નમસ્તે મિત્રો આજે આપણે આઈસક્રીમ કોન બનાવવાની રીત – Ice cream cone banavani rit શીખીશું. નાના હોય કે મોટા આઈસક્રીમ તો બધાને પસંદ આવતી હોય છે, do subscribe My Lockdown Rasoi YouTube channel on YouTube If you like the recipe , ને એમાં જો આઈસક્રીમ કોન માં મળતી હોય તો તો ખાવા ની મજા ડબલ થઇ જાય. બજાર માં આજ કલ કોન તૈયાર મળતા હોય છે પણ આજ આપણે ઘરે તવી પર કોન બનાવવાની રીત શીખીએ તો ચાલો જાણીએ Ice cream cone recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.
આઈસક્રીમ કોન બનાવવા જરૂરી સામગ્રી
- મેંદા નો લોટ ¾ કપ
- પીસેલી ખાંડ ½ કપ
- તેલ 2 ચમચી
- દૂધ ¼ કપ
- વેનીલા એસેન્સ ¼ ચમચી
- મીઠું 1-2 ચપટી
ગાર્નિશ માટે ની સામગ્રી
- પીગળેલ ચોકલેટ જરૂર મુજબ
- શેકેલ સીંગદાણા નો પાઉડર જરૂર મુજબ
આઈસક્રીમ કોન બનાવવાની રીત | Ice cream cone recipe in gujarati
આઈસક્રીમ કોન બનાવવા સૌપ્રથમ એક વાસણમાં પીસેલી ખાંડ લ્યો એમાં તેલ અને મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં દૂધ નાખી બરોબર ગાંઠા ન પડે એમ મિક્સ કરો હવે એમાં વેનીલા એસેન્સ નાખી મિક્સ કરી લ્યો
ત્યાર બાદ ખાંડ ઓગળે ત્યાં સુંધી હલાવી ને ખાંડ ને ઓગળી લ્યો ત્યાર બાદ એમાં મેંદા ના લોટ ને ચાળી ને નાખો ને ફરી ગાંઠા ન રહે એમ મિક્સ કરી લ્યો ને તૈયાર મિશ્રણ ને એક બાજુ મૂકો
હવે ગેસ પર એક નોન સ્ટીક તવી ગરમ કરવા મૂકો તવી ને મિડીયમ તાપે ગરમ કરી લ્યો ત્યાર બાદ ગેસ ને ધીમો કરી લ્યો ને જે સાઇઝ નો કોન બનાવો હોય એ પ્રમાણે નું મિશ્રણ નાખી ઢોસા જેમ ગોળ હોલ ફેરવી સાવ પાતળો ફેલાવી લ્યો
એક બાજુ થોડો બ્રાઉન થાય એટલે ઉથલાવી ને તવિથા થી દબાવી દબાવી ને બને બાજુ બ્રાઉન શેકી લ્યો ને ગરમ હોય ત્યારેજ કપડા ની મદદ થી ગોળ ફેરવી ને કોન નો આકાર આપી ઠંડો થાય ત્યાં સુંધી પકડી રાખો ઠંડો થાય એટલે કોન કડક થઈ જશે
આમ બધા જ કોન ને એક એક કરી ને બનાવી લ્યો ને બધા ને આકાર આપી ઠંડા કરી લ્યો ને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને જ્યારે પણ મન થાય ત્યારે મજા લ્યો આઈસક્રીમ કોન.
જો તમે કોન નો ઉપયોગ તરત જ કરવા માંગતા હો તો પીગળેલા ચોકલેટમાં કોન નો આગળ નો ભાગ બોળી ને શેકેલ સીંગદાણા ના ભૂકા માં બોળી એમાં આઈસક્રીમ ભરી ને પણ મજા લઇ શકો છો આઈસક્રીમ કોન.
Ice cream cone banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર My Lockdown Rasoi ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
ગુલકંદ શેક બનાવવાની રીત | Gulkand shake banavani rit
સ્ટીમ દહીં વડા બનાવવાની રીત | Steamed dahi vada banavani rit
સોજી મિલ્ક કેક બનાવવાની રીત | Soji milk cake banavani rit
ખારી લસ્સી અને મીઠી લસ્સી બનાવવાની રીત | Khari lassi ane mithi lassi banavani rit
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે