વિડીયો: ઘરે બનાવો વડાપાવ ક્વેસાડીલા – Vada pav Quesadilla

vada pav quesadilla recipe in Gujarati - વડપાવ ક્વેસાડીલા
Image - youtube - Your Food Lab
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું  એકદમ હેલ્દી અને ઝટપટ બની શકે તેવા સૌના મનપસંદ – વડાપાવ ક્વેસાડીલા, vada pav quesadilla recipe in Gujarati

vada pav quesadilla recipe

વડાપાવ ક્વેસાડીલા બનાવવા નીચે મુજબ ની સામગ્રી જોઈશે

  • એક વાટકી ઘઉંનો લોટ  નોર્મલ મોણ મીઠુ નાંખી બાંધી લેવો
  • એક ચમચી તેલ
  • બે ચપટી હિંગ
  • 1 ચમચી રાઈ જીરૂ
  • એક ડાળી મીઠા લીમડાની
  • આદુ-લસણ-મરચાંની પેસ્ટ અડધી ચમચી હળદર
  • છ મીડીયમ બાફેલા બટાકા
  • મીઠું સ્વાદ મુજબ
  • અડધી વાટકી સુધારેલા ધારેલા લીલા ધાણા
  • અડધું લીંબુ
  • એક કપ છીણેલું ને શેકેલું નારિયેળ
  • દસથી બાર આખા લીલા મરચાં શેકેલા
  • અડધી વાટકી સીંગ ના દાણા શેકેલા
  • 10 થી 15 તેલમાં શેકેલ લસણની કળી
  • એક મિક્સર જારમાં ધાણા ફુદીનો લીલા મરચા સીંગદાણા લીંબુ ખાંડ સ્વાદ મુજબ મીઠું નાખી લીલી ચટણી તૈયાર કરી લો

Vada pav quesadilla recipe in Gujarati

વડાપાવ ક્વેસાડીલા બનાવવા સૌપ્રથમ એક કડાઈમાં ૧-૨ ચમચી તેલ ગરમ મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં સૌપ્રથમ તેમાં રાઇ જીરૂ નાખો ત્યારબાદ તેમાં હિંગ નાખો મીઠા લીમડાના પાંદડા નાખી છે હળદર નાંખી શેકી લો ત્યારબાદ તેમાં આદું લસણ મરચાની પેસ્ટ નાખી સેકો ત્યાર બાદ તેમાં બાફેલા બટેટાનો છૂંદો મીઠું ને લીંબુ નો રસ  નાખી બરોબર શેકો મિશ્રણ બરાબર શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી આ મિશ્રણને ઠંડુ પાડવા રાખી દો

ચટણી બનાવવા સૌપ્રથમ મિક્સર જારમાં શેકેલ નારિયેળને પીસી લો પીસાઈ જાય એટલે નારીયેલ મિશ્રણ ને એક વાસણ માં કાઢી લો ત્યારબાદ એજાર માં શેકેલા મરચા પીસી લ્યો તેને પણ એક વાસણ માં કાઢી લો

Advertisement

ત્યાર બાદ ફરી એક જારમાં શેકેલા સીંગદાણા પીસી લો અને એક વાસણમાં કાઢી લેવું હવે તે જારમાં તેલ માં શેકેલી કળી નાખી પીસી લો લસણ બરોબર એટલે તેમાં પહેલા પીસેલા નારીયલ નો ભૂકો, મરચાનો ભૂકો, સીંગદાણાનો ભૂકો અને સ્વાદ મુજબ મીઠું નાખી ફરીથી પીસીને ચટણી તૈયાર કરી લો,હવે બાંધેલા લોટમાંથી રોટલી ની સાઈઝ નાના લુઆ બનાવી તેની મીડીયમ રોટલી બનાવી તવી પર એક બાજુ થોડીક શેકી બીજી બાજુ બરોબર છે શેકીને રોટલીઓ તૈયાર કરી લો

હવે રોટલીની બરોબર શેકેલી બાજુ  પર સૌપ્રથમ લીલી ચટણી લગાડો તેના પર તૈયાર કરેલ વડાપાવ ની ચટણી વાળો મસાલો છાંટો હવે તેના પર તૈયાર કરેલ બટાકાનું મિશ્રણ લગાડો અને તેના પર બનાવેલી ચટણી છાંટો હવે બીજી એક રોટલી લઇ તેની બરોબર શેકેલી બાજુ પર લીલી ચટણી લગાડી તૈયાર કરેલ વડાપાઉં ક્વેસાડીલા પર રાખી તેને હાથ વડે ધીરે ધીરે દબાવી લો ત્યારબાદ તેને તવી પર મીડીયમ આંચ પર બંને બાજુ સેજ ચમચા વડે દબાવી  ગોલ્ડન થાય તે રીતે શેકી લો શેકાઈ ગયા બાદ વડાપાવ ની તવી પરથી ઉતારી ચાર ભાગમાં પીસ કરી ગરમાગરમ ખાઈ સકો છો તો તૈયાર છે એક દમ નવી રીત ના હેલ્ધી, વડાપાવ ક્વેસાડીલા – vada pav quesadilla recipe in Gujarati

રેસીપી વિડીયો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

મસાલા પાવ સાથે પાવભાજી રેસેપી ,બહાર ની પાવભાજી ને ભૂલી જશો

વિડીયો: ઘરે બનાવો સ્વાદિષ્ટ મહારાષ્ટ્ર ના ફેમસ મિસળ પાવ

ઘરે બનાવો ખુબજ સ્વાદિસ્ટ મસાલાવડા

આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement