
આજ ના આર્ટીકલ મા વાંચો માહિતી હરડે વિશે જેમાં હરડે ના ફાયદા, હરડે નો ઉપયોગ ઘરેલું ઉપચારમા, હરડે નું તેલ બનાવવાની રીત, હરડે ના પ્રકાર,harde na fayda, Harde benefits in Gujarati, વિશે માહિતી આપી છે.,
હરડે વિશે માહિતી
હરડે એક દિવ્યઔષધી છે. આદિકાળ થી તેનો ઉપયોગ સ્વસ્થ્ રહેવા માટે કરવામાં આવે છે. જેને “હરીતકી” પણ કહેવામાં આવે છે.
સામાન્ય રીતે હરડે બે પ્રકાર ની હોય છે. નાની હરડે અને મોટી હરડે. હરડેનું સેવન કરવાથી નાની મોટી ઘણી બીમારીઓ દૂર કરી શકાય છે.
હરડે મગજ ને સ્ફૂર્તિ આપે છે. આંખો માટે અત્યંત ફાયદેમંદ છે, કબજિયાત માં છુટકારો અપાવે છે વગેરે વગેરે, આવા અનેક ગુણો થી ભરપૂર છે હરડે.
હરડેનું ચૂર્ણ બાઝાર માં તૈયાર પણ મળી રહે છે અને તમે ઈચ્છો તો હરડે ને વાટી ને તેનું ચૂર્ણ બનાવી શકો છો.
જે ફળ ને કાચા જ તોડી લેવામાં આવે છે તેને નાની હરડે કહેવાય છે તેનો રંગ આછો પીળો હોય છે.
આખા પાકી ગયેલા ફળ ને મોટી હરડે કહેવાય છે. દરેક ફળ માં એક બીજ હોય છે. તેના બીજ કઠોર, પીળા રંગ ના, મોટા આકારના હાડકા જેવા આકાર ના હોય છે.
હરડે ના ફાયદા અને ઘરગથ્થું ઉપાયો
માથાના દુખાવામાં હરડેને પાણી સાથે ઘસીને માથામાં લગાવવાથી આધાશીશીમાં ફાયદો થાય છે.
વાળના ખોડા માં હરડેનો ઉપયોગ અસરકારક સાબિત થાય છે. આંબાની ગોટલીનું ચૂરણ અને હરડેના ચૂર્ણ ને સમાન માત્રામાં લઈને દૂધ સાથે પીસીને વાળ માં લગાવવાથી ખોડા માં ફાયદો થાય છે.
સામાન્ય રીતે આખો દિવસ કમ્પ્યુટર ની સામે બેસવાથી આંખોમાં બળતરા થાવ લાગે છે, તેમાં દરરોજ હરડે ને આખી રાત પલાળી ને એ પાણી વડે આંખો ને ધોવાથી ઠંડક મળે છે.
ઉમર વધવાની સાથે સાથે મોતિયાબિંદ ની સમસ્યા થતી જ હોય છે તેવામાં હરડેનો ઉપયોગ કરવાથી ફાયદો થાય છે. હરડે ની છાલ ને પીસીને લગાવવાથી આંખો માંથી પાણી નીકળવાનું બંધ થઇ જાય છે.
હરડેનો ઉકાળો બનાવીને તેમાં મધ નાખીને તે ઉકાળો પીઅવથી ગળા ના દર્દ માં ફાયદો થાય છે. હરડે ના ચૂર્ણ નું મંજન કરવાથી દાંત ના દર્દ માં ફાયદો થાય છે.
કફ ને જળમૂળ થી દૂર કરવા માટે હરડે બેસ્ટ છે. હરડેના ચૂર્ણ ને દરરોજ ૨-૫ ગ્રામ ની માત્ર માં સેવન કરવું જોઈએ.
હરડે ના ફાયદા અને ઘરેલું ઉપાયો
હરડે, અરડુસી ના પાંદ, એલચી, આ બધાને પાણીમાં નાખીને ઉકાળો બનાવીને ૧૦-૩૦ મિલી જેટલો ઉકાળો પીવાથી શ્વાસ ચડી આવવો, ઉધરસ થઇ જવી, નાક અને કાન માંથી લોહી નીકળવું, વગેરે સમસ્યાઓ માંથી છુટકારો મળે છે.
૩-૬ ગ્રામ જેટલી હરડે ના ચૂર્ણ ને તેના બરાબર જ સાકર મિક્ષ કરીને સવાર સાંજ ભોજન બાદ સેવન કરવાથી પાચન શક્તિ મજબૂત બને છે.
માખણ સાથે સાકર અને હરડે ના ચૂર્ણ નું સેવન કરવાથી યાદશક્તિ વધે છે. તેથી વિદ્યાર્થીઓને તેનું સેવન દરરોજ કરાવવું જોઈએ.
બ્વાસીરમાં અને કબજિયાત માં હરડેનું ચૂર્ણ ખુબ જ ફાયદેમંદ છે. હરડે માં થોડોક ગોળ મિક્સ કરીને નાની નાની ગોળીઓ બનાવી લો. છાશ માં સેકેલું જીરું મિક્સ કરીને એ છાશ પીવાથી અવશ્ય ફાયદો થાય છે.
દમ ની તકલીફ માં હરડે અકસીર ઉપાય છે. દમ ની તકલીફ વાળા દર્દીઓએ હરડેને ચૂસી જવી અને આંબળાના રસ માં હરડેને મિક્સ કરીને સેવન કરવાથી રાહત મળે છે.
પીપળ, સુંઠ અને સુકો આદું વરીયાળી અને હરડેને ૨૫-૨૫ ગ્રામ લઇને તેમાં ૧૫૦ ગ્રામ જેટલો ગોળ મિક્સ કરીને નાની નાની ગોળી બનાવી લો આ ગોળી દિવસમાં ૩ વખત લેવાથી ચક્કર આવવા, માથું ભારે થવું, વગેરે મટી જાય છે.
હરડે ના ફાયદા જો હરડે ને વાટીને તેને મધમાં મિક્સ કરીને ચાટવાથી ઉલટી આવવાની બંધ થઇ જાય છે.
Harde na fayda ane gharelu upayo
એક ચમચી હરડેનું ચૂર્ણ, અને સુકી દ્રશ ને મિક્ષ કરીને તેનું સેવન કરવાથી એસીડીટીમાં ફાયદો થાય છે.
૨ ગ્રામ હરડે અને ૧ ગ્રામ સુંઠ ને ગોળ અથવા ૨૫૦ગ્રામ સિંધા નમક સાથે મિક્સ કરીને સેવન કરવાથી ભૂખ વધે છે. હરડે નો મુરરબો બનાવીને ખાવાથી પણ ભૂખ વધે છે.
અતિસાર ના દર્દીઓએ હરડે અને પીપળી મૂળ ના ચૂરણ ને નવસેકા પાણી સાથે લેવાથી ફાયદો થાય છે.
૨-૫ ગ્રામ હરડે ના ચૂર્ણ, અને એક ચમચી મધ સાથે મિક્સ કરીને સવાર સાંજ સેવન કરવાથી ડાયાબીટીશ માં ખુબ જ ફાયદો થાય છે.
ખીલ ને દૂર કરવામાટે હરડેના પાવડરને ગરમ પાણીમાં મિલાવી લો. ઠંડુ થઇ જાય એટલે ખીલ પર લગાવી લો.
સ્કીન ની એલર્જી, ખંજવાળ માં હરડેના ઉકાળાને દિવસમાં બે વખત પીવાથી ફાયદો થાય છે.
પિત્ત ની સમસ્યામાં હરડે નો આ ઉપાય સારો છે. ૩-૬ ગ્રામ હરડેના પાવડરને દૂધ માં નાખીને તેમાં ખાંડ પીસીને મિક્સ કરી ને તે દૂધ પીવાથી ઝડપ થી ફાયદો થાય છે.
હરડે નો ઉપયોગ સાંધા ના દુખાવામા અને ગઠીયાવામાં
૧૦૦ ગ્રામ હરડે, ૨૫ ગ્રામ સુંઠ, ૧૫ ગ્રામ અજમો, લેવો. આ બધી વસ્તુ ને અલગ અલગ પીસી લો. અને પછી મિક્ષ કરી લો. દરરોજ ૩-૪ ગ્રામ આ પાવડર ગરમ પાણી સાથે સવાર સાંજ લેવાથી ફાયદો થાય છે.
ગાઉટ ની સમસ્યામાં નાની હરડેને પીસીને બારીક ચૂર્ણ બનાવી લો. અને એક બોટલ માં ભરી લો. દાદ્રરોજ ૩ ગ્રામ આ પાવડર ગળા વેલ ના રસ સાથે લેવું.
જો કંઈપણ વાગ્યું છે અને ઝખમ ભરાતો નથી ત્યારે હરડે કામ લાગી શકે છે. હરડેનો ઉકાળો પીવાથી ઘાવ જલ્દી થી ઠીક કરી શકાય છે.
હરડે, ગોળ, તલનું તેલ, સુંઠ અને પીપળ ને સમાન માત્ર માં લઈને તેને પીસીને ૨ થી ૪ ગ્રામ ની માત્રમાં એક મહિનો સેવન કરવાથી કોઢ ના રોગમાં ફાયદો થાય છે.
ગેસ ની સમસ્યા માં હરડે ખુબ જ ફાયદો કરે છે. હરડે માં અનુલોમન નો ગુણ હોવાના કારણે તેના સેવન થી પેટ નો ગેસ તરત જ છૂટો પડી જાય છે.
Harde benefits in Gujarati
હરડેમાં લેક્સટીવ ગુણ હોય છે જેને કારણે શરીર ની વધારાની ચરબી આપમેળે પીગળીને બહાર નીકળી જાય છે અને વજન ને સંતુલિત રાખી શકાય છે. ૬ ગ્રામ હરડેના પાવડરને ૧ ગ્લાસ પાણી માં ઉકાળી લો. જયારે પાણી અડધું રહે એટલે ગેસ પરથી ઉતારીલો. ઠંડુ થઇ જાય એટલે તેમાં એક ચમચી મધ નાખીને દરરોજ ભૂખ્યા પેટે પીવો.
ફેફસાના વિકારોને દૂર કરવામાં હરડે બેસ્ટ છે. કારણકે હર્દેમાં ગરમ ગુણો છે જે ફેફસામાં જમા થયેલા કફ ને સરળતાથી બહાર નીકળવામાં મદદ કરે છે.
પેટને સાફ કરવામાટે વધરે પડતો ઉપયોગ થાય છે હરડે નો. સાથે સાથે ઝાડા ને મટાડવા માટે પણ હરડે નો ઉપયોગ કરી શકાય છે. હરડેના સેવન થી પાચનશક્તિ મજબૂત બને છે. સાથે સાથે હરડે માં કસવ વાળા ગુણો હોય છે, જેનાથી વારંવાર ટોઇલેટ જવાની પ્રક્રિયાને શાંત બનાવે છે.
આતરડાની સફાઈ માટે હરડે બેસ્ટ ઉપાય છે. હરડે માં રેચક ગુણો હોવાના કારણે તે આત્ર્દાની સફાઈ કરવામાં મદદ કરે છે.
હરડેમાં એન્ટી ફન્ગલ્ગુનો હોય છે. જેને કારણે હરડેના સેવન થી ફંગલ ઇન્ફેકશન થવાની શક્યતા ઓછી થઇ જાય છે.
હરડેનું તેલ વાળ ઉતરવાની સમસ્યા માં ખુબ ફાયદેમંદ સાબિત થાય છે. હરડેનું તેલ વાળ ને મજબૂત બનાવે છે. અને ચમકદાર બનાવે છે.
હરડેનું તેલ બનાવવાની રીત
૧ કપ નારિયેળ તેલ માં ૩ મોત હરડે નાખીને ગરમ કરવા મૂળો. જયારે હરડે નો રંગ બદલવા લાગે ત્યારે ગેસ બંધ કરી દો. તેલ ને ઠંડુ પડવા દો અને પછી બોટલ માં ભરી લો. આ તેલ વાળને સંપૂર્ણ પોષણ આપે છે.
તેની સાથે સાથે હરડેના પાણી થી વાળ ધોવાથી પણ ફાયદો થાય છે.
ઋતુ/સીઝન પ્રમાણે હરડેનું સેવન કરવાની રીતો અને કઈ વસ્તુ સાથે લેવું તેની જાણકારી
ઉનાળા માં ગોળ સાથે સેવન કરવું.
ચોમાસા માં સિંધા નમક સાથે સેવન કરવું.
શરદ ઋતુમાં ખાંડ અથવા સાકર સાથે સેવન કરવું.
શિયાળમાં પીપળ મૂળ સાથે સેવન કરવું.
વસંત ઋતુમાં મધ સાથે સેવન કરવું.
હરડે ના નુકસાન
વધારે પડતું ચાલવાથી, કમજોરી આવી જાય છે તો હરડેનું સેવન કરવું જોઈએ નહિ.
ગર્ભવતી મહિલાઓએ હરડેનું સેવન કરવું જોઈએ નહિ.
અજીર્ણ, સુકા પદાર્થોનું સેવન કરવા વાળી વ્યક્તિઓ, ભૂખ અને તરસ તથા ગરમી થી પીડિત વ્યક્તિઓએ હરડેનું સેવન કરવું જોઈએ નહિ.
હરડે ને સંબંધિત કેટલાક મુજવતા પ્રશ્નો
અંગ્રેજી મા હરડે ને Chebulic Myrobalan ના નામે ઓળખવામાં આવે છે
હા તમે હરડે નો ઉપયોગ વાળ મા ખોડો દુર કરવા કરી શકો છો, હરડે ના પાવડર ને માથામાં પાતી પાળી તમે ૫ મિનીટ મસાજ કરી માથું ઠંડા પાણી વડે ધોઈ લો.
હરડે અને હારીતાકી બંને એક જ વસ્તું ના બે નામ છે
હરડે | Harde
આશા છે અમારા દ્વારા આપવામા આવેલ માહિતી હરડે ના ફાયદા , હરડે ના પ્રકાર, હરડે નો ઉપયોગ ઘરેલું ઉપચાર મા , હરડે નું તેલ બનાવવાની રીત, પસંદ આવી હશે.
નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો
ફાલસા ના ફાયદા | ફાલસા નો શરબત બનાવવાની રીત | phalsa na fayda
પરવળ ના ફાયદા | પરવળ નો ઉપયોગ ઘરેલું ઉપચારમા | Parwal na fayda
કારેલા ના ફાયદા અને નુકશાન | કારેલા ના ઘરેલું ઉપચાર | Karela na fayda
રાઈ ના ફાયદા | રાઈ ના ઘરેલું ઉપચાર | રાઈ ના તેલ ના ફાયદા | Rai na fayda
આવીજ સ્વાસ્થ્ય માટે ઉપયોગી બીજી માહિતી વાંચવા અહી ક્લિક કરો.
નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,
કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે