જેલોપિનો નું અથાણું બનાવવાની રીત | Jalapeno nu thanau banavani rit

જેલોપિનો નું અથાણું બનાવવાની રીત - Jalapeno nu thanau banavani rit - Jalapeno Pickle recipe in gujarati
Image credit – Youtube/Nidhi ki vidhi
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે આથેલ જેલોપિનો બનાવવાની રીત – જેલોપિનો નું અથાણું બનાવવાની રીત – Jalapeno nu thanau banavani rit શીખીશું, do subscribe Nidhi ki vidhi YouTube channel on YouTube If you like the recipe , આ જેલોપિનો ને ઘણા હેલીપિનો અથવા મેક્સિકન ચીલી પણ કહેતા હોય છે જે ખાટા તીખા અને મીઠા લાગે છે અને પીઝા, બર્ગર, સેન્ડવીચ, પાસ્તા, રોટલી વગેરે માં ટોપિંગ કે સ્ટફિંગ માં નાખવામાં આવતા હોય છે બજાર માં આ જેલોપિનો આથેલા ઘણા મોંઘા મળતા હોય છે તો આજ આપણે ઘરે બનાવવાની રીત શીખીશું તો ચાલો જાણીએ Jalapeno Pickle recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

જેલોપિનો નું અથાણું બનાવવા જરૂરી સામગ્રી

  • મોટા ને જાડા આવતા જેલોપિનો મરચા 8-10
  • વિનેગર ½ કપ
  • ખાંડ 2 ચમચી
  • મીઠું 1 ચમચી
  • પાણી ½ કપ

જેલોપિનો નું અથાણું બનાવવાની રીત | Jalapeno Pickle recipe in gujarati

આથેલ જેલોપિનો – જેલોપિનો નું અથાણું બનાવવા સૌપ્રથમ જેલોપિનો ને પાણીથી બરોબર ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ કપડા થી એક એક ને લુછી બિલકુલ કોરા કરી લ્યો હવે ચાકુ થી દાડી વાળો ભાગ કાપી ને અલગ કરી લ્યો,

ને ના સાવ પાતળા કે ના ઘણા જાડા એટલે કે મીડીયમ જાડાઈ વાળા ગોળ ગોળ કટકા કરી લ્યો આમ બધા જ મરચા ના ગોળ કટકા કરી લ્યો.

Advertisement

હવે ગેસ પર એક તપેલી માં પાણી નાખો સાથે વિનેગર, ખાંડ અને મીઠું નાખી મિક્સ કરી લ્યો હવે ગેસ ચાલુ કરી ને ગરમ કરવા મૂકો પાણી ઉકળવા લાગે એટલે ગેસ બંધ કરી નાખો,

ત્યાર બાદ કટકા કરેલ જેલોપિનો મરચા નાખી મિક્સ કરી અડધું ઢાંકણ ઢાંકી એક બાજુ ઠંડા થવા મૂકો.

ચાર પાંચ કલાક પછી પાણી બિલકુલ ઠંડુ થઈ જાય એટલે એક સાફ ને કોરી બરણી માં એ મરચા ને ભરી લ્યો અને એમાં રહેલ વિનેગર ખાંડ વાળુ પાણી પણ નાખી દયો ને ઢાંકણ ઢાંકી ને  બંધ કરી સવાર સાંજ હલાવતા રહી  બે દિવસ બહાર મૂકો ત્યાર બાદ બરણી ને ફ્રીઝ માં મૂકી દયો ને જરૂર પડ્યે વાપરો આથેલ જેલોપિનો.

Jalapeno nu thanau banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Nidhi ki vidhi ને Subscribe કરજો

 નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

તરબૂચ ની છાલ ની ચટણી | Tarbuch ni chal ni chutney

ચીકુ મિલ્ક શેક બનાવવાની રીત | Chiku milk shake banavani rit

ઓરીઓ શેક બનાવવાની રીત | Oreo shake banavani rit

શાહી ટુકડા બનાવવાની રીત | Shahi tukda banavani rit | Sahi tukda recipe

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement