સ્વાદિષ્ટ રસમલાઈ બનાવવાની રીત| Rasmalai Recipe in Gujarati

Rasmalai Recipe in Gujarati - રસમલાઈ રેસીપી - રસમલાઈ બનાવવાની રીત
Image – Youtube/Hebbars Kitchen
Advertisement

નમસ્તે મિત્રો આજની વાનગીનું નામ છે રસમલાઇ ( Rasmalai ), રસમલાઈ બનાવવાની રીત ,જેના માટે નીચે મુજબની સામગ્રીની જરૂર પડશે ,રસમલાઈ રેસીપી, Rasmalai Recipe in Gujarati

Rasmalai Recipe in Gujarati ingredients

  • 3 લીટર દૂધ
  • લીંબૂ અથવા દહીં
  • ૨ થી ૩ વાટકી ખાંડ
  • કાજુ પિસ્તા બદામ ની બબ્બે ચમચી કતર
  • કેસરવાળું દૂધ

રસમલાઈ બનાવવાની રીત

Rasmalai Recipe in Gujarati બનાવવા સૌપ્રથમ એક વાસણમાં દોઢ કિલો દૂધ લઈ તેને ગરમ કરવા મૂકવું દૂધ ગરમ થાય એટલે તેમાં એક લીંબૂ અથવા એક વાટકી દહીં નાખી દૂધને ફાડી નાખો,

ફાટેલા દુધ ને એક મલમલના કપડામાં નાખી તેના પર બેથી ત્રણ વખત પાણી નાખી બરોબર ધોઈ નાખો,

Advertisement

ત્યારબાદ એ ફાટેલા દુધ ના મિશ્રણ એટલે કે પનીરને થોડીવાર પાણી નીતરવા મૂકી દો,

પાણી બરોબર નીકળી જાય એટલે બનેલ પનીરની વાસણમાં લઈ હથેળી વડે દસ મિનિટ સુધી મસળો પનીર બરાબર લિસુ થાય એટલે તેના નાના-નાના તિરાડ ના રહે તેમ ગોળા વાડી સેજ દબાવી ને રસગુલ્લા બનાવી લ્યો,

હવે એક તપેલીમાં પાણી ગરમ કરી તેમાં 2 વાટકી જેટલી ખાંડ નાખી ખાંડ બરાબર ઓગળી જાય પછી તેમાં બનાવેલા રસગુલ્લા નાખી ઢાંકણ ઢાંકી પંદરથી વીસ મિનિટ ચડવા દો,

15 20 મિનિટ પછી રસગુલ્લા ને પાણીમાંથી કાઢી સેજ દબાવી તેનું બધું જ પાણી કાઢી રસગુલ્લા સાઇટ પર મૂકી દીધો

બીજા એક વાસણમાં બાકીનું દોઢ કિલો દૂધ ગરમ કરવા મૂકો દૂધ ઉકળીને અડધું થાય ત્યાં સુધી તેને ગરમ કરો,

તે દૂધમાં ખાંડ નાખો ખાંડ બરોબર ઓગળી જાય ત્યાં સુધી ફરીથી દૂધને ઉકાળો

જો રબડી ઘટ જોઈતી હોય તો તેમજ પહેલા તૈયાર કરેલું થોડું પાણી પનીરનું છીણ નાખી શકો અથવા માવો નાંખી શકો જેનાથી રબડી વધુ ઘટ્ટ થશે

હવે તૈયાર થયેલી રબડી માં સુધારેલા ડ્રાય ફ્રુટ માંથી થોડા ડ્રાય ફ્રુટ નાખો અને ગેસ બંધ કરી નાખો ને રબડી ને  ઠંડી થવા સાઈડ માં મૂકી દીધો

રબડી બિલકુલ ઠંડી થઈ જાય ત્યાર પછી તૈયાર રસગુલ્લા પર રબડી નાખી ડ્રાયફ્રુટ વડે ગાર્નીશ કરી તૈયાર રસમલાઇ(Rasmalai) ને ત્યારે ખાઈ શકો છો

જો તમને ઠંડી રસમલાઇ પસંદ આવે તો ફ્રીજમાં ઠંડી કરીને પણ ખાઈ શકાય છે.

તમને રસમલાઈ બનાવવાની રીત ,રસમલાઈ રેસીપી, Rasmalai Recipe in Gujarati કેવી લાગી અચૂક થી જણાવજો

રસમલાઈ રેસીપી

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

વિડીયો: ઘરે બનાવો વડપાવ ક્વેસાડીલા(Vada pav Quesadilla)

કાઠિયાવાડી થાબડી પેંડા – Thabadi Penda Recipe

ઘરે બનાવો સ્વાદિષ્ટ બાલુશાહી મીઠાઈ – Balushahi Recipe

ઝટપટ હેલ્ધી સોજી નો ઉપમા બનાવવાની રીત – Soji na upma recipe

આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement