Idli Sambar Shakshuka  | ઈડલી સંભાર શક્શુકા  

Idli Sambar Shakshuka - ઈડલી સંભાર શક્શુકા
Image credit – Youtube/Cooking Convo
Advertisement

આ એક સાઉથ ઈન્ડિયન વાનગી ઈડલી સંભાર જેવી જ ટેસ્ટી લાગે છે પણ ઈડલી સંભાર બનાવવાની જંજટ ના કરવી હોય તો આજ બનાવતા શીખીએ એ વાનગી બનાવશો તો ઈડલી સંભાર જેવો જ ટેસ્ટ લાગશે આ  Idli Sambar Shakshuka – ઈડલી સંભાર શક્શુકા નો અને ખૂબ ઝડપથી તૈયાર થઈ જશે. અને ઈડલી બાફવા ની, સંભાર બાફી વઘાર વણી કે ચટણી બનાવવાની કોઈ જંજટ નથી.

Ingredients list

  • તેલ 3-4 ચમચી
  • ઝીણી સમારેલી ડુંગળી 1-2
  • ઝીણા સમારેલા ટામેટા 2
  • ટમેટા પ્યુરી ½ કપ
  • જીરું ½ ચમચી
  • હિંગ ¼ ચમચી
  • મીઠા લીમડા ના પાંદ 5-7
  • હળદર ¼ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • સંભાર મસાલો 2 ચમચી
  • પાણી જરૂર મુજબ
  • સ્વાદ મુજબ મીઠું
  • ઈડલી નું મિશ્રણ જરૂર મુજબ

Idli Sambar Shakshuka banavani rit

ઈડલી સંભાર શક્શુકા બનાવવા સૌપ્રથમ ઈડલી નું મિશ્રણ તૈયાર કરી લેવું પહેલથી. હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એમાં જીરું અને હિંગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી શેકી લ્યો ડુંગળી શેકાઈ જાય એટલે એમાં ઝીણા સમારેલા ટામેટા અને ટમેટા પ્યુરી નાખી મિક્સ કરી લ્યો.

ટમેટા બરોબર ચડી જાય એટલે એમાં મીઠા લીમડા ના પાંદ, હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, સંભાર મસાલો, સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી શેકી લ્યો.

Advertisement

મસાલા બરોબર શેકાઈ જાય એટલે એક થી દોઢ કપ પાણી નાખી મિક્સ કરી લ્યો. પાણી ઉકળવા લાગે એટલે એમાં ત્રણ ચાર જગ્યાએ ઈડલી નું મિશ્રણ એક એક કડછી નાખો.

હવે ઢાંકણ ઢાંકી મિડીયમ તાપે આઠ થી દસ મિનિટ ચડાવી લ્યો. દસ મિનિટ પછી તવિથા થી એક ઈડલી અને થોડા મસાલા સાથે સર્વ કરો. તો તૈયાર છે ઈડલી સંભાર શક્ષુકા.

 નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

Advertisement