જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે ઘરે ડુંગળી અને લસણ વગર નું જૈન પંજાબી છોલે બનાવવાની રીત – Jain Panjabi chole banavani rit શીખીશું, do subscribe Nirav Recipes YouTube channel on YouTube If you like the recipe , ડુંગળી અને લસણ વગર પણ ખૂબ જ ટેસ્ટી જૈન પંજાબી છોલે નું શાક બને છે. આ શાક ને બનાવું ખૂબ જ સરળ છે. આ શાક ને તમે રોટલી, પરાઠા કે કુલચા સાથે ખાઈ શકો છો. તો ચાલો આજે આપણે Jain Panjabi chole recipe in gujarati શીખીએ.
જૈન પંજાબી છોલે બનાવવા જરૂરી સામગ્રી
- કાબુલી ચણા ૧૫૦ ગ્રામ
- ચણા ની દાળ ૩ ચમચી
- પાણી ૩ કપ
- બેકિંગ સોડા ૧/૪ ચમચી
- મીઠું સ્વાદ પ્રમાણે
- ઘી ૫ ચમચી
- જીરું ૧ ચમચી
- ૩૫૦ ગ્રામ ટામેટા ની પ્યુરી
- કાશ્મીરી લાલ મરચું ૧/૨ ચમચી
- તીખું લાલ મરચું ૧/૨ ચમચી
- ધાણા પાવડર ૧ ચમચી
- દાડમ ના દાણા નો પાવડર ૧ ચમચી
- છોલે મસાલા ૨ ચમચી
- ઝીણા સુધારેલા લીલા ધાણા ૨ ચમચી
- કસૂરી મેથી ૧ ચમચી
- લીલું મરચું ૧
જૈન પંજાબી છોલે બનાવવાની રીત | Jain Panjabi chole recipe in gujarati
જૈન પંજાબી છોલે નું શાક બનાવવા માટે સૌથી પેહલા કાબુલી ચણા ને ધોઈ ને સાફ કરી ને પૂરી રાત પલાળવા માટે રાખી દયો.
કાબુલી ચણા બાફવા ના હોય તેનાથી અડધી કલાક પહેલા ચણા ની દાળ ને પલાળી લ્યો.
ત્યારબાદ ગેસ પર એક કુકર મૂકો. તેમાં પલાળી ને રાખેલા કાબુલી ચણા અને ચણાની દાળ નાખો. હવે તેમાં પાણી નાખો. ત્યાર બાદ તેમાં બેકિંગ સોડા અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે કુકર બંધ કરી દયો. હવે પાંચ સીટી વગાડી લ્યો.
ત્યાર બાદ ગેસ બંધ કરી દયો અને કુકર ને ઠંડું થવા દયો.
ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં ઘી નાખો. ઘી ગરમ થાય એટલે તેમાં જીરું નાખો. ત્યાર પછી તેમાં ટામેટા ની પ્યુરી નાખી સરસ થી હલાવી લ્યો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. અને ફરી થી પ્યુરી ને હલાવી લ્યો. હવે ટામેટા માંથી ઘી છૂટું પડે ત્યાં સુધી સરસ થી પ્યુરી ને સેકી લ્યો.
ત્યાર બાદ તેમાં કાશ્મીરી લાલ મરચું, તીખું લાલ મરચું, ધાણા પાવડર, છોલે મસાલા ,હળદર અને દાડમ ના દાણા નો પાવડર નાખો. હવે મસાલાને સરસ થી હલાવી ને સેકી લ્યો.
હવે તેમાં બાફેલા કાબુલી ચણા ને ત્રણ થી ચાર ચમચી લઈ તેને છૂંદી લ્યો. હવે તે શાક માં નાખો. અને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં બાફેલા કાબુલી ચણા નાખી. ફરી થી શાક ને હલાવી લ્યો. હવે શાક ને ઢાંકી ને દસ થી બાર મિનિટ સુધી ધીમા તાપે ચડવા દયો.
ત્યાર બાદ તેમાં ઝીણા સુધારેલા લીલા ધાણા અને કસૂરી મેથી નાખો. હવે તેમાં એક લીલા મરચાં ના બે ચીરા કરીને નાખો. હવે છોલે ના શાક ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે બે થી ત્રણ મિનિટ સુધી સરસ થી ધીમા તાપે સેકી લ્યો.
હવે તૈયાર છે જૈન પંજાબી છોલે નું શાક. હવે તેને રોટલી, પરાઠા કે કૂલચા સાથે સર્વ કરો અને જૈન પંજાબી છોલે નું શાક ખાવાનો આનંદ માણો.
Jain Panjabi chole banavani rit | Recipe video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Nirav Recipes ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
ઘઉં ના લોટ ના બિસ્કીટ બનાવવાની રીત | Ghau na lot na Biscuit banavani rit
ડુંગળી ટામેટા ની સેન્ડવીચ બનાવવાની રીત | Dungri tameta ni sandwich banavani rit
ગુલકંદ પેંડા બનાવવાની રીત | Gulkand penda banavani rit
સોજી બટાકા ના પરોઠા બનાવવાની રીત | Soji bataka na parotha banavani rit
ડ્રાયફ્રુટ મઠો બનાવવાની રીત | Dry fruit matho banavani rit
ડબલ ચોકલેટ પેનકેક બનાવવાની રીત | Double Chocolate Pancake banavani rit
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે