્યો છેલ્લે એમાં આમચૂર પાઉડર નાખી ફરી એક વખત પીસી ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ સૂકી એર ટાઈટ બરણીમાં ભરી લ્યો ને મજા લ્યો ગન પાઉડર
મિલગપોડી પાઉડર બનાવવાની રીત | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Salt N Pepper ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
વેજ હક્કા નુડલ્સ બનાવવાની રીત | veg hakka noodles recipe in gujarati
પીળા કોળા નો હલવો બનાવવાની રીત | pila koda no halvo banavani rit
આદુપાક બનાવવાની રીત | Aadupak banavani rit | Aadupak recipe in gujarati
ડુંગળી ના પરોઠા બનાવવાની રીત | dungri na paratha banavani rit | dungri na paratha recipe in gujarati
મેથી મકાઈ ના લોટ ના પરોઠા | Methi makai na lot na parotha banavani rit
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે