નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું રાજસ્થાની દાલ બાટી ચુરમા (Rajasthani dal bati churma), જે ઘરે ખુબજ સરળતાથી બનાવી શકશો તો ચાલો જોઈએ સ્વાદિષ્ટ દાલ બાટી ચુરમાં (dal bati Churma) માટે કઇ કઇ સામગ્રી જોઈશે, Dal bati recipe in Gujarati.
દાલ બાટી ચુરમાં માટે જરૂરી સામગ્રી – dal bati Churma Ingredients
- ૨ વાટકી ઘઉં નો લોટ
- મીઠુ સ્વાદ મુજબ
- ઘી (જરૂરત મુજબ)
- ૩-૪ ચમચી વાટેલી ખાંડ
- ૨-૩ ચપટી ખાવાના સોડા
- મગ ની દાળ અડધી વાટકી
- મસુર દાળ પા વાટકી
- તુવેર દાળ પા વાટકી
- અડદ દાળ પા વાટકી
- ચણાદાળ પા વાટકી
- રાઈ જીરું ૧-૧ ચમચી
- પા ચમચી હિંગ
- ૧-૨ જીની સુધારેલી ડુંગળી
- ૧૦-૧૨ કની લસણ પીસેલ
- ૧-૨ લીલા મરચા
- ૧ -૨ ટમેટા જીના સુધારેલા
- લાલ મરચું ૧ ચમચી
- ૧ ચમચી ધાાજીરૂ પાવડર
- પા ચમચી હળદર
- મીઠુ સ્વાદ પ્રમાણે
રાજસ્થાની દાલ બાટી ચુરમા – Rajasthani dal bati churma Recipe
સૌ પ્રથમ એક વાસણમાં લોટ લઇ તેમાં સ્વાદ મુજબ મીઠું, સોડા તેમજ ઘીનું મોણ નાખી બરોબર હાથ વડે મિક્સ કરો ત્યારબાદ જરૂરત મુજબ નવશેકા પાણી થી કઠણ લોટ બાંધી લો હવે બાંધેલા લોટ માંથી રોટલી ના લુવા કરતા સેજ મોટા લુવા બનાવી લુવાને અપમ પાત્રમાં થોડું ઘી લગાડી બધી બાજુથી ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લો તો તૈયાર છે બાટી.( જો અપમ પાત્ર ન હોય તો લુવા બનાવ્યા પછી લુવા ને સેજ દબાવી તેને ધીમા તાપે તવી પર બને બાજુ શેકી લેવી)
હવે તૈયાર બાટી માંથી બે બાટી ને તોડી મિક્સરમાં પીસી ભુકો તૈયાર કરો હવે એક વાસણમાં થોડું ઘી ગરમ મૂકી તેમાં તૈયાર બાટી નો ભૂકો નાખી શેકી લો શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી સેજ ઠંડુ થવા દો ઠંડું થઇ ગયાબાદ તેમાં ખાંડ નો ભૂકો નાખી દ્યો તો તૈયાર છે ચુરમુ
એક કૂકરમાં અડધી કલાક પલાળેલી મગની દાળ મસુર દાળ તુવેર દાળ અડદની દાળ ચણાની દાળ (આમાંથી જો કોઈ દાળ ન હોય તો તેને બાદ કરી શકો છો) નાખી મીઠુ તેમજ જરૂર મુજબનું પાણી નાખી કુકર બંધ કરી ઓછામાં ઓછી ચાર થી પાંચ સીટી થવા દો હવે દાળને વઘારવા એક કડાઈમાં તન ચાર ચમચી ઘી ગરમ કરો તેમાં રાઇ જીરૂ નાખી તતડવા દો,
હવે તેમાં હિંગ નાખો ત્યારબાદ ડુંગળી ને સેજ બ્રાઉન રંગની થાય ત્યાં સુધી શેકો તેમાં લસણની પેસ્ટ નાખો મરચાં કાપેલા નાખો સેજ સંતળાઈ જાય પછી તેમાં ટામેટા નાખી બરોબર શેકો ટામેટા સેકાઈ ગયા પછી તેમાં હળદર લાલ મરચાનો ભૂકો ધાણા-જીરુનો ભૂકો નાખી બે-ત્રણ મિનિટ સાંતળો હવે તેમાં બાફેલી દાળ નાખી થોડું પાણી નાખી બરોબર હલાવો દાળમાં એકથી બે વાર ઉભરા આવે ત્યાં સુધી ઉકળવા દયો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો તો તૈયાર છે દાળ, ગરમા ગરમ પરિવાર સાથે આનદ લો., dal bati recipe in Gujarati.
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
Dal Dhokri Recipe – ઘરે બનાવો પરંપરાગત ગુજરાતી દાળ ઢોકરી
ઘરે બનાવો હેલ્ધી મગદાળ ની ઇડલી – Healthy Moong dal Idli
ખૂબ જ ઓછી કેલરી ધરાવતી મસૂરની દાળ ના 8 ફાયદા – Masur ni Dal
ઘરે બનાવો સ્વાદિષ્ટ અને હેલ્ધી લસૂની દાળ ખીચડી – Lasooni Dal Khichdi
ગાર્લિક બટર નાન- Garlic Butter Naan
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે