આપણા સૌના ઘરે શિયાળાની અંદર બનતા લાડવા,અડદિયા કે અન્ય ઘણી વાનગીઓ મા આપણે ગુંદર નો ઉપયોગ કરીએ છીએ તેમજ દવાઓ બનાવવામાં પણ ઉપયોગ થાય છે આજે અમે એ ગુંદર વિશે કેટલીક મહત્વની જાણકારી આપવાની છે તો ચાલો જાણીએ, Gund na fayda in Gujarati, ગુંદ ના ફાયદા.
Gund na fayda in Gujarati
ગુંદ શું છે એની વાત કરીએ તો ગુંદ એ વિવિધ પ્રકારના વૃક્ષો પર માનવો દ્વારા ચીરા પાડીને અથવા તો કુદરતી રીતે કોઈ વસ્તુ અથડાતાં તે વૃક્ષ માંથી નીકળતું પ્રવાહી કે જે સમય જતા સુકાય છે અને કઠણ સ્વરૂપ ધારણ કરે છે
વિવિધ પ્રકારના ગુંદ ની વાત કરીએ તો બજારમાં સરગવાનું ગુંદ, લીમડાનું ગુંદ આંબાનું ગુંદ, બાવળનું ગુંદ આ તમામ ગુંદ તેના અલગ અલગ પ્રકારના સ્વાસ્થ્ય ને ફાયદાકારક ગુણો હોય છે અને તે શિયાળાની અંદર આપણા શરીરને ગરમ રાખવામાં મદદરૂપ થાય છે
આ ગુંદ ને સેવન કરવાના પણ ઘણા બધા રસ્તાઓ છે ઘણા વ્યક્તિ ગુંદરને સેકી કે તરી ને તેનો વાનગીઓમાં ઉપયોગ કરે છે અથવા તો ઘણી બધી વ્યક્તિઓ દૂધ સાથે તેનું સેવન કરે છે તેમજ હાલ ગુંદ ની આઈસ્ક્રીમ અને પીણા પણ બજારમાં મળી રહી છે
આ ગૂંદ ની અંદર આપણા સ્વાસ્થ્યને ફાયદાકારક એવા એન્ટીઓક્સીડંટ, પ્રોટીન, ફાઇબર અને વિટામિન્સ હોય છે જે વિવિધ પ્રકારની સમસ્યાઓ માં આપણને ફાયદો કરે છે
હૃદયને લગતી સમસ્યા હોય તેવા વ્યક્તિઓએ ગુંદ ને શેકી અને તેનું સેવન કરવું જોઈએ જેથી તેમનું હૃદય સ્વસ્થ રહે તેમજ સેકેલું ગુંદ આપણા શરીરની માંસપેશીઓને સ્વસ્થ અને મજબૂત રાખવામાં મદદરૂપ થાય છે
ગુદ ની અંદર એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એન્ટિઓક્સિડન્ટ ગુણો હોય છે જે આપણી સ્કિન માટે ખૂબ જ ફાયદાકારક છે અને તે આપણી સ્કિન ને ગ્લો આપવાની સાથે જરૂરી પોષક તત્વો પણ પૂરા પાડે છે
ગુંદની અંદર રહેલ એન્ટિ-ઓક્સીડેંટ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણો આપણા શરીર માટે immunity booster તરીકે પણ કામ કરે છે તે આપણી નબળી ઇમ્યૂનિટીને સારી કરે છે
જે વ્યક્તિને વારંવાર શરદી ઉધરસ ને સમસ્યા થતી હોય તે વ્યક્તિએ ગુંદનું સેવન કરવું જોઈએ – ગુંદ ના ફાયદા.
ગુંદ ના ફાયદા
ગુંદ નું રેગ્યુલર સેવન કરવાથી આપણા શરીરમાં અનુભવાતી નબળાઈ ,થાક અને માથું દુખાવાની સમસ્યામાં રાહત રહે છે
વ્યક્તિ જેને શરીરની અંદર લોહીની ઉણપ હોય તેમણે અડધા ગ્લાસ દૂધની અંદર ગુંદ ઉમેરી તેનું સેવન કરવાથી ઉત્તમ ફાયદો થાય છે
તેમજ જો તમે ઈચ્છો તો પંજરી કે ચીકી ની અંદર ગુંદ ઉમેરી તેનું સેવન કરશો તો પણ લોહીની ઉણપની સમસ્યામાં ફાયદો કરશે
અપચા અને એસિડિટીની સમસ્યામાં દિવસમાં એકવાર એક ચમચી ગુંદનું દૂધ ની સાથે સેવન કરવાથી આ સમસ્યા દૂર થાય છે
જો તમે લીમડાના ગુંદર નું સેવન કરો છો તો લો બ્લડપ્રેશર ની સમસ્યામાં રાહત મળે છે
અનિદ્રાની સમસ્યા માં રાત્રે દૂધ સાથે ગુંદ નું સેવન કરવાથી સારી નીંદર આવે છે – Gund na fayda in Gujarati.
ગુંદ ની અંદર એન્ટી-કાર્સિનોજેનિક નામનું તત્વ હોય છે જે આપણા શરીરની અંદર કેન્સરના સેલ્સ સામે લડે છે
જે વ્યક્તિને વારંવાર ફેક્ચર અને હાથ પગ દુખાવાની સમસ્યા થતી હોય તેવા વ્યક્તિએ ગુંદ નું સેવન કરવું જોઈએ તે હાડકા મજબૂત કરે છે.
નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો
ખૂબ જ ઓછી કેલરી ધરાવતી મસૂરની દાળ ના 8 ફાયદા – Masur ni Dal
શિયાળામાં ફુલાવર નું સેવન કરવાના ફાયદા – Fulavar na Fayda
કાચા પપૈયા જે વિટામીન A,B,C,E થી ભરપુર તેના અનેક ફાયદા – Kacha Papaiya
Palak Fayda | પાલક નું સેવન કરવાના ના અદભુત ફાયદા અને નુકશાન
નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,
કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે