આજે અમે તમને મોબાઇલ મેમરી વારંવાર ફૂલ થઇ જતી હોય તો કે મેમરી ખાલી કરવાનો એક ઉત્તમ રસ્તો છે કે તમે unused application ને કાઢી નાખો તો ચાલો જાણીએ તમામ માહિતી, free up memory by Removing unused Application, how to Remove unused Application and free up memory step by step Process.
આપણો મોબાઈલ જયારે આવે છે ત્યારે તેની અંદર કંપની ઘણી બધી એપ્લિકેશનનો પહેલેથી ઇન્સ્ટોલ કરેલી આપે છે જેમાંથી કેટલીક એપ્લિકેશન આપણે ક્યારેય ઉપયોગ કરતા નથી છતાં પણ આપણા મોબાઇલ ની અંદર પડી રહે છે અને જગ્યા રોકી રાખે છે જેથી આપણા મોબાઈલ ની મેમરી વારંવાર ફૂલ થઇ જતી હોય છે તેમજ સમયાંતરે unused Application એપ્લિકેશન્સ ના updates પણ આવતા હોય છે જેમાં આપણું ઇન્ટરનેટ પણ વપરાય છે.
How to Remove unused Application and free up memory step by step Process
તો ચાલો જાણીએ કે ઘણા સમયથી વાપરેલ ના હોય તેવી એપ્લિકેશન તમે ક્યાંથી શોધશો અને તમારા મોબાઈલ માંથી કેવી રીતે કાઢશો
સૌપ્રથમ તમને તમારા મોબાઇલ ની અંદર આવેલા ગુગલ પ્લે સ્ટોરની અંદર જવાનું રહેશે ત્યારબાદ તેની અંદર નીચે જણાવેલા સ્ટેપ્સ ફોલો કરવાના રહેશે – free up memory by Removing unused Application
1) ઓપન થયેલા ગુગલ પ્લે સ્ટોરની અંદર ડાબી બાજુ કોર્નર પર આવેલા મેનુ બટન પર ટેપ કરો
2) ખૂલેલા મેનુ ની અંદર My Apps and Games પર ક્લિક કરો
3) હવે તમને ત્યાં ત્રણ મેનુ દેખાશે updates, installed અને Library જેમાં updates ની અંદર હાલ માં આવેલ એપ્લિકેશન્સની અપડેટ ની માહિતી મળશે, લાઈબ્રેરી ની અંદર અત્યાર સુધી તમારા દ્વારા ઇન્સ્ટોલ કરવામાં આવેલી એપ્લિકેશન નું લિસ્ટ છે અને installed ની અંદર તમારા ફોનની અંદર રહેલ મોબાઇલ એપ્લિકેશનનો નું લીસ્ટ છે.
4) installed વિભાગ ની અંદર તમને હાલમાં તમારા મોબાઇલ અંદર રહેલી એપ્લિકેશન દેખાશે જ્યાં તમને સોર્ટ બાય નો ઓપ્શન જ જમણી બાજુ આપેલ બટન છે ત્યાં ક્લિક કરવું તેની અંદર options માથી last used વિકલ્પ ની પસંદગી કરવી
5) હવે તમારા પાસે એવું લિસ્ટ છે એપ્લિકેશનો જે તમે ઘણા સમયથી ઉપયોગ કરી નથી તેમાંથી જે તમને ભવિષ્યમાં પણ ઉપયોગ કરવાની ના હોય તે એપ્લિકેશનો ક્લિક કરી તેની અંદર જઈ તમને તે એપ્લિકેશન વિશે તમામ માહિતી દેખાશે ત્યાં આપેલ uninstall બટન પર ક્લિક કરી તમે unused application કાઢી શકો છો
6) બસ આ જ પ્રક્રિયા તમારે વાપરતા ના હોવ તે તમામ એપ્લિકેશન પર કરવાની રહેશે અને તમે ઝડપથી તમારા મોબાઈલ ની મેમરી ખાલી કરી શકશો.
નીચે આપલે માહિતી પણ અચૂક વાંચો
TrueCaller માંથી નિકાળો તમારા નંબર સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
આવીજ બીજી ટેકનોલોજી ની માહિતી ગુજરાતી માં વાંચવા અહી ક્લિક કરો.
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો.