આ રીતે બનાવો દુધી ના હેલ્ધી મુઠીયા – Dudhi na Muthiya

Healthy Muthiya Recipe - Muthiya Recipe - Healthy Muthiya Recipe in Gujarati - હેલ્ધી મુઠીયા રેસીપી - દુધી ના હેલ્ધી મુઠીયા - Dudhi na Muthiya
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે હેલ્ધી રેસેપી ની અંદર વધુ એક રેસીપી ઉમેરી રહ્યા છીએ આજ બનાવીશું ગુજરાતી નાસ્તો હેલ્ધી મુઠીયા રેસીપી,દુધી ના હેલ્ધી મુઠીયા, Healthy Muthiya Recipe,Dudhi na Muthiya Recipe in Gujarati

Dudhi na Muthiya Recipe

દુધી ના હેલ્ધી મુઠીયા બનાવવા નીચે મુજબની સામગ્રી જોઈશે.

  • દોઢ કપ ઘઉં નો લોટ
  • ૩-૪ ચમચી બેસન
  • ૨-૩ ચમચી ખાંડ
  • ૧ દૂધી છીણેલી
  • ૧ ચમચી ધાણા જીરું નો ભૂકો
  • અડધી ચમચી લાલ મરચા નો ભૂકો
  • પા ચમચી હળદર
  • ૧ ચમચી આદુ મરચા ની પેસ્ટ
  • ૧ લીંબુ નો રસ
  • તેલ જરૂરત મુજબ
  • લીલા ધાણા સુધારેલા
  • મીઠો લીમડો
  • ૧-૨ ચમચી તલ
  • ૧ ચમચી રાઈ જીરું
  • ૧-૨ આખા લાલ સુકા મરચા
  • પા ચમચી હિંગ
  • પા ચમચી સોડા
  • જરૂરત મુજબ પાણી

દુધી ના હેલ્ધી મુઠીયા રેસીપી

હેલ્ધી મુઠીયા( Healthy Muthiya Recipe )  બનવવા માટે એક વાસણ માં ઘઉં નો લોટ,બેસન,મીઠું,મરચા નો ભૂકો ,ધાણા જીરું નો ભૂકો,હળદર, ખાંડ, આદુ મરચા ની પેસ્ટ, સોડા,દૂધી છીણેલી, લીંબુ નો રસ ને તેલ નખી બરોબર મિક્સ કરો ને જરૂર પડે તો પાણી નાખવું મિશ્રણ બરોબર મિક્સ થઈ જાય એટલે તેને એક બાજુ મૂકો.

મુઠીયા બનાવવા હવે એક વાસણમાં પાણી નાખી ગેસ પર ઢાંકણ ઢાંકી બંધ કરી ગરમ કરો પાણી ગરમ થાય એટલે તેના પર ચારણી મૂકી તેમાં બાંધી રાખેલા લોટ માંથી નાના નાના રોલ વાળી ચારણી માં મૂકો ને ત્યાર બાદ ઢાંકણ ઢાંકી બંધ કરી ૨૦-૨૫ મિનિટ ચડવા દયો મુઠીયા બરોબર ચડી જાય એટલે તેને ગેસ પર થી ઉતારી ઠંડા થવા દયો ને ઠંડા થાય પછી તેના નાના નાના કટકા કરી લ્યો.

Advertisement

મુઠીયા ને વઘારવા ગેસ પર  એક કડાઈ માં ૩-૪ ચમચી તેલ નાખો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરું નાખો રાઈ જીરું તતડે એટલે તેમાં હિંગ મીઠો લીમડો તલ નાખી સાંતળો ત્યાર બાદ તેમાં બાફેલા કટકા કરેલા મુઠીયા ના કટકા નાખી ૪-૫ મિનિટ સેકો તો તૈયાર છે ગરમા ગરમ ગુજરાતી નાસ્તો મુઠીયા જેને ટામેટા સોસ કે લીલી ચટણી સાથે પીરસો.(Dudhi na Muthiya Recipe in Gujarati )

Dudhi na Muthiya Recipe Video

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

સ્વાદિષ્ટ લાસુની ખીચડી રેસીપી

હેલ્ધી મગદાળ ની ઈડલી રેસીપી

હેલ્ધી અને સ્વાદિષ્ટ મૂળા ના મુઠીયા રેસીપી

આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement