હવે મેળવો Pan નંબર જલ્દી , Income Tax ડીપાર્ટમેન્ટ એ લૌન્ચ કરી E-PAN service

E-pan card
Advertisement

Income Tax ડીપાર્ટમેન્ટ દ્વારા ગઈ કાલે E-PAN ની ફેસીલીટી લૌન્ચ કરવામાં આવી. જેના દ્વારા તમે તમારા ત્વરિત પાન નંબર બનાવી શકશો. E-PAN service એ ફ્રી ઓફ કોસ્ટ છે અને તે માર્યાદિત સમય માટે વહેલા તે પહેલા ના ધોરણે પ્રમાણિત આધાર કાર્ડ ધરાવતા વ્યક્તિઓ મેળવી શકશે.

E-PAN service

E-Pan service ની સગવડ નિવાસી વ્યક્તિઓ પુરતું માર્યાદિત છે. HUF , ફર્મ્સ, ટ્રસ્ટ અને કંપનીઓ આ સુવિધાનો લાભ નઈ લઇ શકે. ઉપરાંત જે વ્યક્તિઓ પાનકાર્ડ ધરાવે છે તેઓ પણ આ સુવિધાનો લાભ નઈ લઇ શકે.

apply E-Pan - E-PAN service

Advertisement

આ E-Pan  ની ફેસીલીટી લેવા તમારે શેની જરૂરત પડશે?

E-Pan service પર E-PAN કાર્ડ મેળવવા તમારે ડીટેઈલ ની અંદર પપ્રથમ નામ અને છેલ્લું/અટક લખવાની રહેશે.

તમારા દ્વારા દાખલ કરવામાં આવેલી વિગતો જેવીકે અરજદાર નું પૂરું નામ, જન્મ તારીખ એ તમારા આધારકાર્ડ ની માહિતી સાથે મેચ થવી જરૂરી છે.

online E pan Service

માહિતી દાખલ કર્યા બાદ તમારું આધાર e-KYC સફળતાપૂર્વક થયાબાદ તમારા E-PAN ની કાર્યવાહી આગળ વધશે.

E-PAN ની એપ્લીકેશન કરવા માટે તમને તમારા ફોટા તથા સહી ની સ્કેન કરેલ ફોટાને 200 DPI રીસોલુસન વારી JPEG પ્રકાર ની image વધુમાં વધુ 10KB અને 2*4.5CM સાઈઝ ની અપલોડ કરવાની રહેશે.

Step1

સફળતા પૂર્વક E-Pan service ની એપ્લીકેશન ભર્યા પછી 15 ડીજીટ નો acknowledgment નંબર તમને મોબાઈલ અથવા email દ્વારા મોકલવામાં આવશે.

તમારી E-Pan service એપ્લીકેશન મંજુર થયાબાદ E-PAN ની ફાળવણી કરવામાં આવશે ત્યારે તમને તેની જાણ Email/SMS દ્વારા કરવામાં આવશે. ત્યાર બાદ તમે તેની વેબસાઈટ પર જઈ “instant e-PAN”-> “Check Instant e-PAN Status” પર ક્લિક કરી ડાઉનલોડ કરી શકશો અને એક OTP આવશે જે નંબર નાખી તમે E-PAN ડાઉનલોડ થઇ જશે.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement