ઇન્સ્ટન્ટ ગુંદા નું અથાણું બનાવવાની રીત | Gunda nu athanu banavani recipe

ગુંદા નું અથાણું બનાવવાની રીત - gunda nu athanu banavani recipe
Image – Youtube/Sheetal's Kitchen - Gujarati
Advertisement

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe  Sheetal’s Kitchen – Gujarati   YouTube channel on YouTube આજે આપણે  શીખીશું ઇન્સ્ટન્ટ ગુંદા નું અથાણું બનાવવાની રીત, આ ગુંદા નું અથાણું તમે આખા વર્ષ માટે સંચવી શકશો, gunda nu athanu banavani recipe

ગુંદા નું અથાણું બનાવવાની રીત

ઇન્સ્ટન્ટ ગુંદાનું અથાણું બનાવવા નીચે મુજબની સામગ્રી જોઈશે

  •  ગુંદા ૨૫૦ ગ્રામ
  • ઇન્સ્ટન્ટ અથાણાં મસાલો ૨૦૦ ગ્રામ
  • તેલ ૧-૨ કપ
  • સ્વાદ મુજબ મીઠું
  • મોટી કાચી કેરી ૧

ઇન્સ્ટન્ટ ગુંદા નું અથાણું બનાવવાની રીત

ગુંદા નું અથાણું બનાવવા સૌ પ્રથમ ગુંદા ને પાણી થી બરોબર ધોઈ ને સાફ કરી લ્યો,

ત્યાર બાદ તેને કોરા કરી લ્યો હવે એક કૂકર માં ગુંદા નાખી ગુંદા ડૂબે એટલું પાણી નાખી કૂકર બંધ કરી ગેસ પર મૂકી એક સીટી કરી ગેસ બંધ કરી ગુંદા બાફી લેવા/ ગુંદા ને તપેલી માં જરૂર મુજબ પાણી નાખી ઢાંકણ ઢાંકી બંધ કરી ૫-૭ મિનિટ બાફી લેવા.

Advertisement

ગુંદા બાફી લીધા પછી તેને બીજા વાસણમાં કાઢી ઠંડા થવા દયો ને ગુંદા ઠંડા થાય એટલે એના ઠરિયા ને જીની લાકડી કે ગુંદા ની દાડી વડે કાઢી લ્યો ને મીઠા વાળી આંગળી કરી ને ગુંદા ની ચિકાસ ને દુર કરો કે ગુંદાની લાકડી પર થોડું રૂ વિટી તેના પર મીઠું લગાડી ચિકાસ દૂર કરી લ્યો

હવે ગેસ પર એક કડાઈ માં એક થી દોઢ કપ તેલ ને ફૂલ ગરમ કરો તેલ ફૂલ ગરમ થાય એટલે ગેસ બંધ કરી તેલ ને ઠંડુ થવા દયો

હવે કાચી કેરી ને ધોઈ સાફ કરી કપડા વડે કોરી કરી લ્યો ને છીણી વડે છીણી લ્યો ત્યાર બાદ એમાં ઇન્સ્ટન્ટ અથાણાં મસાલો નાખી બરોબર મિક્સ કરો,

મસાલો ટેસ્ટ કરી જુવો જો મીઠું ઓછું લાગે તો જરૂર મુજબ મીઠું નાખી ને મિક્સ કરી મસાલો તૈયાર કેરી નો મસાલો એક એક કરી બધા ગુંદા માં ભરી લ્યો ને ભરેલા ગુંદા ને એક સાફ ને કોરી કાંચ ની બરણી માં ભરો,

ગુંદા ભર્યા પછી બચેલો મસાલો બરણી માં ઉપર નાખી દયો ને ઉપર થી ગરમ કરી ઠંડુ કરેલ તેલને ગુંદા ડૂબે એટલું નાખી બરણી બંધ કરી નાખો .

આ ગુંદા નું અથાણું જો તમે ઓછા તેલ માં બનવો તો ફ્રીઝ માં ૭-૮ મહિના સંગ્રહ કરી સકો છો ને જો ગુંદા તેલ માં ડૂબે એટલું ફૂલ તેલ નાખશો તો બારે પણ ૬-૭ મહિના સંગ્રહ કરી શકસો તો મજા માણો ઇન્સ્ટન્ટ ગુંદાનું અથાણું.

Gunda nu athanu banavani recipe

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sheetal’s Kitchen – Gujarati ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

રાજસ્થાની લાલ મરચા નું મસાલા અથાણું બનાવવાની રીત | Bharela lal marcha

ભરેલા ગુંદાનું શાક બનાવવાની રીત | Bharela gunda nu shaak banavani recipe in Gujarati

ઇન્સ્ટન્ટ ગુલાબ જામુન રેસિપી | ગુલાબ જાંબુ બનાવવાની રીત | Gulab jamun recipe in Gujarati

લીલા ચણાનું શાક બનાવવાની રીત – lila chana nu shaak banavani rit

માલપુઆ બનાવવાની રીત | malpua recipe in Gujarati

આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement