નમસ્તે આજે આપણે બનાવશું હેલ્થી નાસ્તો ઈડલી બોમ – Idli Bomb તો જોઈએ , ઈડલી બોમ્બ બનાવવાની રીત, idli bomb recipe in Gujarati.
Idli bomb recipe in Gujarati
ઈડલી બોમ બનાવવા માટે નીચે મુજબની બોમ સામગ્રીઓ જોઈએ છે
- એક કપ સોજી
- પા કપ દહીં
- જરૂર મુજબ પાણી
- એક સુધારેલી પાલક
- ૨ લીલા મરચા સુધારેલા
- અડધી ચમચી આદુની પેસ્ટ
- મીઠું સ્વાદ મુજબ
- બે ચમચી તેલ
- જીરું અડધી ચમચી
- રાઈ અડધી ચમચી
- હળદર અડધી ચમચી
- લાલ મરચું અડધી ચમચી
- ગરમ મસાલો અડધી ચમચી
- ધાણાજીરું મૂકો અડધી ચમચી
- આમચૂર પાવડર અડધી ચમચી
- એકથી બે ચમચી વટાણા ( ઓપેશનાલ હોય તો નાખો નહિતર ના નાખો)
- ૧ થી ૨ લીલા મરચા સુધારેલા
- આદુ પીસેલા અડધી ચમચી
- બે થી ત્રણ મીડિયમ સાઇઝના બટાકા બાફેલા
idli bomb recipe in Gujarati
ઇડલી બોમ્બ (Idli Bomb) બનાવવા માટે સૌ પ્રથમ એક વાસણમાં સોજી લ્યો તેમાં દહીં નાખી તેમજ જરૂર મુજબ પાણી નાખી ઈડલી માટે ના બેટર જેવું ઘાટું તૈયાર કરવું,
હવે તેમાં સુધારેલી પાલક મીઠું મરચા સુધારેલા 2 અડધી ચમચી આદુનો પેસ્ટ નાખી બરાબર મિક્સ કરી દસ મિનિટ સાઈડમાં મુકી દો
હવે ઈડલી બોમ(Idli Bomb) નો મસાલો બનાવવા એક કડાઈમાં બે ચમચી તેલ નાખી તેલ ગરમ થાય એટલે તેમાં જીરુ નાખો તેના પછી હળદર લીલુ મરચુ સુધારેલું આદુ નાખી બાફેલા છૂંદો કરેલા બટાકા નાખો,
ત્યાર પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું લાલ મરચાનો ભૂકો આમચૂર પાવડર ધાણાજીરું નાંખી બરાબર મિક્સ કરી થોડીક વાર સાંતળી જો તેમાં વટાણા નાખવા હોય તો નાખો ફરીથી થોડીવાર સાંતળી મસાલો તૈયાર થઇ ગયા બાદ સાઇટ પર મૂકી દીધો હવે આ સ્ટફિંગ નાના નાના નાના ગોલા કરી લ્યો
પાંચથી છ વાટકા ને તેલ થી ગ્રીસ કરી લો, હવે અગાઉ તૈયાર કરેલ ઈડલી પાલકનું આ મિશ્રણમાં અડધી ચમચી બેકિંગ સોડા નાખી બરોબર હલાવી ગ્રીસ કરેલા વાટકામાં થોડું મિશ્રણ નાખો,
ત્યાર પછી તેમાં તૈયાર કરેલા બટાકા ના સ્ટફિંગ વાળા બોલ રાખો ફરીથી તેના પર ઇટલીનું બેટર નાખી બધા જ વાટકા તૈયાર કરી લો
હવે તેને એક સ્ટીમરમાં ઓછામાં ઓછા ૧૫ થી ૨૦ મિનીટ ઈડલી ને ચડાવીએ તેમ ચડાવી લો ઈડલી બોમ બરોબર ચડી જાય ત્યાર પછી તેને સ્ટીમરમાં થી કાઠી થોડીવાર ઠંડુ પાડવા દેવું ઠંડા થઇ ગયા પછી તેની વાર્તા માંથી કાઢી લ્યો
હવે એક કડાઈમાં થોડું તેલ ગરમ કરી તેમાં રાઈ જીરુ નાખી વઘાર કરો તેમાં સે જ હળદર અને લાલ મરચું નાખો હવે તૈયાર ઈડલી તેમાં નાખી બંને બાજુ થોડીવાર સાંતળો ત્યાર પછી ગેસ બંધ કરી નાખો. ગરમાગરમ ઈડલી બોમ(Idli Bomb) નો નાસ્તો તૈયાર છે.
ઈડલી બોમ રેસીપી વિડીયો
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Nisha Madhulika ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
દાળ પકવાન બનાવવાની રેસીપી | Sindhi Dal Pakwan recipe in Gujarati |dal pakwan banavani rit
કોથમીર વડી બનાવવાની રીત | kothimbir vadi recipe in Gujarati | kothmir vadi banavani rit
મોહનથાળ બનાવવાની રીત | Mohanthal banavani rit | mohanthal recipe in gujarati
ચીઝી મસાલા પાવ બનાવવાની રીત | cheese masala pav banavani rit
આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે