નમસ્તે મિત્રો આજે હેલ્ધી અને ઝટપટ રવા ઈડલી બનાવવાની રીત તમને જણાવીશું,Instant Rava idli recipe in Gujarati
રવા ઈડલી બનાવવા નીચે મુજબ ની સામગ્રી જોઈશે.
- રાઈ ૧ ચમચી
- અડદ દાળ ૧-૨ ચમચી
- લીલા મરચા સુધારેલા ૧-૨
- એક નાનો ટુકડો આદુ છીણેલું
- તેલ ૨-૩ ચમચી
- બેકિંગ સોડા ૧ ચમચી
- હિંગ પા ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- કાજુ ૮-૧૦
- દહીં ૧ કપ
- પાણી જરૂરત મુજબ
રવા ઈડલી બનાવવાની રીત | Rava idli recipe in Gujarati
રવા ઈડલી બનાવવા સૌ પ્રથમ ગેસ પર કડાઈ માં ૨-૩ ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ,અડદ હિંગ, દાળ, લીલા મરચા સુધારેલા, છીણેલું આદુ નાખી બરોબર મિક્સ કરો,
ત્યાર બાદ તેમાં કાજુ ના કટકા નાખો ને સોજી ને મીઠું નાખી ધીમા તાપે ૫-૭ મિનિટ સેકો જ્યાં સુંધી સોજી ની સુગંધ આવે એટલે ગેસ બંધ કરી ઠંડુ થવા દો
મિશ્રણ ઠંડુ થાય એટલે તેમાં દહીં ને જરૂર મુજબ પાણી નાખી નરમ મિશ્રણ તૈયાર કરી લ્યો ને મિશ્રણ ને ઓછા માં ઓછું ૨૦-૨૫ મિનિટ અથવા તો એક બે કલાક એક બાજુ મૂકી દયો
એક કલાક બાદ ગેસ પર ધોકરિયા માં પાણી નાખી ગરમ મૂકો પાણી ઉકળવા દયો ને ઈડલી સ્ટેન્ડ માં તેલ લગાડી નાખો,
છેલ્લે ઈડલી ના મિશ્રણમાં બેકિંગ સોડા નાંખી મિક્સ કરો ને મિશ્રણ ને ઈડલી સ્ટેન્ડ માં મૂકી ઢોકરી યા મૂકી ૪-૫ મિનિટ ઢાંકણ ઢાંકી ચડાવો,
ત્યાર બાદ સ્ટેન્ડ માંથી કાઢી ને લીલી ચટણી સાથે પીરસો રવા ઈડલી.
Instant rava idli recipe in Gujarati
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Chef Ranveer Brar ને Subscribe કરજો
અમારા દ્વારા જણાવવામા આવેલી હેલ્ધી અને ઝટપટ રવા ઈડલી બનાવવા ની રીત, Instant rava idli recipe in Gujarati, વિશે તમારો અભિપ્રાય અચૂક આપશો.
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
ઈન્સ્ટન્ટ ઓટ્સ રવા ઢોસા રેસીપી | Oats rava dosa recipe in Gujarati
ઘરે બનાવો હેલ્ધી મગદાળ ની ઇડલી – Healthy Moong dal Idli
ઝટપટ હેલ્ધી સોજી નો ઉપમા બનાવવાની રીત | Soji na Upma recipe in Gujarati
આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે