કાજુ કરી બનાવવાની રીત | kaju curry recipe in gujarati

Kaju curry recipe in Gujarati - કાજુ કરી રેસીપી 
image - Sheetal's Kitchen
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું પંજાબી શાક કાજુ કરી- Kaju curry recipe in Gujarati.

Kaju curry recipe in Gujarati

કાજુ કરી બનાવવા નીચે મુજબની સામગ્રી જોઈશે

  • એક થી દોઢ કપ કાજુ અથવા કાજુ ના કટકા
  • એક ચમચી ખસખસ
  • મગજતરીના બીજ એક ચમચી
  • એક ચમચી વરિયાળી
  • 1 ડુંગળી
  • દસથી બાર લસણની કળી
  • ટુકડો આદુ
  • બે મીડિયમ ટમેટા
  • મીઠું સ્વાદ મુજબ
  • 1 થી 2 તમાલપત્ર તજ નો ટુકડો એક મરી અને લવિંગ પાંચથી છ
  • ૧ ચમચી લાલ મરચાંનો ભૂકો
  • પા ચમચી હળદર
  • ચમચી કસુરી મેથી

કાજુ કરી રેસીપી 

કાજુ કરી બનાવવા માટે સૌ પ્રથમ એક વાટકામાં ૭થી  ૮ કાજૂ એક ચમચી ખસખસ એક ચમચી મગજતરીના બીજ નવશેકા પાણીમાં અડધો કલાક પલાળીને તેને મિક્સર જારમાં નાખી તેમાં થોડી વરિયાળી અને એક બે મરી નાંખી પેસ્ટ તૈયાર કરી  રાખી દોએક કઢાઈમાં થોડું તેલ લઈ તેમાં એકથી દોઢ કપ જેટલા કાજુને ધીમા તાપે ગોલ્ડન થાય ત્યાં સુધી તળી તેને સાઈડ પર મૂકી દીધો

kaju kari – કાજુકરી ની ગ્રેવી બનાવવા એક વાસણમાં તેલ ગરમ કરી ધીમા તાપે તેમાં સુધારેલી ડુંગળી નાખી તેમાં લસણની કળી આદુનો પેસ્ટ નાખી થોડીવાર સાંતળો ત્યારબાદ તેમાં સુધારેલ ટમાટુ નાખી ટમાટા ચડી જાય ત્યાં સુધી સાંતળો હવે તેમાં થોડું સ્વાદ મુજબ મીઠું નાખો બધું સંતળાઈ જાય ત્યારબાદ તેને એક વાસણમાં કાઢી ઠંડુ કરો અને ત્યારબાદ મિક્સર ના જાર મા તેનો લીસો પેસ્ટ બનાવી લો

Advertisement

હવે ફરીથી જેમાં અગાઉ આપણે ડુંગળી ટામેટા શેકેલા  હતા તેમાં તેલ ગરમ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં તમાલપત્ર જાપાન તજનો ટુકડો લવિંગ અને મરી નાખી સાતડો હવે તેમા અગાઉ બનાવેલી પેસ્ટ અને થોડું પાણી નાખી  તેલ છૂટું થાય ત્યાં સુધી સાંતળો તેલ છૂટું થાય એટલે લાલ મરચાંનો ભૂકો હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી સાંતળો

હવે  તેમાં અગાઉ જે કાજુ ખસખસ મગફળી બીજ નો બનાવેલ પેસ્ટ આખી તેલ છૂટું થાય ત્યાં સુધી સાંતળો (જો કાજુ વડી પેસ્ટ ના હોય તો મલાઈ વાળુ દહીં પણ નાખી સકો) ગ્રેવી સંતળાઈ જાય એટલે તેમાં તરેલા કાજુ નાખી તેમાં કસૂરી મેથી નાખો (જો શાક સેજ મીઠું જોઈએ તો એક ચમચી ખાંડ નાખી સકો) બચુ બરોબર સંતળાઈ જાય એટલે તેમાં છેલ્લે લીલા  ધાણા નાખી ગેસ બંધ કરી દો તો તૈયાર છે પંજાબી કાજુ કરી – Kaju curry recipe in Gujarati.

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

ગુંદ ના લાડુ બનાવવાની રીત | gund na ladu banavvani rit | Gund na ladu recipe in gujarati

તાલ નો ગજક બનાવવાની રીત| Tal no gajak banavani rit | tal gajak recipe in gujarati

વેજ પુલાવ બનાવવાની રીત | vej pulav banavani rit | vej pulav recipe in gujarati

મૂળા ના મુઠીયા બનાવવાની રીત | muda na muthiya banavvani rit | muda na muthiya recipe in gujarati

આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement