જૈન વેજ કડાઈ બનાવવાની રીત | Jain veg kadai banavani rit | Jain veg kadai recipe in gujarati

જૈન વેજ કડાઈ - Jain veg kadai - જૈન વેજ કડાઈ બનાવવાની રીત - Jain veg kadai banavani rit - Jain veg kadai recipe in gujarati
Advertisement

જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે ઘરે જૈન વેજ કડાઈ બનાવવાની રીત – Jain veg kadai banavani rit શીખીશું , do subscribe Sanjeev Kapoor Khazana YouTube channel on YouTube If you like the recipe ,રેસ્ટોરન્ટ જેવું જ ટેસ્ટી જૈન વેજ કડાહી નું શાક આપણે ઘરે પણ બનાવી શકીએ છીએ. ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. આ શાક ને આપણે રોટલી કે પરાઠા કે કુલચાં સાથે ખાઈ શકીએ છીએ. નાના બાળકો હોય કે મોટા દરેક ને આ શાક ભાવે છે. તો ચાલો આજે આપણે રેસ્ટોરન્ટ સ્ટાઈલ માં Jain veg kadai recipe in gujarati શીખીએ.

જૈન વેજ કડાઈ ની ગ્રેવી બનાવવા માટેની સામગ્રી

  • તેલ ૨ ચમચી
  • જીરું ૧ ચમચી
  • એલચી ૧
  • કાજુ ૧/૪ કપ
  • ઝીણા  સમારેલા ટામેટા ૩-૪
  • હળદર ૧/૨ ચમચી
  • લાલ મરચું પાવડર ૧ ચમચી
  • ધાણા પાવડર ૧ ચમચી
  • કિચન કિંગ મસાલા ૧/૨ ચમચી
  • ખાંડ ૧ ચમચી
  • મીઠું સ્વાદ પ્રમાણે

વેજ કડાહી નું શાક બનાવવા માટેની સામગ્રી

  • બટર ૨ ચમચી
  • તેજપતા ૨
  • બેબી કોર્ન ૫-૬
  • પીળા અને લાલ કેપ્સીકમ ના પીસ ૧/૨ કપ
  • બીન્સ ૩-૪
  • બાફેલા વટાણા ૧/૪ કપ
  • લાલ મરચું પાવડર ૧/૨ ચમચી
  • ધાણા પાવડર ૧ ચમચી
  • કિચન કિંગ મસાલા ૧ ચમચી
  • પનીર ૧૫૦ ગ્રામ
  • ફ્રેશ ક્રીમ ૧ ૧/૨ ચમચી

જૈન વેજ કડાઈ બનાવવાની રીત | Jain veg kadai recipe in gujarati

આજ સૌપ્રથમ આપણે ગ્રેવી બનાવતા શીખીશું ત્યારબાદ આપણે વેજ કડાઈ બનાવતા શીખીશું.

ગ્રેવી બનાવવા માટે ની રીત

ગ્રેવી બનાવવા માટે સૌથી પેહલા ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખો. હવે તેમાં એલચી ને થોડા પીસ કરી ને નાખો. હવે તેમાં કાજુ નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

Advertisement

હવે તેમાં ઝીણા સમારેલા ટામેટા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ તેમાં હળદર, લાલ મરચું પાવડર, ધાણા પાવડર, કિચન કિંગ મસાલા, ખાંડ અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ તેને ઢાંકી ને પાંચ થી સાત મિનિટ સુધી ચડવા દયો.

ત્યાર બાદ ગેસ બંધ કરી દયો. હવે મસાલા ને  એક મિક્સર જાર માં નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી લ્યો. હવે તૈયાર છે આપણી ગ્રેવી.

જૈન વેજ કડાહી નું શાક બનાવવા માટેની રીત

જૈન વેજ કડાહી નું શાક બનાવવા માટે સૌથી પેહલા ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં બટર નાખો. ત્યાર બાદ તેમાં તેજપતાં નાખો. હવે તેમાં બેબી કોર્ન નાખો. હવે તેને સરસ થી હલાવી લ્યો.

ત્યાર બાદ તેમાં પીળા અને લાલ કેપ્સીકમ ના પીસ નાખો. હવે તેમાં બિન્સ ના એક ઇંચ જેટલા પીસ કરી ને નાખો. ત્યાર બાદ તેમાં વટાણા નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. અને બે થી ત્રણ મિનિટ સુધી સેકી લ્યો.

ત્યાર બાદ તેમાં લાલ મરચું પાવડર, ધાણા પાવડર અને કિચન કિંગ મસાલો નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ તેમાં પીસી ને રાખેલી ગ્રેવી નાખો. ફરી થી તેને હલાવી ને મિક્સ કરી લ્યો.

ત્યાર બાદ તેમાં પનીર ના ટુકડા નાખો. ત્યાર બાદ તેમાં ફ્રેશ ક્રીમ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે બે થી ત્રણ મિનિટ સુધી શાક ને ઉકળવા દયો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.

હવે તૈયાર છે આપણું ટેસ્ટી જૈન વેજ કડાહી નું શાક. હવે તેને એક સર્વીંગ પ્લેટ માં નાખો. હવે તેને ફ્રેશ ક્રીમ અને લીલાં ધાણા ના પાન થી ગાર્નિશ કરો. હવે તેને પરાઠા, રોટલી કે કુલચા સાથે સર્વ કરો અને ગરમા ગરમ જૈન વેજ કડહી નું શાક ખાવા નો આનંદ માણો.

Jain veg kadai banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sanjeev Kapoor Khazana ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

રાગી સંકટી બનાવવાની રીત | Ragi Sankati banavani rit | Ragi Sankati recipe in gujarati

બચેલી રોટલી નો હલાવો બનાવવાની રીત | Bacheli rotli no halvo banavani rit

મિલ્ક બાર બરફી બનાવવાની રીત | Milk baar barfi banavani rit | Milk baar barfi recipe in gujarati

ફૂલાવર ની કચોરી બનાવવાની રીત | Fulavr ni kachori banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement