જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે ઘરે જૈન રોટલી સેન્ડવીચ બનાવવાની રીત – Jain rotli sandwich banavani rit શીખીશું. ખૂબ જ ટેસ્ટી લાગે છે, do subscribe My Jain Recipes YouTube channel on YouTube If you like the recipe , સવાર ના કે સાંજ ના નાસ્તા માં વધી ગઈ રોટલી થી એક વાર સેન્ડવીચ જરૂર બનાવો. ખૂબ જ ટેસ્ટી બને છે. એક વાર ટેસ્ટ કર્યા પછી બીજી વાર જરૂર બનાવશો. સાથે ખૂબ જ ઓછા સમય માં બાન ને તૈયાર થઈ જાય છે. સાથે આજે આપણે ચટણી બનાવતા પણ શીખીશું. તો ચાલો આજે આપણે ટેસ્ટી Jain rotli sandwich recipe in gujarati શીખીએ.
સેન્ડવીચ બનાવવા માટેની સામગ્રી
- કાકડી રાઉન્ડ સ્લાઈસ
- ટામેટા ની રાઉન્ડ સ્લાઈસ
- કેપ્સીકમ ની રાઉન્ડ સ્લાઈસ
- રોટલી ૬
ચટણી બનાવવા માટેની સામગ્રી
- આખા ધાણા ૧ ચમચી
- જીરું ૧/૨ ચમચી
- હિંગ ૧/૪ ચમચી
- મીઠો લીમડો ૮-૧૦
- મરી પાવડર ૧/૪ ચમચી
- મીઠું સ્વાદ પ્રમાણે
- લીંબુ નો રસ ૧ ચમચી
- દારિયા ૧/૪ કપ
- લીલાં મરચા ૪-૫
- કાકડી ના ટુકડા ૧/૨ કપ
- કેપ્સીકમ ના ટુકડા ૧ કપ
મસાલા પાવડર બનાવવાની સામગ્રી
- મરી પાવડર ૧/૨ ચમચી
- સંચળ પાવડર ૧/૨ ચમચી
- જીરું પાવડર ૧/૨ ચમચી
- મીઠું ૧/૨ ચમચી
- આદુ નો પાવડર ૧/૪ ચમચી
- આમચૂર પાવડર ૧/૪ ચમચી
- ચાટ મસાલા ૧/૪ ચમચી
જૈન રોટલી સેન્ડવીચ બનાવવાની રીત | Jain rotli sandwich recipe in gujarati
સૌપ્રથમ આપણે ચટણી બનાવતા શીખીશું ત્યારબાદ મસાલા પાવડર બનાવતા શીખીશું છેલ્લે જૈન રોટલી સેન્ડવીચ બનાવવાની રીત શીખીશું
ચટણી બનાવવા માટેની રીત
ચટણી બનાવવા માટે સૌથી પેહલા એક મિક્સર જાર લ્યો. હવે તેમાં આખા ધાણા, જીરું, હિંગ, મીઠો લીમડો, મરી પાવડર, મીઠું, દારિયા, લીંબુ નો રસ, લીલા મરચાં, કાકડી અને કેપ્સીકમ નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી લ્યો. હવે તૈયાર છે આપણી ટેસ્ટી ચટણી.
મસાલા પાવડર બનાવવાની રીત
મસાલા પાવડર બનાવવા માટે સૌથી પહેલા એક બાઉલમાં મરી પાવડર, સંચળ પાવડર, જીરું પાઉડર, મીઠું, આદુ નો પાવડર, આમચૂર પાવડર અને ચાટ મસાલા નાખો. હવે તેને એક ચમચી ની મદદ થી સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તૈયાર છે આપણો મસાલા પાવડર.
જૈન રોટલી સેન્ડવીચ બનાવવાની રીત
સેન્ડવીચ બનાવવા માટે સૌથી પેહલા બે રોટલી લ્યો. હવે તેના ઉપર ઘી લગાવી લ્યો. ત્યાર બાદ બને રોટલી ઉપર બનાવી ને રાખેલી ચટણી સરસ થી લગાવી લ્યો.
હવે એક રોટલી ઉપર કાકડી ની સ્લાઈસ મૂકો. હવે તેની ઉપર બનાવી ને રાખેલો મસાલા પાવડર છાંટો. હવે તેની ઉપર ટામેટા ની સ્લાઈસ મૂકો. હવે તેની ઉપર મસાલા પાવડર છાંટો. હવે તેની ઉપર કેપ્સીકમ ની સ્લાઈસ મૂકો. હવે ફરી થી તેના ઉપર મસાલા પાવડર છાંટો. હવે તેની ઉપર ચટણી લગાવેલી બીજી રોટલી મૂકો.
ત્યારબાદ ગેસ પર એક તવી મૂકો. હવે તેની ઉપર થોડું ઘી લગાવો. હવે તેની ઉપર બનાવી ને રાખેલી રોટલી સેન્ડવીચ રાખો. હવે તેને બને તરફ ઘી લગાવી ને ક્રિસ્પી થાય ત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.
હવે ચાકુ ની મદદ થી તેના ઉપર સામસામે કટ લગાવો. જેથી સેન્ડવીચ ના ચાર પીસ મળશે. હવે તેની ઉપર સોસ લગાવો હવે તેની ઉપર બારીક સેવ છાંટો. હવે તૈયાર છે રોટલી સેન્ડવીચ.
હવે તેને એક પ્લેટ માં રાખી ને સર્વ કરો અને ગરમા ગરમ જૈન રોટલી સેન્ડવીચ ખાવા નો આનંદ માણો.
Jain rotli sandwich recipe in gujarati notes
- મસાલા પાવડર ને વધારે બનાવી ને તમે સ્ટોર પણ કરી શકો છો.
Jain rotli sandwich banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર My Jain Recipes ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
જૈન વેજ કડાઈ બનાવવાની રીત | Jain veg kadai banavani rit | Jain veg kadai recipe in gujarati
ચોકલેટ મોદક બનાવવાની રીત | chocolate modak banavani rit | chocolate modak recipe in gujarati
સીંગ ભજીયા બનાવવાની રેસીપી | શીંગ ભજીયા બનાવવાની રીત | sing bhujia recipe in gujarati
મોતીચુર લાડુ બનાવવાની રીત | motichur na ladu banavani rit | motichur ladoo recipe in gujarati
દમ આલુ બનાવવાની રીત | dum aloo banavani rit gujarati | dum aloo recipe in gujarati
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે