નમસ્તે મિત્રો આ Instant methi dhokla – ઈન્ટન્ટ મેથી ઢોકળા ખાવા માં ખૂબ ટેસ્ટી અને સોફ્ટ બને છે અને ખૂબ ઝડપથી તૈયાર થાય છે એટલે ઘણા સમય સુંધી રસોડામાં ઊભા રહી રસોઇ બનાવવાની જંજટ નથી રહેવાની અને ઘરના નાના મોટા દરેક ને પંસદ પણ આવશે.
Ingredients list
- સોજી 1 કપ
- બેસન ½ કપ
- દહીં ¾ કપ
- મેથી સુધારેલ ¾ કપ
- આદુ મરચાની પેસ્ટ 1 ચમચી
- હળદર ¼ ચમચી
- હિંગ ⅛ ચમચી
- ઈનો 1 ચમચી
- સફેદ તલ 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
Instant methi dhokla banavani rit
ઈન્ટન્ટ મેથી ઢોકળા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં સોજી, બેસન અને દહી નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એમાં થોડું થોડું પાણી નાખી મિક્સ કરી ઘટ્ટ મિશ્રણ તૈયાર મિશ્રણ ને ઢાંકી ને દસ મિનિટ એક બાજુ મૂકો. દસ મિનિટ પછી એમાં આદુ મરચાની પેસ્ટ, હળદર, હિંગ, લીલી મેથી સુધારેલ, સફેદ તલ અને સ્વાદ મુજબ મીઠું નાખી brobrbmika કરી લ્યો.
હવે ગેસ પર એક ઢોકરીયા માં બે ગ્લાસ પાણી નાખી કાંઠો મૂકી ઢાંકી ને ગરમ કરવા મૂકો. પાણી ગરમ થાય ત્યાં સુંધી થાળી ને તેલ થી ગ્રીસ કરી લ્યો અને તૈયાર કરેલ મિશ્રણ માં ઈનો નાખી ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ તૈયાર મિશ્રણ ગ્રીસ કરેલ થાળી માં નાખો અને થાળી ને ઢોકરીયા માં મૂકો અને ઢાંકી ને દસ મિનિટ ચડાવી લ્યો.
દસ મિનિટ પછી થાળી કાઢી ને થોડી ઠંડી કરી કાપી કટકા કરી લ્યો અને બાકી ના મિશ્રણ ની બીજી થાળી પણ ઢોકરીયા માં મૂકી ચડાવી લ્યો. આમ બધા મિશ્રણ માંથી ઢોકળા બનાવી લ્યો. ગરમ ગરમ ચટણી સાથે સર્વ કરો અને મજા લ્યો તો તૈયાર છે ઈન્ટન્ટ મેથી ઢોકળા.
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
Amla shots banavani rit | આમળા શોર્ટ્સ બનાવવાની રીત
Bajri na lot na appam banavani rit | બાજરા ના લોટ ના અપ્પમ બનાવવાની રીત
Tikha ghughra banavani rit | તીખા ઘૂઘરા બનાવવાની રીત
Juvar na lot no khasta nasto banavani rit | જુવાર ના લોટ નો ખસ્તા નાસ્તો બનાવવાની રીત