ઈન્સ્ટન્ટ ઓટ્સ રવા ઢોસા રેસીપી | Oats rava dosa recipe in Gujarati

oats rava dosa recipe in Gujarati - ઓટ્સ રવા ઢોસા રેસીપી - ઓટ્સ રવા ઢોસા રેસીપી
Advertisement

આજની ભાદોડભરી લાઈફ સ્ટાઈલ માં રસોઈ જલ્દી બની જાય અને હેલધી પણ હોય તો કેટલું સારું લાગે તેથી જ અમે આજ ઈન્સ્ટન્ટ ઓટ્સ રવા ઢોસા ની રેસીપી લાવ્યા છીએ, instant oats rava dosa recipe in Gujarati.

ઈન્સ્ટન્ટ ઓટ્સ રવા ઢોસા રેસીપી

ઓટ્સ રવા ઢોસા બનાવવા માટે નીચે મુજબની સામગ્રી જોઇશે

  • ઑટ્સ 3/4 કપ
  • ચોખા નો લોટ ૧/૨ કપ
  • રવો ૧/૪ કપ
  • પાણી ૨.૫ કપ
  • મીઠું સ્વાદ મુજબ
  • જીરૂ ૧ ચમચી
  • મરી ૧/૨ ચમચી
  • આદુ જીણું સુધારેલ ૧ ટૂકડો
  • મરચું ૧ સુધારેલું
  • ડુંગળી ૧/૨ સુધારેલી
  • સુધારેલ ધાણા ૨ ચમચી
  • મીઠો લીમડો ૧ ચમચી સુધારેલ

oats rava dosa recipe in Gujarati

ગેસ પર એક તવા માં ધીમે તાપે ઓટ્સ ને સેકી લો અને સેકેલા ઓટ્સ ને મિક્સર જારમાં નાખી પીસી લો.

હવે એક બાઉલમાં પીસેલા ઓટ્સ ,ચોખા નો લોટ, રવો  લઈ એમાં પાણી નાખી ને બરાબર મિક્સ કરો.

Advertisement

હવે આ મિશ્રણ માં સ્વાદ મુજબ મીઠું,જીરૂ, સમારેલું આદુ,સમારેલું લીલું મરચું, ડુંગળી,ધાણા,મીઠો લીમડો નાખી હલાવી ને બરાબર મિક્સ કરો.

મિશ્રણ બહુ ઘાટું નહિ ને બહુ પાતળું નહિ એવું રાખવું,આ મિશ્રણ ને ૧૦ મિનિટ માટે રહેવા દો.

એક તવા ને ગરમ કરો અને એમાં ચમચા વડે મિશ્રણ નાખી વ્યવસ્થિત  રેડો.

એક બાજુ સેકી લો અને પછી બીજી બાજુ પણ થોડુક સેકી લો.

તૈયાર છે મસ્ત મજાના ઈન્સ્ટન્ટ ઓટ્સ રવા ઢોસા.

instant oats rava dosa recipe video

 

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

ઈન્સ્ટન્ટ રવા મસાલા ઢોસા બનાવવાની રીત –  Rava Malsala dhosa recipe in Gujarati

પાલક પનીર બનાવવાની રીત – Palak Paneer recipe in Gujarati

ફરાળી હાંડવો બનાવવાની રીત – Faradi Handva recipe  

ગાજર નો હલવો બનાવવાની રીત – Gajar no halvo recipe in Gujarati

મૂળા ના મુઠીયા બનાવવાની રીત – Mula na muthiya recipe in Gujarati

આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement