નમસ્તે મિત્રો આજે આપણે ઇન્સ્ટન્ટ પૌવા ઉત્તપમ બનાવવાની રીત – Instant pauva uttapam banavani rit શીખીશું. આ ઉત્તપમ આપણે બીજા ઉત્તપમ તૈયાર કરીએ એવાજ સ્વાદ માં લાગે છે, do subscribe Hebbars Kitchen YouTube channel on YouTube If you like the recipe , પણ બીજા ઉત્તપમ જેમ આ ઉત્તપમ બનાવવા ઘણી ઝંઝટ નથી કરવી પડતી ને ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે જેને તમે સવાર ના નાસ્તામાં તૈયાર કરી આપી શકો છો તો ચાલો જાણીએ ઇન્સ્ટન્ટ પૌવા ઉત્તપમ બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.
ઇન્સ્ટન્ટ પૌવા ઉત્તપમ બનાવવા જરૂરી સામગ્રી
- પૌવા ½ કપ
- સોજી ½ કપ
- દહી ½ કપ
- ઝીણી સુધારેલી ડુંગળી 1
- ઝીણી સુધારેલી ફણસી 5-7
- લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
- ઝીણું સમારેલું ગાજર ½
- ચીલી ફ્લેક્સ જરૂર મુજબ
- ઝીણું સુધારેલ કેપ્સીકમ ½
- ઝીણા સમારેલા લીલાં મરચા 2-3
- તેલ જરૂર મુજબ
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
ઇન્સ્ટન્ટ પૌવા ઉત્તપમ બનાવવાની રીત
ઇન્સ્ટન્ટ પૌવા ઉત્તપમ બનાવવા સૌપ્રથમ પૌવા ને સાફ કરી ને બે ત્રણ પાણી થી ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ પૌવા ને મિક્સર જારમાં નાખી પીસી ને સ્મુથ પેસ્ટ બનાવી લો ને તૈયાર પેસ્ટ ને એક વાસણમાં કાઢી લ્યો સાથે સાફ કરેલ ઝીણી સોજી નાખો ને દહી અને અડધો કપ પાણી નાખી મિક્સ કરી ને મિશ્રણ ને ઢાંકી ને દસ મિનિટ એક બાજુ મૂકો.
હવે એક બીજા વાસણમાં ઝીણી સુધારેલી ડુંગળી, ઝીણા સમારેલા ગાજર, ઝીણા સુધારેલ કેપ્સીકમ, લીલા મરચા સુધારેલા, લીલા ધાણા સુધારેલા, ફણસી સુધારેલ નાખો ને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો
હવે પૌવા વાળા મિશ્રણ માં સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લો. ગેસ પર એક તવી ગરમ કરી લ્યો તવી થોડી ગરમ થાય એટલે પૌવા ના મિશ્રણ માંથી જે સાઇઝ ના ઉત્તપમ કરવાના હોય એ પ્રમાણે મિશ્રણ નાખો ને એના પર સુધારેલ શાક નાખી ઉપર ચીલી ફ્લેક્સ છાંટી અને એક બે ચમચી તેલ નાખી ઢાંકી ને બે મિનિટ ચડવા દયો.
બે મિનિટ પછી તવિથા થી ઉથલાવી બીજી બીજું પણ એકાદ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગરમ ગરમ ઉત્તપમ ને સોસ કે ચટણી સાથે સર્વ કરો ઇન્સ્ટન્ટ પૌવા ઉત્તપમ.
Instant pauva uttapam banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Hebbars Kitchen ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
ભરેલા શાક નો મસાલો બનાવવાની રીત | Bharela shaak no masalo banavani rit
ઠેકુઆ બનાવવાની રીત | Thekua banavani rit | thekua recipe in gujarati
ડ્રાયફ્રુટ લાડુ બનાવવાની રીત | dry fruit laddu banavani rit | dry fruit laddu recipe in gujarati
મેથી મકાઈ ના લોટ ના પરોઠા | Methi makai na lot na parotha banavani rit
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે