તમે જો રેલ્વેમાં ટીકીટ બુકિંગ જો ઓનલાઈન કરાવ્યું હશે તો તમને ખબર હશે તની જૂની વેબસાઈટ કેટલી દેખાવમાં કદરૂપી અને સમજવામાં અઘરી છે જો તમે જોઈ નથી IRCTC ની જૂની વેબસાઈટ તો અમે તમારા માટે નીચે એક ફોટો ઉમેર્યો છે જેથી તમને ખ્યાલ પડશે તેના જુના દેખાવ વિશે.
ઉપર નો ફોટો જોયા પછી લાગ્યું હશે કે આવી વેબસાઈટ? તો આપના આવા જવાબો ના લીધે IRCTC તેની નવી વેબસાઈટ લૌન્ચ કરી છે જેની અંદર આજ રાત થી તમે બુકિંગ કરી શકશો, IRCTC ની નવી વેબસાઈટ અત્યારે તૈયાર છે જે તમે IRCTC Website પર ક્લિક કરી જોઈ શકશો. તમે જોઈ શકશો કે જો હવે તમારે ટ્રેન ની ટીકીટ ગોતવી હશે તો એના માટે કોઈ પ્રકાર ના login ની જરૂરત રહેતી નથી તમારે પ્રવાસ નું ઉદગમ સ્થાન અને પહોચવા નું સ્થાન સાથે કઈ તારીખે જવું છે અને ક્યાં ક્લાસ માં મુસાફરી કરવી છે એ નાખવાનું રહે છે અને આ વેબસાઈટ તમને અવેલેબલ ટ્રેનસ નું લીસ્ટ આપી દેશે.
થોડો સમય આ વેબસાઈટ માં ફર્યા પછી મને આ નવી વેબસાઈટ ખુબજ ગમી, સાથે સાથે તેની અંદર આવેલ એક મહત્વ નું ફીચર જોયું તે છે ‘Forecast Confirmation Probability’ આ ફીચર ની અંદર યુસર ને તેની ટીકીટ કન્ફર્મ થવાની કેટલા ટકા સંભાવના છે તે ટીકીટ બુક કરાવ્યા પહેલા જણાવે છે.
IRCTC ની વેબસાઈટ એક નવું અલગોરિધમ નો ઉપયોગ આ વેબસાઈટ ની અંદર કરેલ છે જે એક વર્ષ થી તેના પર કામ કરી રહ્યો છે જે તમારી ટીકીટ કન્ફોર્મેસન ની સંભાવના દર્શાવે છે જે IRCTC ના ૧૩ વર્ષ ના ડેટા ને અનાલીસીસ કરી ને રીઝલ્ટ આપે છે.
આ નવા ફીચર વિશે વાત કરતા રેલવે મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓમાંના એક કહે છે કે
આ નવું ફીચર જે વેટીંગ લીસ્ટ ની સંભાવના રજુ કરે છે તેના લીધે વ્યક્તિ જાણી શકશે કે તેની RAC ટીકીટ કન્ફીર્મ થશે કે નહિ, અને તે ઉમેરે છે ક અમે પહેલી વાર અમારા ડેટા ના આધારે બુકિંગ પેટેન પર અનાલીસીસ કરી રહ્યા છીએ અને આ સંભાવના વ્યક્ત કરી રહ્યા છીયે.
IRCTC ની આ વેબસાઈટ Indian Railways software arm Centre for Railway Information Systems (CRIS) દ્વારા બનાવામાં આવી છે અને તેમાં ઉપર જણાવેલ ફીચર કરતા ઘણાબધા નવા ફીચર્સ પણ ઉમેરવામાં આવ્યા છે.
નવી સુવિધાની વાત કરીએ તો ટીકીટ બુક કરતી વખતે તમને દરેક પેસેન્જર ની ડીટેલ ઉમેરવા એક સેપરેટ જગ્યા મળશે, જો તમે પેહેલે બુકિંગ કરાવી હશે તો પહેલેથી ભરેલ ડીટેલ મળશે જેથી તમે જલ્દી ચેકાઉટ કરી શકો, અને નાણા ચુકવણી માટે 6 બન્કો ની પસંદગી ના ઓપ્સન આપવામાં આવ્યા છે અને એક બુક થયેલી ટીકીટ નું સેપરેટ સેક્સન પણ આપવામાં આવ્યું છે જ્યાં તમે વિવિધ કર્યો કરી શકશો, આ સિવાય ઘણા બધા નાનામોટા સુધારા કરવામાં આવ્યા છે .
Artical ગમ્યું? રેગ્યુલર Facebook પર આવીજ મહત્વ પૂર્ણ માહિતી મેળવવા માટે like કરો Naradmooni page અને share કરો તેમજ Whatsapp પર રેગ્યુલર ઉપડેટ મેળવવા Subscribe Naradmooni પર ક્લિક કરો.