નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું બજાર જેવી સ્વાદિષ્ટ ખસતા કચોરી( Khasta Kachori ) એ પણ ઘઉંના લોટની, ઘઉંના લોટની ખસ્તા કચોરી , khasta kachori recipe Gujarati.
khasta kachori recipe Gujarati
ખસ્તા કચોરી માટે નીચે મુજબની સામગ્રી જોઈશે
- 2 કપ ઘઉંનો લોટ
- અડધી ચમચી મીઠું
- અડધી ચમચી અજમો
- ચાર થી પાંચ જેવું મોણ માટે તેલ
- અડધી વાટકી ૪-૫ કલાક પલાળેલી છોતરા વગર મગ ની દાળ
- ૧ મોટી ચમચી આખા ધાણા
- ૧ મોટી ચમચી કાચી વરિયાળી
- ૧ નાની ચમચી જીરુ
- ૧ ચમચી હિંગ
- ચાર ચમચી બેસન
- ૧ ચમચી લાલ મરચું
- એક ચમચી ધાણાજીરું ભૂકો
- અડધી ચમચી હળદર
- સ્વાદ મુજબ મીઠું તથા સંચળ
- એક ચમચી આમચૂર પાવડર
- અડધી ચમચી મરીનો ભૂકો
- એક ચમચી કસુરી મેથી
ઘઉંના લોટની ખસ્તા કચોરી રેસીપી
સૌ પ્રથમ એક વાસણમાં લોટ લ્યો તેમાં મીઠું નાખો અજમો નાખો તેલ નાખો બધી જ સામગ્રી બરાબર મિક્સ કરો હવે તેમાં થોડું થોડું પાણી નાખી કઠણ લોટ બાંધી લો બાંધેલો લોટ સાઇટ પર મૂકી દીધો
મિક્સર માં પલાળેલી દાળને અધકચરી પીસી લો, એક કડાઈમાં આખા ધાણા જીરું અને વરિયાળી ને થોડીવાર શેકી સેજ બ્રાઉન રંગની થાય એટલે તેને ઉતારી મિક્સર જારમાં અધકચરા પીસી લ્યો.
એક કડાઈમાં ત્રણથી ચાર ચમચી તેલ ગરમ મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં ધાણા જીરૂ વરિયાળી નો પીસેલ પાવડર નાખવો હવે તેમાં ચાર ચમચી બેસન નાખો અને બરોબર બેસનની શકો બેસન શેકાઈ ગયા પછી તેમાં લાલ મરચું હળદર ગરમ મસાલાનો પાવડર ધાણાજીરું પાવડર સંચળ અને મીઠું સ્વાદ મુજબ નાખો અને બરાબર મિક્સ કરો
હવે તેમાં પાણીમાં પલાળેલી હિંગ નાખો બધું મિશ્રણ બરાબર શેકાઈ જાય પછી તેમાં પિસેલ દાળ નાખો દાળ નાખ્યા બાદ તેને આઠથી દસ મિનિટ બરોબર હલાવી ને સેકી લો હવે તેમાં કસુરી મેથી નાખો હવે તેમાં મરીનો ભૂકો તથા આમચૂર નાખી 2 થી 3 મિનિટ સુધી સેકો ગેસ બંધ કરી નાખો ત્યારબાદ મિશ્રણને ઠંડુ પાડવા એક્સાઇડ મૂકી દીધો
હવે તૈયાર લોટના માંથી મીડીયમ મોટા લુવા બનાવો. હવે બાંધેલા લોટની થોડીવાર બરોબર મસળી તેના મીડિયમ સાઇઝના લુઆ બનાવી લો હવે લુવાને હાથ વડે દબાવી નાની પૂરી જેવા બનાવી તેમાં દાળ નું થોડું મિશ્રણ નાંખી પાછું લુવા જેવું બનાવી નાખો ને વેલણ વડે સેજ વની લ્યો હવે તેલ ગરમ કરી ગેસ સાવ ધીમો કરી તેમાં તૈયાર કચોરી નાખી બને બાજુ ધીમે તાપે તરી લ્યો. તો તૈયાર છે ગરમા ગરમ ખસતા કચોરી – Khasta Kachori, ઘઉંના લોટની ખસ્તા કચોરી ,khasta kachori recipe Gujarati.
ખસ્તા કચોરી રેસીપી વિડીયો
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Shyamlis Kitchen ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
વિડીયો: ઘરે બનાવો વડપાવ ક્વેસાડીલા(Vada pav Quesadilla)
કાઠિયાવાડી થાબડી પેંડા – Thabadi Penda Recipe
ઘરે બનાવો સ્વાદિષ્ટ બાલુશાહી મીઠાઈ – Balushahi Recipe
આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે